શિયાળાની ઋતુમાં કરી લો આ વસ્તુઓનું સેવન થશે ગજબનો ફાયદો

શિયાળાની ઋતુમાં આપણું કાળજી માંગે છે. ઋતુમાં બદલાવ આવવાની સાથે જ શરીરને સ્વાસ્થ્યવર્ધક અને ફીટ રાખવા માટે આપણા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. માટે જો ઋતુ પ્રમાણે તમારું ભોજન હોય તો શરીરને પૂરતી એનર્જી મળી રહે છે અને બીમારીઓનું જોખમ પણ ઘટે છે શિયાળાની ઋતુ શરૂ થતા લોકો ઉધરસ, કફ જેવી સમસ્યાઓથી પરેશાન થવા લાગે છે.

આ ઋતુમાં કમજોર ઇમ્યુનિટી અને ખોટા ખાનપાનના કારણે ઇન્ફેક્શન અને બીમારીનો જોખમ પણ વધી જાય છે. શિયાળાની ઋતુમાં શરીરને તકાતવાન રાખવાની ગરમ રાખવા માટે કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થોને પોતાના ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. જે શિયાળાની ઋતુમાં ફાયદાકારક માનવામાં આવે છે માટે આજે અમે તમને આ લેખમાં શિયાળાની ઋતુમાં શરીરને તાકાત મળી રહે અને રોગો સામે રક્ષણ મળે એના માટે શું ખાવું જોઈએ એના વિશે જણાવીશું.

શિયાળાની ઋતુમાં શરીરને ઠંડીથી રક્ષણ આપવા માટે અને શક્તિશાળી બનાવવા માટે અમુક ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક બને છે. શિયાળાની ઋતુમાં તમારે ડાયેટમાં આ પ્રમાણેના ફૂડ નો સમાવેશ કરવો જોઈએ.

બાજરીના રોટલા :-

શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા નું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાથી શરીર ગરમ રહે છે, શરીરને તાકાત મળે છે, બાજરીમાં કેલ્શિયમ, વિટામીન, ફાઇબર અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં રહેલું હોય છે. જે શરીરને એનર્જી પ્રદાન કરવામાં અને તાકાતવાન બનાવવામાં પણ ફાયદાકારક નીવડે છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા માટેની તાકાતવાન બનાવવા માટે બાજરીના રોટલા ખાવા જોઈએ. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે. જેથી તેને ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બાહરથી પણ ઊર્જાવાન રહે છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને પણ દૂર કરે છે.

ખજૂર :-

શિયાળામાં ખજૂર ખાવાથી શરીરની આંતરિક શક્તિ વધે છે, શરીર ગરમ રહે છે. ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. શિયાળામાં દરરોજ ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે, અને તાકાત પણ મળે છે. એમાં હાજર ડાયટરી ફાઇબર શરીરના પાચનને પણ સારું બનાવે છે.

શીલાજીત :-

શિયાળામાં શરીરની તાકાત વધારવાને ઠંડીથી રક્ષણ મેળવવા માટે શીલાજીતનું જીવન ખૂબ જ ફાયદાકારક બને છે. શીલાજીતમાં રહેલ ઝિંક શરીરને અંદરથી તાકાત આપે છે અને ઠંડીથી રક્ષણ આપે છે. શિયાળામાં શીલાજીત નું સેવન મધ કે દૂધ સાથે કરી શકો છો.

ગોળ :-

શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક બને છે. ગોળનું સેવન કરવાથી શરીરને આયર્ન, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. ગરમ દૂધમાં ગોળ નાખીને પીવાથી શરીરને તાકાત મળે છે, અને શરીર ગરમ રહે છે.શિયાળામાં ગોળ ખાવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. જો તમે ગોળ ખાતા નથી તો તમારે રોજ ખાવાની આદત પાડવી જોઇએ. ઠંડીમાં ગોળ ખાવાથી શરીરમાં ગરમી આવે છે. આ સાથે જ આયરન બ્લડ સર્કુલેશનને તેજ કરે છે અને બ્લડ વેસેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ગોળ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને વિટામીન બી હોય છે. આ મેટાબોલિઝમ વધારે છે અને સાથે પેટની સમસ્યાઓને ઓછી કરે છે. તમને એસિડિટીની સમસ્યા છે તો તમે રોજ એક કટકો ગોળ ખાઓ. ગોળ ખાવાથી એસિડિટીની સમસ્યમાંથી રાહત મળે છે.

મધ અને દૂધ :-

શિયાળાની ઋતુમાં મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે. ગરમ દૂધમાં મધ નાખીને પીવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. આમાં રહેલા ગુણ શરીરને શરદી, કફ અને ઇન્ફેક્શન વગેરે સામે રક્ષણ પૂરું પાડે છે. શિયાળામાં શરીરને તાકાત આપવાની ગરમ રાખવા માટે મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે.

અશ્વગંધાને દૂધ :-

શિયાળામાં દૂધ સાથે અશ્વગંધાનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળે છે. ઉપરાંત અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. અશ્વગંધા પાવડરને દૂધમાં નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

શિયાળામાં શરીરને ઊર્જા બનાવી રાખવા માટે અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક બને છે. શિયાળાની ઋતુમાં ઠંડીના મારથી રક્ષા મેળવવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment