અંજીર ના ફાયદા અંજીર એક ફળ છે. જેને લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાય છે. એ સિવાય અન્ય ઘરેલું ઉપચારમાં પણ જેનો ઉપયોગ કરવામાં આવે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડંટ, વિટામિન, મિનરલ રહેલા છે. જે શરીરની દરેક સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ફાયદાકારક છે.
અંજીર એ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તાજા અંજીરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. એ સિવાય ફાઈબર પણ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર અંજીરમાં પ્રોટીન 5.5%, કાર્બોહાઈડ્રેટ 63 %, સેલ્યુલોઝ 7.3%, ખનીજક્ષાર 3%, પાણી 20. 8 %,. ટકા અમ્લ 1.2 % એ સિવાય વિટામિન બી અને વિટામિન સી પણ રહેલાં છે.
અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે જેના કારણે પાચનશક્તિ મજબૂત અને સારી બને છે. જેના કારણે અપચો અને કબજિયાત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. અંજીરને આખી રાત પાણીમાં પલાળીને સવારમાં ખાવા જોઈએ. અથવા તમે એમ જ પલાડયા વગર પણ અંજીરને ખાઈ શકો છો.
શરીરની નબળાઈ દૂર કરવા માટે અંજીર ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. અંજીરમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષણ પૂરું પાડે છે. શરીરની નબળાઈ દૂર કરીને શરીરને શક્તિ પણ આપે છે. શારીરિક શક્તિને મજબૂત કરવા માટે દૂધ સાથે અંજીરનું સેવન કરવું જોઈએ. નીચે આપડે જાણીછુ અંજીર ના ફાયદા વિશે.
અંજીર ના ફાયદા
વજન વધારવા માટે :
વજન વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો દૂધમાં પલાળીને અંજીરને સવારમાં ખાવામાં આવે તો શરીરમાં નવું લોહી બને છે અને વજનમાં વધારો થાય છે.
હરસ ના દર્દીઓ માટે પણ અંજીર ફાયદાકારક છે. અંજીર ખાવાથી હરસ ના દર્દીઓને કબજીયાતથી છુટકારો મળે છે. એના માટે પાણીમાં પલાળેલા અંજીર ખાવાના શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ત્વચાને લગતી સમસ્યાઓમાં પણ અંજીર ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, અંજીરમાં વિટામીન સી રહેલું છે જે ત્વચા માટે ખૂબ જ સારું છે. અંજીર ખાવાથી ત્વચાને લગતી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.
આ સિવાય બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ અંજીર રામબાણ ઈલાજ છે. અંજીર ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મળે છે. અને નિયમિત અંજીર ખાવામાં આવે તો શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગળે છે. ઉપરાંત શરીરમાં રહેલા ખરાબ, ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ઉપરાંત ઘરમાં રહેલું ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
જો રોજ સવારમાં સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખીને ઉકાળીને જરૂરિયાત પ્રમાણે સાકર ભેળવીને એ દૂધ પીવામાં આવે તો અંજના પોષક તત્વોનો ખૂબ સારો લાભ મળે છે.
અંજીર લોહીની શુદ્ધિ કરે છે. માટે લોહી ને લગતા રોગોમાં પણ તે રક્ષણ આપે છે. રોજ રાત્રે અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ જેનાં બીજ કાઢેલા હોય એવી 15 નંગ લઈને દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પીવું, એમાં રહેલા અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઇ જવા.
અંજીરમાં ખૂબ સારી માત્રામાં કેલ્શિયમ પણ રહેલું છે. માટે નિયમિત ખાવામાં આવે તો હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે. જેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. અંજીરમાં ખૂબ સારી માત્રામાં આયર્ન રહેલું છે. જેનાથી હિમોગ્લોબીન ની માત્રા જળવાઈ રહે છે અને નવું લોહી બને છે.
અંજીર એ વાયુનાશક છે એના કારણે શ્વાસ અને દમ લગતી તકલીફોમાંથી પણ છુટકારો અપાવે છે. દમના દર્દીઓ માટે અહીં અંજીરનો એક સરળ પ્રયોગ છે જેના માટે અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ-પાંચ ગ્રામ જેટલા લઈ ને એક સાથે ચાવીને ખાવા જોઈએ. થોડા દિવસ સુધી આ રીતે ઉપચાર કરવામાં આવે તો હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ અને દમ બેસી જાય છે.
જેમને મળમાર્ગમાં મસામાંથી રક્તસ્ત્રાવ થતો હોય એમના માટે એક સરળ ઉપાય છે. રોજ રાત્રે બેથી ત્રણ નંગ સૂકા અંજીર પાણીમાં પલાળી દેવા. સવારમાં એ અંજીરને ચાવીને ખાઈ જવા. આશરે 10 થી 12 દિવસ સુધી આ ઉપચાર અજમાવવાથી રક્તસ્રાવ વાડા મસામાંથી છુટકારો મળે છે.
આજના સમય માં સ્ત્રીઓ માં બ્રેસ્ટ કેન્સર ની બીમારી ખૂબ વધી રહી છે. એમાં પણ જે ખૂબ જ ફાયદાકારક છે. જો દરરોજ નિયમિત ખાવામાં આવે તો એનું જોખમ ઘટી જાય છે.
જો ફેફસાના રોગ ની સમસ્યા હોય તો એમાં પાંચ અંજીરને એક ગ્લાસ પાણીમાં ઉકળવા. એ પાણીને ગાળીને પીવું.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ જાણકારી આપને જરૂર થી પસંદ આવી હશે અને ઉપયોગી થશે.