જો ચહેરા પર સુંદરતા લાવવા માગતા હો તો સવારે ઊઠીને આ 4 કામ કરવા જોઈએ. શિયાળાની ઠંડી ઋતુમાં ત્વચાનો ભેજ છીનવાઈ જતો હોય છે. માટે ઠંડીની ઋતુમાં ત્વચાની વધુ જાળવણી કરવી જરૂરી છે. એના માટે સવારે ઊઠીને અમુક ખાસ કામ કરવા જોઈએ. જેનાથી ત્વચાની સુંદરતા પાછી મળે છે. ઉપરાંત ત્વચામાં તેલ અને ભેજ જળવાઈ રહે છે. એના માટેની ટિપ્સ આજે અમે તમને જણાવીશું સુંદર અને ચમકતી ત્વચા માટે ના ઉપાય. જેનો ઉપયોગ કરીને તમે ત્વચાને સુંદર અને ચમકતી રાખી શકો છો.
સુંદર અને ચમકતી ત્વચા માટે | ગોરા થવાના નુસખા
ત્વચાને સુંદર બનાવવા માટે કાયમ મોંઘા પ્રસાધનો વપરાતા હોય છે. પરંતુ એની જગ્યાએ ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટેની તથા ત્વચાને વધુ સુંદર બનાવવા માટે આપણે કેટલાક ઉપાય પણ કરી શકીએ છે. એ માટે ના સ્ટેપ આ મુજબ છે.
પહેલો સ્ટેપ- ત્વચાને સુંદર મુલાયમ બનાવવા માટે સૌથી પહેલા સ્ટીમિંગ લેવું જરૂરી છે. સ્ટીમ લેવાથી ત્વચાના છિદ્રો ખુલે છે ઉપરાંત ત્વચા દિપ ક્લીન પણ થાય છે. એના માટે સૌ પહેલા એક વાસણમાં હુંફાળું પાણી લેવું. એમાં રોઝમેરીના પાંદડા અને ગુલાબની પાંખડીઓ નાખવી. ત્યારબાદ એક કપડું લઈને આ પાણીમાં પલાળીને વ્યવસ્થિત રીતે નીચોવી લેવું. ત્યારબાદ આ કપડાથી ત્વચાને હળવા હાથે સાફ કરવી. ટુવાલથી ત્વચાને ત્રણ મિનિટ સુધી સાફ કરવી. એનાથી ત્વચા ની ગંદકી દૂર થાય છે.
બીજો સ્ટેપ – સ્ટીમ લીધા બાદ ત્વચા પર સારી રીતે મસાજ કરવો જોઈએ. પાંચ મિનિટ સુધી મસાજ કરવું જોઈએ. સ્ટીમ લીધા બાદ ત્વચા પર મસાજ કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન વધે છે. સાથે જ ત્વચા ની ગંદકી પણ દૂર થઈ જાય છે. ત્વચા પર મસાજ કરવા માટે તમે નારિયેળ તેલ અથવા તો તલના તેલનો ઉપયોગ કરી શકો છો.
ત્રીજો સ્ટેપ- ત્રીજા સ્ટેપમાં આવે છે એક્સફોલિએટ કરવું. સ્ટીમ અને મસાજ બાદ ત્વચાને એક્સફોલિએટ કરવું જરૂરી બને છે. એના માટે ત્વચાને હળવા હાથે સાફ કરવી અને ડેડ સ્કિન થી છૂટકારો મેળવવો જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ત્વચાને એક્સફોલિએટ કરવા જઈ રહ્યા છો તો, એની પહેલા માઇલ્ડ સાબુ અથવા તો ફેસવોશથી ચહેરાને ધોઇ લેવો. ત્યારબાદ ત્વચા પર સ્ક્રબ કરવું. ત્યારબાદ ચહેરાને ધોઈ લેવો જોઈએ.
ચોથો સ્ટેપ – સ્ટીમિંગ, મસાજ અને ત્વચાને એક્સફોલિએટ કર્યા બાદ ત્વચા પર મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરવો જોઈએ. ત્વચા પર મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે. ઉપરાંત ત્વચામાં ભેજ પણ જળવાઈ રહે છે. એના માટે કોઈપણ મોઈશ્ચરાઈઝર નો ઉપયોગ કરીને ત્વચા પર બે મિનિટ સુધી મસાજ કરી શકાય છે.
આ સિવાય ત્વચાને સુંદર બનાવવા માટે અને ત્વચાની વિશેષ કાળજી રાખવા માટે, અન્ય ટિપ્સ પણ અમે તમને જણાવીશું.
ત્વચામાં ચમક અને નિખાર લાવવા માટે દૂધમાં એક ચમચી લીંબુનો રસ અને કાકડીનો રસ મિક્સ કરવો જોઈએ. આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવું જોઈએ. ત્યારબાદ ચહેરાને ધોઈ લેવો જોઈએ આ ઉપાય કરવાથી જગ્યામાં કુદરતી ચમક બની રહે છે.
ચણાનો લોટ, ચંદન પાવડર, હળદર પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. આ ઉપાય કરવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે અને ચહેરા પર ચમક વધે છે.
ચહેરાની સુંદરતા વધારવા માટે અને કુદરતી ચમક જાળવી રાખવા માટે, મુલતાની માટીનો પ્રયોગ પણ ખૂબ જ ફાયદાકારક બને છે. મુલતાની માટીને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી જોઈએ. એનાથી ચહેરો સુંદર અને કોમળ બને છે. જેને ઓઈલી સ્કિનની સમસ્યા હોય એના માટે આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક બની રહે છે.
ચહેરા પર કાળા ડાઘ પડી ગયા હોય તો, તેને દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને લગાવવું જોઈએ એનાથી કાળા ડાઘ દૂર થઈ જાય છે.
એ સિવાય એલોવેરા નો ઉપયોગ પણ કરી શકાય છે. એલોવેરા નો ઉપયોગ કરવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે. એલોવેરા ત્વચાને હોલી બનાવ્યા વગર મોઇસ્ચરાઇઝ કરે છે. ત્વચાને બેદાગ અને સુંદર બનાવે છે. એના માટે એલોવેરા જેલ માં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. અને એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવી. રાત્રે સુતા પહેલા એને કોટન બોલની મદદથી ચહેરા પર લગાવી લેવું જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે ત્વચા સંબંધિત આજ ની માહિતી અને ઉપાયો આપને જરૂર થી પસંદ આવશે.
3 thoughts on “સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માટે બ્યૂટી ટિપ્સ”