એલોવેરા થી તમે બધા જ પરિચિત છો અને ભારતમાં પ્રાચીનકાળથી જ એને કુંવારપાઠું કહેવામાં આસ છે. એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે જે ભલભલી બીમારીઓમાં ઉપયોગી સાબિત થઈ શકે. એલોવેરાને ઔષધીઓમાં સંજીવની કહેવામાં આવે છે. એલોવેરાના જ્યુસના સેવનથી શરીરમાં રહેલા પોષકતત્વોની કમી દૂર કરી શકાય છે.
એલોવેરાનું જ્યુસ પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. જે લોકો કબજિયાતથઈ પીડાતા હોય એમને એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ. એલોવેરાનું જ્યુસ પીવાથી પેટને સારા પ્રમાણમાં ફાઇબર મળે છે અને એનાથી પેટ એકદમ સાફ થઈ જાય છે. જે લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે એ લોકોએ રોજ સવારે ઉઠીને એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ.
તમને જણાવી દઈએ કે એલોવેરા જ્યૂસથી શરીર ડિટોક્સિફાઈ થાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો શરીરની બહાર નીકળી જાય છે. એટલે જો તમે વધુ પડતો તળેલો ખોરાક લેતા હોય તો આ જ્યુસનું સેવન ચોક્કસથી કરો.
એલોવેરા જ્યૂસ પીવાથી જો ભૂખ ન લાગતી હોય તો એ સમસ્યા પણ દૂર થઈ જાય છે. જેથી કરીને જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય એવા લોકોએ રોજ એક કપ એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ. એલોવેરા જ્યૂસ પીવાથી પાચનતંત્ર પણ એકદમ બરાબર થઈ જાય છે અને પેટ એકદમ સારું રહે છે.
સ્કિનમાં ગ્લો
જો તમે તમારી સ્કિનમાં ગ્લો ઈચ્છો છો તો એ માટે એલોવેરા જ્યૂસ પીવો. એલોવેરા જ્યૂસ પીવાથી તમારી ત્વચા એકદમ ચમકવા લાગશે. એટલું જ નહીં ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી ચહેરાની રંગત પણ નિખરે છે અને સાથે સાથે દાગ ધબ્બાથી પણ છુટકારો મળે છે.
વજન ઘટાડવા
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો પણ એલોવેરા જ્યુસ ઉપયોગી નીવડે છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમારી પાચનક્રિયા પણ એકદમ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસમાં રહેલા પોષકતત્વો તમારા શરીરને નબળું પડવા દેતા નથી.
જો તમે તમારા વાળને મુલાયમ બનાવવા માંગો છો તો વાળમાં એલોવેરા જેલ લગાવો. એલોવેરા જેલ લગાવવાથી વાળ એકદમ મુલાયમ તો થશે જ પણ સાથે સાથે વાળનો ગ્રોથ પણ સારો થવા લાગશે. એ માટે તમારે એલોવેરા જેલને તમારા વાળમાં સારી રીતે લગાવી લેવાનું છે અને એ બાદ અડધા કલાક સુધી રહેવા દઈને એને પાણીથી ધોઈ લેવાના છે. જો તમે અઠવાડિયામાં ફક્ત બે વાર આ ઉપાય કરશો તો તમારા વાળ એકદમ સોફ્ટ અને મુલાયમ બની જશે.
એલોવેરા જ્યૂસ પીવાથી જો શરીરમાં લોહીની ઉણપ હોય તો એ પણ દૂર થાય છે. આ જ્યુસના સેવનથી લોહી બનવા લાગે છે. એટલે જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય એમને એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ. એને પીવાથી તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધવા લાગશે. તમે એલોવેરા જ્યૂસને ઘરે પણ બનાવી શકો છો અને બહારથી પણ ખરીદી શકો છો.
એલોવેરા જેલ
જો તમે ઘરે એલોવેરા જ્યૂસ બનાવવા માંગો છો તો એ માટે સૌપ્રથમ એલોવેરાને છોલી લો એ પછી એની અંદર રહેલા જેલને મિક્સરમાં પીસી લો. બની જશે તમારું એલોવેરા જ્યૂસ. આ જ્યૂસને તમે સવારે ખાલી પેટે પી શકો છો એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો રહેલા છે. જે ઘણી બધી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એ ઉપરાંત સ્કિન માટે પણ એલોવેરા ખૂબ જ ગુણકારી છે. રોજ 200થી 300 મિલી એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ.
તો હવેથી તમે પણ એલોવેરાનું જ્યુસ પીવાનું શરૂ કરી દો પછી જોજો શરીરમાં કેવા ચમત્કારી ફાયદા થાય છે. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.