શિયાળામાં રોગોથી દૂર રહેવા માટે પીવો ખજુરવાળું દૂધ જાણો ફાયદા

આયુર્વેદમાં દૂધને પંચરસ કહેવામાં આવ્યો છે પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતાં ઓછું નથી. ખજૂરમાં 32  ટકા ખનિજ રહેલા છે. ઉનાળામાં ખજૂર ખાઈ શકાતા નથી કારણ કે તેની તાસીર ગરમ છે પણ ઠંડીની સીઝનમાં તેને દૂધ સાથે નિયમિત લેવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે.

શિયાળામાં ગરમ દૂધ સાથે ખજૂર લેવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં વિટામીન એ અને બી સાથે ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે ઘણા બધા રોગોનું જોખમ ઘટાડે છે. ગરમ દૂધમાં ખજૂર લેવામાં આવે તો શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. એને ગરમ દૂધમાં મિક્સ કરીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ખજુરવાળું દૂધ બનાવવા માટે બે કપ દૂધમાં બે ખજૂર મિક્સ કરવી અને દૂધને બરાબર ઉકાળવું. જ્યારે એક કપ દૂધ બાકી રહે ત્યારે એને થોડું ઠંડુ કરીને પીવો. આ દુધ રાત્રે પીવું.

ખજૂર વાળા દૂધમાં આયર્ન, એન્ટી ઓક્સીડંટ વગેરે ગુણો રહેલા છે. જે આપણા શરીરને અનેક રોગો સામે રક્ષણ આપે છે અને નબળાઈ દુર કરે છે. કારણ કે તેમાં ઉચ્ચ માત્રામા ગ્લુકોઝ અને ક્રુટોઝ રહેલા છે.

તો હવે ગરમ દૂધમાં મિક્સ કરીને ખજૂર લેવાથી થતા ફાયદા વિશે જાણીએ.

ખજૂર ના ફાયદા :-

માસિક સ્ત્રાવમાં ફાયદાકારક :

માસિકસ્ત્રાવ સમયે મહિલાઓ ને પેટમાં ખૂબ જ દુખાવો રહેતો હોય છે, પગમાં પણ દુખાવો અને ખેંચાણ રહે છે અને કમરમાં પણ ખૂબ દુખાવો રહેતો હોય છે. આ માટે જો ખજૂર ને નિયમિત ખાવામાં આવે તો આ પીડામાંથી છુટકારો મેળવી શકાય છે.

અસ્થમામાં રાહત મળે છે :

ખજુરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ રહે છે. દમની સમસ્યામાં રાહત મળે છે. ખજૂર ની તાસીર ગરમ હોવાથી ફેફસાં હૃદય પણ ખૂબ જ ફાયદો મળે છે.

પેઢાના રક્તસ્રાવમાં રાહત અપાવે છે :

પીડા માંથી નીકળતા રક્તસ્રાવને બંધ કરવા માટે ગાયના દૂધમાં બે-ત્રણ ખજૂરને ઉકાળવી ત્યારબાદ ખજૂર ને ખાઈ લેવી અને બાકી રહેલા દૂધમાં ખાંડ મેળવીને પી લેવું. દરરોજ સવાર અને સાંજ આ ઉપાય કરવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.

પેશાબની સમસ્યા દૂર કરે છે :

પેશાબની સમસ્યાને દૂર કરવા માટે 300 ગ્રામ ખજૂર ને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવું, એનાથી વારંવાર થતી પેશાબની સમસ્યામાંથી છુટકારો મળે છે. બાળકોને ઘણી વાર પથારીમાં પેશાબ થઈ જાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં બે વાર ખજૂર ખવડાવવી. એનાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

કબજીયાતથી છુટકારો અપાવે છે :

જો કબજિયાતની સમસ્યા કાયમ રહેતી હોય તો રોજીંદી ક્રિયાઓમાં ખૂબ અડચણ આવતી હોય છે. કરી દૂર કરવા માટે દિવસમાં બે વાર બે ખજૂર ખાવી અને ત્યાર પછી ગરમ પાણી પી લેવું. આ ઉપાયથી કબજીયાતની સમસ્યામાંથી  છુટકારો મળે છે.

શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે :

ડાયાબિટીસ થી બચવા માટે સુગર લેવલ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. એના માટે ત્રણથી ચાર ખજૂર ને એક ગ્લાસ દૂધમાં પલાળવી, એને પીસીને ખાવી અથવા ક્રશ કરીને ખજૂર વાળું દૂધ પી લેવું. આ ઉપાયો અજમાવવાથી એનું પરિણામ થોડા દિવસમાં જ જોઈ શકાશે.

ઓરલ હેલ્થ માટે :

દૂધ અને ખજૂર બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ ના કૃષિ વિભાગે પણ દૂધ અને ખજૂર બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાની પુષ્ટિ કરી છે. એમાં રહેલાં પોષક તત્વો ઓરલ હેલ્થ માટે પણ ખૂબ જ મહત્વના છે.

યુટીઆઇ ના ચેપ માં :

પેશાબની નળીઓમાં થતા ચેપ સાથે અનેક સમસ્યાઓ સંકળાયેલી છે. જે તમારા ઉપર નકારાત્મક અસર કરે છે અને તમારા જીવનની ગુણવત્તા અને પણ બગાડે છે. એના માટે જો ખજુરવાળું દૂધ પીવામાં આવે તો આ ચેપ સામે રક્ષણ મળે છે.

યાદશક્તિ વધારવા :

ખજુરવાળું દૂધ પીવાથી યાદશક્તિ વધે છે અને મગજ શિક્ષણ બને છે. એવું કહેવામાં આવે છે કે રોજ ખજુરવાળું દૂધ પીવાથી મગજ નો સોજો ઊતરે છે. સાથે યાદ રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.

દાંત મજબૂત બને છે :

ખજુરવાળું દૂધ પીવાથી દાંત મજબૂત બને છે. ખજૂરમાં ફોસ્ફરસ રહેલું છે જે દાંત અને પેઢા મજબૂત બનાવે છે.

ચહેરાની ચમક વધે છે :

ખજુરવાળું દૂધ પીવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે.

પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન હાનિકારક હોય છે. માટે આવશ્યક માત્રામાં તેનું સેવન કરવું.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની માહિતી આપને જરૂર ઊપયોગી થશે.

Leave a Comment