સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડે છે તો કરો આ ઉપાય

જીવનમાં સ્વચ્છતાને સુખી રહેવા માટે સમય અનુસાર કામ થવું જરૂરી છે. ને એને માટે અને સ્વાસ્થ્ય માટે વહેલા ઉઠવું પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં બધા ની ખાણીપીણી થી લઈને રહેણીકરણી પણ અનિયમિત થઈ ગઈ છે અને મોટાભાગે લોકોને સવારે મોડા સુધી સૂવાની ટેવ પડી ગઈ છે. ઘણા લોકો રાત્રે મોડા સુધી જાગતા રહે છે અને પછી સવારે મોડા સુધી સુતા રહે છે. એ કારણે તે સવારે ઇચ્છવા છતાં પણ વહેલા ઉઠી શકતા નથી. આના કારણે એમને દરરોજ મોડા ઉઠવાની ટેવ પડી જાય છે.

તમે ઘણી બધી વખતે સાંભળ્યું હશે અને વાંચ્યું પણ હશે. કે સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમકે યાદશક્તિ તેજ બને છે સમૃદ્ધ બનાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ફક્ત ગૃહિણીઓ અને ધંધાદારી લોકો જ વહેલા ઊઠે એવું બનતું હોય છે. માટે આજે વહેલા કઈ રીતે ઉઠવું એનો ઉપાય અમે જણાવીશું.

wake up early morning

સવારે વહેલા ઉઠવા માટેનો ઉપાય :-

સવારે ઉઠવાનો ટાઈમ સેટ કરવો જોઈએ : 

સવારે વહેલા ઉઠવાના અનેક ઘણા ફાયદા છે તેમાં મુખ્ય ફાયદાઓ કહેવામાં આવે છે કે જે સવારે વહેલા ઉઠે છે એ બુદ્ધિમાન બને છે. વહેલા ઉઠવાથી લક્ષ્ય પણ નિર્ધારિત કામ કરી શકાય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. અને દરરોજ નિર્ધારિત કરેલા કાર્યો પણ સમયસર પૂર્ણ કરી શકાય છે ઘણા લોકો એવા હોય છે. જે નિયમિત આપ મેળે જ સવારે વહેલા ઊઠી જતા હોય છે એમને કોઈ આલાર્મ સેટ કરવાની જરૂર પડતી નથી.

આલાર્મ સેટ કરો :

જો સવારે વહેલા ઊઠવા માંગતા હો તો તમે આલાર્મ સેટ કરી શકો છો. આ વહેલા ઊઠવા માટેનો એક ખૂબ સારો અને સરળ ઉપાય છે. થોડા દિવસ સુધી આદત પાડવા થી તમે વહેલા ઉઠી શકશો. વહેલા ઉઠવાની આદત પડી જશે અને તમારે આલાર્મ પણ સેટ  કરવાની જરૂર નહીં પડે.

મગજની સંકેત આપીને સેટ કરવું :

ઘણા લોકો સવારે વહેલા ઊઠવા માટે રાત્રે વહેલા ઊંઘવા નો પ્લાન કરે છે. પરંતુ તેઓ ઘણી બધી વખત નિષ્ફળ જતા હોય છે. અને સવારે વહેલા ઉઠી શકતા નથી. આના માટે તમારે મગજ ચોક્કસ નિર્ધાર કરવો પડશે. અને તમે સવારે વહેલા ઊઠવા માટે કરેલો મક્કમ નિર્ધાર જ તમને સવારે વહેલા ઉઠાડી દેશે. એ માટે તમારે મગજને સંકેત આપવા પડશે કે તમારે સવારે વહેલા ઉઠવાનું છે. આ રીતે કરેલા મક્કમ નિર્ધાર તમને સવારે વહેલા ઉઠાડશે.

આ ઉપાય તમને સવારે વહેલા ઉઠવાના ખૂબ જ મદદ કરશે. તમે રાત્રે ભલે ગમે એટલા વાગે મોડા સુવો પરંતુ સવારે વહેલા ઉઠવાના મક્કમ નિર્ધાર કરીને મગજને સંકેત આપતો તો એ તમને ચોક્કસ સવારે વેલા ઉઠાડી દેશે.

શરૂઆત કેવી રીતે કરવી ?

જો તમે સવારે વહેલા ઊઠવા માંગો છો તો શરૂઆતથી જ આ ઉપાય અજમાવશો નહીં. પરંતુ એના પહેલા જો તમે 6 વાગે ઉઠાડવા માંગો છો અને તમારી સવાર ની ઊઠવાની આદત 9 વાગ્યાની છે તો તમારે પહેલા દિવસે સાડા આઠે, બીજે દિવસે આઠ અને પછી સડા સાત એના એના પછી છ વાગ્યે ધીરે ધીરે ઉઠવાની આદત પાડવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારું શરીર સવારે વહેલું ઉઠવા માટે ટેવાઈ જશે.

ઉત્સુક બનવું : 

જો તમારું નિર્ધારિત લક્ષ્ય હશે અને ચોક્કસ લક્ષ્ય હશે તો એ તમને સવારે વહેલા ઊઠવા માટે પ્રેરિત કરશે. એના માટે તમારું લક્ષ્ય ઊંચું રાખો. જે તમને ઉત્સાહી બનાવે અને સવારે વહેલા ઊઠવા માટે પ્રેરે. જો તમારામાં ઈચ્છા અને ડગસ નહીં હોય તો તમે સવારે વહેલા ઉઠી શકશો નહિ એટલે કે કોઈ પણ ઉપાય કામ આવશે નહીં. માટે જ મને સંકેત આપીને મક્કમ બનાવીને સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો.

સવારે વહેલા ઉઠવાના ફાયદા : 

સવારે વહેલા ઉઠવાના તકલીફ થતી હોય તો સવારે વહેલા ઉઠવાના ફાયદા ઓ વિશે જાણી લો. તમને એ ફાયદાઓ વહેલા ઊઠવા માટે પ્રેરિત કરશે. આવું કરવાથી તમારું મન જલ્દી વહેલા ઊઠવા માટે તૈયાર થશે અને જો તમારું મન વહેલા ઊઠવા માટે તૈયાર નહીં. હોય તો તમે સવારે વહેલા ઉઠી શકશો નહીં. માટે સવારે વહેલા ઉઠવાના ફાયદા વિશે જાણી લેવું જેથી તમને સવારે વહેલા ઊઠવા માટે પ્રેરણા મળશે. અને સવારે વહેલા ઉઠવાના કારણે તમે દરરોજના નિર્ધારિત કામો ને સમયસર પૂર્ણ કરી શકશો.

અમને આશા છે કે સવારમાં વહેલા ઊઠવા માટે જણાવેલા ઉપાયો તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment