સંતરા કરતાં પણ અમૂલ્ય છે સંતરાની છાલ તેને ફેંકી દેતા પહેલા જાણો

સંતરાની છાલના ફાયદા : સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે. મોટાભાગે સંતરા ખાધા બાદ બધા તેની છાલને ફેંકી દેતા હોય છે પરંતુ સંતરાની છાલ એ આપણી ત્વચા અને વાળ માટે કેવી રીતે ઉપયોગી છે એ જાણ્યા બાદ તમે પણ એનો ઉપયોગ કરશો. સંતરાની છાલના એક નહીં પણ અનેક ગણા ઉપાય છે. સંતરાની છાલ આપણા વાળ અને ત્વચાની પ્રાકૃતિક સૌંદર્ય આપે છે.

સંતરાની છાલના ફાયદા.

સંતરાની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવીને ઉપયોગ કરી શકાય છે.

સંતરાની છાલના ફાયદા : –

ત્વચાની ગંદકીને દુર કરવા માટે :

ત્વચાની ગંદકીને દુર કરવા માટે

સંતરાની છાલમાં રહેલું વિટામીન-સી ત્વચાના ડાઘ ને દૂર કરે છે અને ચહેરાને કુદરતી ચમક આપે છે ચહેરાને ક્રિસ્ટલ ક્લિયર બનાવે છે.

એના માટે સૌથી પહેલાં સંતરાની છાલને તાપમા સુકવવી ત્યાર પછી એને પીસીને પાવડર બનાવી લેવો. ઉપયોગ કરતી વખતે આ પાઉડરમાં એક ચમચી મધ મિક્ષ કરવું, એની પેસ્ટ રેડી કરવી. આ પેસ્ટને ચહેરા પર લગાવવી. જ્યાં સુધી આ પેસ્ટ સૂકાય નહિ ત્યાં સુધી રહેવા દેવું. ત્યાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી વોશ કરી લેવો. અઠવાડિયામાં એક વખત આ ઉપાય અજમાવવાથી ચહેરાના દાગ-ધબ્બા દૂર થઈ જશે. સાથે ચહેરાને પ્રાકૃતિક ચમક પણ મળશે.

વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે છે :

વાળને કાળા લાંબા અને મજબૂત બનાવવા માટે સંતરાની છાલનો ઉપયોગ કરવો. સંતરાની છાલ એ વાળ માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક ઉપાય છે. એનાથી વાળ પ્રાકૃતિક રીતે લાંબા અને મજબૂત બને છે. આના માટે સંતરાની છાલને સુકવીને પેસ્ટ તૈયાર કરવી. ત્યારબાદ આપણી આખી રાત પલાળી રાખો.

ત્યાર પછી આ મિશ્રણને વાળના મૂળમાં લગાવીને અડધો કલાક સુધી રહેવા દેવું. અડધો કલાક પછી નોર્મલ સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લેવા. સંતરાની છાલ માં વિટામિન સી ઉપરાંત સેટ્રિક એસિડ પણ રહેલું છે. જે વાળમાં ખોડાની પણ મૂળમાંથી ખતમ કરે છે. આ પ્રયોગ અઠવાડિયામાં એક કે બે વાર જ કરવો.

ખીલ અને બ્લેકહેડ્સ દૂર કરે છે :

ખીલ

ખીલ અને બ્લેકહેડ્સ દૂર કરવા માટે પણ સંતરાની છાલ ખૂબ જ ઉપયોગી છે. એના પ્રયોગ માટે બે ચમચી સંતરાની છાલ માં એક ચમચી મુલતાની માટી અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરવું. અને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 5થી 10 મિનિટ સુધી રાખવી. ત્યારબાદ ચહેરા ને ધોઈ લેવો. આપણે પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો.

લોહીના વિકારો દૂર કરે છે :

સંતરાની છાલ નો જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. સાથે જ લોહીના વિકારો પણ દૂર કરે છે. જે લોકોને આ સમસ્યા હોય એમણે સંતરાની છાલના જ્યૂસનું સેવન કરવું. કારણ કે સંતરાની છાલમાં વિટામિન એ ભરપૂર રહેલું છે.

ડેડ સ્કિન દૂર કરે છે :

ઘણા લોકોને Dry skin ની તકલીફ રહેતી હોય છે.  જેના કારણે ત્વચા ખેંચાય છે અને ખંજવાળ પણ આવતી હોય છે. અને આ સમસ્યા ખાસ કરીને શિયાળામાં થતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સંતરાની છાલનો ઉપયોગ અસરકારક છે.

એના માટે એક ચમચી સંતરાની છાલનો પાવડર લેવો, એમાં એક ચમચી નારિયેળ તેલ અને ૧ ચમચી દૂધ ઉમેરવું અને મિક્સ કરવું. ત્યાર પછી ત્વચાને હાથો વડે  લગાવો અને થોડીવાર સુધી રહેવા દેવું. પછી ન્હાઈ લેવું. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરવો. આનાથી એકદમ સરળતાથી ડેડસ્કિન નીકળી જાય છે.

ડાયાબિટીસના દર્દી માટે ઉપયોગી :

આ ઉપરાંત ડાયાબિટીસમાં પણ સંતરાની છાલ ઉપયોગી છે. એનો ઉપાય તરીકે સંતરાની છાલનો ઉકાળો પીવો જોઇએ. આ ઉકાળો તૈયાર કરવા માટે ત્રણ સંતરાની છાલ કાઢીને એમાં એક લીટર પાણી નાખો. 10 થી 15 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેને ઠંડુ કરવું. આખા દિવસમાં થોડા થોડા સમયના અંતરે એક બે ચમચી પીવું. આ ઉકાળો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.

ધ્યાનમાં રાખવા જેવી માહિતી :-

તમારી ત્વચા નાજુક હોય અને બળતરા વગેરે જેવી સમસ્યા રહેતી હોય તો આ પ્રયોગ અજમાવવો નહિ.

ઉપર જણાવેલ આ પ્રયોગમાંથી એક સમયે કોઈ એક જ પ્રયોગ અજમાવવો.

સંતરાની છાલ ની પેસ્ટને વધુ સમય સુધી લગાવી રાખવી જોઈએ નહીં. નહિ તો એની આડઅસર પણ થઈ શકે છે.

જો તમને સ્કિનની એલર્જી હોય તો ડૉક્ટર ની સલાહ લીધા બાદ જ આ ઉપાય આજમાવવા.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજે જણાવેલી આ માહિતી આપને જરૂર પસંદ આવશે, અને ઉપયોગી થશે એવી આશા.

Leave a Comment