શિયાળામાં શરીરને એકદમ તંદુરસ્ત અને ફીટ રાખવા માટે કરો આ ઉપાય

શિયાળાની ઋતુમાં ઘણા બધા શાકભાજી મળી રહે છે. જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પણ લીલી શાકભાજીમાં આપણને દરેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારતા હેલ્ધી ખોરાકનો આપણે ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. કારણ કે બેક્ટેરિયા થી થતી બીમારીઓના કારણે આપણે બીમાર પડી શકીએ છીએ. તેવી પરિસ્થિતિમાં તમે કાંજીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક નીવડે છે. તેને કાળા ગાજર, બીટ, રાય કાળા મરી ના ઉપયોગથી બનાવવામાં આવે છે. કાંજીને ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો તેના વિશેષ સ્વાસ્થ લાભ અને તેને બનાવવાની રીત વિશે જાણીએ.

ઘરે કાંજી બનાવવાની રીત :-

બે બીટ અને ચાર કાળા ગાજરના નાના ટુકડા કરી લેવા. તેને પાણી અને મીઠાથી ભરેલી કાચની બોટલમાં ભરવા. તેની સાથે જ કકરી પીસેલી રાઈ અને કાળા મરી પણ નાખવા. હવે આ જારને મલમલ ના કપડાથી ઢાંકી દેવું. ત્યારબાદ તેની પાંચ દિવસ સુધી તાપ માં રાખવું. એ પછી તેમાંથી જે રસ તૈયાર થાય તેને અલગ ડબ્બામાં ગાળીને ભરી લેવો. હવે તૈયાર છે કાંજી. હવે તેને ફ્રીઝમાં રાખી શકો છો અને પછી સર્વ કરો. કાંજી બનાવવાની રીત જાણ્યા પછી હવે તેનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણીએ.

બળતરા સામે લડે છે :-

કાંજી આપણા શરીરમાં થતી બળતરા ને દૂર કરે છે. જેથી ઘણી બધી બીમારીઓના જોખમ પણ દૂર થાય છે.

પાચન શક્તિ માં વધારો થાય છે :-

કાંજી દ્રાવ્ય ફાઈબરથી ભરપૂર હોય છે અને તે આપણી પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં પણ મદદ કરે છે. તે આપણા બ્લડ સુગર લેવલને ઓછું રાખવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત પાચન શક્તિ માં સુધારો કરવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ ને પણ ઓછું કરે છે.

શરીરને ઊર્જા પૂરી પાડે છે :-

કાંજી કાર્બોહાઇડ્રે ભરપૂર હોય છે. સવારે તમે તેના એક ગ્લાસનું સેવન કરો તો સંપૂર્ણ દિવસ ઉર્જા સભર રહો છો, અને આખો દિવસ ચક્કર આવવાની સમસ્યા અને કમજોરીથી પણ દૂર રહી શકાય છે.

કબજિયાત દૂર થાય છે :-

શિયાળાની ઋતુમાં લગભગ આપણી ખૂબ જ ચીકણા અને તળેલા ભોજન નું સેવન કરતા હોઈએ છીએ. તેનાથી આપણને કબજિયાતની સમસ્યા થઈ શકે છે, માટે દરરોજ એક ગ્લાસ કાંજી પીવાથી પાચન ક્રિયા ખૂબ જ સારી બને છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ગાજર અને બીટમાં ઉપસ્થિત ફાઇબરની પ્રચુર માત્રા કબજિયાતને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે.

આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને અનેક રોગોથી રક્ષણ મેળવવા માટે તમે નીચે દર્શાવેલ ડ્રિન્ક નું સેવન પણ કરી શકો છો.

ઉકાળો :-

ઉકાળો આપણા શરીરને જરૂરી માત્રામાં પોષણ આપે છે, અનેક બીમારીઓથી બચાવે છે.

​​​​​​​ઉકાળો બનાવવાની રીત :-

ઈલાયચી, આદુ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળો. ત્યારબાદ 20-25 મિનિટ પછી તેને ગાળીને તેનું સેવન કરો.

કાવો:-

જાણીતો કાશ્મીરી કાવો શીયાળામાં શરીરને ગરમ રાખવા માટે પીવામાં આવે છે.

કાવો બનાવવાની રીત :-

એક કપ પાણી ઉકાળી તેમાં કેસર, તજ, લવિંગ અને સૂકા ગુલાબના પાન અને એલચી નાખો. ત્યારબાદ તેમાં ગ્રીન ટી બેગ ઉમેરી થોડા મિનિટ માટે તેને એમ જ રાખી દો. તેમાં થોડું કેસર રાખીને આ પીણું ગરમ ગરમ પીવું.

હળદર વાળું દૂધ :-

હળદર વાળું દૂધ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પીણું છે. હળદર વાળું દૂધ પીવાના ખુબ જ ફાયદા છે.

હળદર વાળું દૂધ બનાવવાની રીત :-

સૌ પ્રથમ દૂધને ઉકાળો, ત્યારબાદ તેમાં થોડા કાળા મરી અને હળદર ઉમેરો અને તેને સારી રીતે મિશ્ર કરો. આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેનું સેવન કરવું.

Leave a Comment