શરદી,કફ ,તાવ, શ્વાસમાં ગભરામણનો આયુર્વેદિક ઉપાય

આ ઔષધિ કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. પીપર ને આપણે ગુજરાતીમાં લિંડીપેપર તરીકે ઓળખીએ છે. તેની જુદી જુદી ઘણી જાતો છે. આપણે ત્યાં બજારમાં મળી રહે છે. જેમાંથી ગજપીપર અને ગણદેવી એક બે મુખ્ય જાત છે. ગજ પીપર કદમાં મોટી અને ગણદેવી એ નાની હોય છે. પાતળી, તીખી, કૃષ્ણ વર્ણની અને તોડવાથી જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધીય ઉપચારમાં આવી જ પીપર નો ઉપયોગ કરવામાં આવે છે અને કરવો જોઈએ.

પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુ વર્ષાયુ અને પાણી લીલા નાગરવેલ ના પાન જેવા જ કદમાં સહેજ નાના હોય છે. આયુર્વેદ મુજબ પીપર સ્વાદમાં તીખી, નહીં ગરમ કે નહીં ઠંડી, ચીકણી, પચવામાં હળવી, પાચક, જઠરાગ્નિ વર્ધક, વૃષ્ય કામોતેજક રસાયણ, હૃદય માટે ફાયદાકારક, વાયુ અને કફનાશક, મૃદુ રેચક તથા રક્ત શુદ્ધ કરનારી છે. તે શ્વાસ, દમ, ઉધરસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત, પેટના રોગ, હરસ, આમવાત, કટીશુળ, મૂત્ર અને ત્વચાના રોગને દૂર કરે છે. તાજી પીપર પિત્ત સામક છે. જ્યારે સૂકી પીપર પિત્તકારક છે. રાસાયણિક દૃષ્ટિએ પીપરમાં 1% સુગંધિત તેલ, પાઈપરીન 4-5% પીપલાર્ટીન, પીપલાસ્ટીરોલ અને શિશેમીન નામના ક્ષારીય તત્વો સાથે સ્ટાર્ચ, ગુંદર, ચરબી વગેરે પણ રહેલા હોય છે. હવે પીપર કયા કયા રોગોમાં લાભદાયક છે તે વિશે જાણીશું.

મધ સાથે પેપર નું સેવન કરવામાં આવે તો કફ અને મેદ નો નાશ થાય છે. શ્વાસ, દમ, ઉધરસ અને તાવ દૂર થાય છે. બુદ્ધિ અને વીર્યને વધારે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે ઉપરાંત ફેફસાની સંબંધિત વાઈરલ રોગથી બચવા માટે મધ અને પીપર નો ઉપયોગ ખૂબ જ ગુણકારી છે. જીણો તાવ હોય કે અગ્નિમાંદ્ય હોય તો ગોળની સાથે પીપળનું સેવન ઉત્તમ પરિણામ આપે છે. ગોળની સાથે લીધેલી પીપર અજીર્ણ, અરુચી, દમ, ઉધરસ, હ્રદયનો રોગ, રક્ત અલ્પતા અને પેટના કૃમિને દૂર કરે છે .ગોળ સાથે પીપરના સેવનમાં પીપરના ચૂર્ણ કરતા ગોળનો બમણા ભાગમાં રાખવો.

પીપર, નાગરમોથ અને કાકડિશીંગ દરેક સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી તાવ, ઉધરસ, અતિસાર અને ઊલટીની વ્યાધિ મટે છે. પીપર, સૂંઠ, ગળો, બેઠી ભોરીંગણીનાં મૂળ, ગોયો, દેવદાર, કરિયાતું અને નાગરમોથ આ બધી ચીજો સરખે ભાગે લઈ તેને અક્ચરું ખાડી લેવી, પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળાંનો ઉપયોગ કમળો તથા કળતર થઈ હોય ત્યારે ઉપયોગ કરવાથી તે મટે છે. પિત્તના વિકાર, ખોટી ગરમી તથા વિષમ જ્વર મટાડવા પણ એનો ઉપયોગ થાય છે.

નાના બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન વધારે હોય છે. તેમને ખાંસી, વરાધ, શરદી, તાવ વગેરે થઈ જાય છે. એમના માટે અહીં એક ઔષધીય ઉપચાર છે. જેમાં પીપર, જાયફળ, કાકડાસીંગી અને પુષ્કરમૂળ આ ચાર ઔષધોનું ચૂર્ણ સરખા ભાગે લઈને તેમાં જરૂર પ્રમાણે મધ મિક્સ કરીને ચ્યવનપ્રાસ જેવું ચાટણ બનાવી લેવું. નાના બાળકોને થોડું થોડું આ ઔષધ દિવસમાં ત્રણથી ચાર વાર ચટાડવું જોઈએ. અડધી અડધી ચમચી લેવું. એનાથી ઉત્તમ પરિણામ મળે છે. આ તદ્દન નિર્દોષ ઔષધ છે. દરેક પરિવારે તેને બનાવીને રાખવું જોઈએ. પીપર કફના રોગોનું અદભુત ઔષધ છે. તે ફેફસા અને હૃદયને બળ આપનાર તથા કફને બહાર કાઢે છે. પ્રસુતિ પછીના તાવમાં અને સંધિવા, અત્યાધિક મેદ, રાંઝણ માં શરદીના તાવમાં વગેરેમાં મધ સાથે પીપળનું સેવન હિતકારી છે. હરસ વાળાએ ગોળ સાથે પીપળનું સેવન કરવું જોઈએ. આયુર્વેદના અનેક ઔષધોમાં પીપર મુખ્ય ઔષધી રૂપે જોવામાં આવે છે.પીપલ્યાસવ, સીતોપલાદી ચૂર્ણ, બાલચાતુર્ભેદ્ર ચૂર્ણ, પીપલાદી લોહ, પીપલી રસાયન વગેરે. આ ઔષધીઓને નિષ્ણાંતની સલાહ પ્રમાણે જ પ્રયોજવા વધુ હિતકારી રહે છે.

સ્તનપાન કરાવતી માતાઓ ગરમ કરેલા દૂધમાં પીપરનું ચૂર્ણ નાખીને સેવન કરે તો સ્તનમાં દૂધ પેદા થાય છે. પીપર તથા હરડે સરખા ભાગે લઈ ગરમ પાણીમાં ફાકવાથી આમાતિસારમાં થતું શૂળ દૂર થાય છે. પેટના રોગમાં પીપરનું લાંબો સમય સેવન કરવાથી ઉત્તમ લાભ થાય છે. એનાથી ઊલટી બંધ થાય છે. મોં તથા ગર્ભસ્થાનને મજબુત કરે છે. એનાથી પુરુષત્વમાં પણ વધારો થાય છે.

પીપર 10 ગ્રામ અને સુંઠ 5 ગ્રામ લઇ ચૂર્ણ કરી, ઘીમાં શેકી, તેમાં 200 ગ્રામ દૂધ અને 10 ગ્રામ સાકર મેળવીને, ઉકાળો, રાબડી બનાવીને ચાટવાથી શરદી, સળેખમ વગેરે મટે છે. અરડૂસીનો રસ કાઢીને તેમાં મધ મિક્સ કરીને ખાવાથી ઉધરસ મટે છે. અરડૂસીના રસમાં મધ અને સિંધવ ભેળવીને તેમજ સિંધવ ભેળવીને પીવાથી ખાંસી મટે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો..

અમને આશા છે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment