એસીડીટી,તાવ,ધાધર,પથરી, શરદી, મસા 50 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ એક ઔષધી છે

બીજોરૂ નામ સાંભળીને તમને થશે કે આ વળી શુ, તો બીજોરૂ દેખાવમાં એકદમ લીંબુ જેવું જ હોય છે, સ્વાદે ખાટું અને કાચું હોય ત્યારે લીલું અને પાકું હોય ત્યારે પીળું હોય છે. બીજોરૂના પાંદડા મોટા અને લાંબા હોય છે. અને  બિજોરૂનું વૃક્ષ દસથી પંદર ફૂટ જેટલું ઊંચું હોય છે.

બીજોરૂનું વૃક્ષ ભારતમાં ખાસ કરીને હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધીના ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધીના વિસ્તારમાં ખાસ થાય છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ બીજોરૂના વૃક્ષ થાય છે. બીજોરૂના વૃક્ષ લંબગોળ આકારના હોય છે જે ઉપરના ભાગે સાંકડા થતા જાય છે. તમને જણાવી દઈએ કે બીજોરૂના ફળ, એનો રસ, બીજ, મૂળિયા, પાંદડા બધી જ વસ્તુઓનો અલગ અલગ બીમારીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ ચમત્કારિક ઔષધી બીજોરૂ ક્યાં ક્યાં રોગ સામે લડી શકે છે

એસીડીટી અને પેટના રોગ માટે:

જો તમને એસીડીટીની તકલીફ થઈ હોય અને એના કારણે માથામાં દુખાવો રહેતો હોય તો બીજોરૂનો રસ કાઢીને તેનું શરબત પીવાથી એસીડીટીમાં તરત રાહત મળે છે.

તાવ માટે:

સવાર બપોર અને સાંજ બીજોરાના ફળનો રસ કાઢીને પીવાથી તાવમાં રાહત મળે છે.

કાનના ઈલાજ માટે:

જો તમને કાનમાં સણકા મારતા હોય કે દુખાવો થતો હોય તો બીજોરાના ફળના રસના એક બે ટીપાં કાનમાં નાંખવાથી ફાયદો થાય છે. 50 ml તેલમાં 50 ml બીજોરાનો રસ નાખીને આ મિશ્રણને ગરમ કરીને કાનમાં એકાદ બે ટીપાં નાખવાથી કાનમાં દુખતું હોય તો તેમાં રાહત મળે છે.

દાંતની સમસ્યા:

દાંતમાં પડેલા જીવાણુ અને કીડા બીજોરાના મૂળનો પેસ્ટ બનાવીને આ પેસ્ટને તમારા દાંત પર ઘસવાથી નાશ પામે છે. આ ઉપરાંત જો જમતી વખતે તમારા દાંતમાં દુખાવો થતો હોય તો એ પણ મટે છે.

શ્વાસની દુર્ગંધ:

જો તમારા મોઢામાંથી કે શ્વાસમાંથી વાસ આવતી હોય તો બીજોરાના ફળની છાલોને ચાવવાથી સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત દાંત અને જીભ પરનો મેલ પણ દૂર થાય છે.

ઝેરના નાશ માટે:

જો કોઈ જીવજંતુના ડંખથી ઝેર ચડ્યું હોય તો બીજોરાનો આર્ક પીવડાવવાથી રાહત મળે છે.

સોજાના દર્દના:

જો તમારા હાથ પગ પર સોજા હોય અને કોઈ ઉપાય કામ ના તો હોય તો બીજોરાના ઉપયોગથી ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. બીજોરાના મૂળ સાથે દેવદાર, સૂંઠ, અરણીના મૂળ, ભોંય રીંગણી સરખે ભાગે વાટીને સોજા ચડ્યા હોય ત્યાં લગાવવાથી લાભ થાય છે.

રક્તપિત્ત અને કોઢ માટે:

બીજોરાના ફૂલ અને મૂળનું ચૂર્ણ સરખા ભાગે મેળવીને 1 થી 2 ગ્રામ ચૂર્ણ ખીચડી કઢી સાથે ખાવાથી રક્તપિત્તના રોગમાં ફાયદો થાય છે. આ ઉપરાંત કોઢ માટે પણ બીજોરાના વૃક્ષ લાભદાયી છે.

ધાધર કે દાદરના ઈલાજ માટે:

બીજોરાના રસમાં ગંધક મિક્સ કરીને ધાધર પર લગાવવાથી ધાધર કે ખંજવાળમાં રાહત મળે છે

પથરી અને કિડનીના ઈલાજ માટે:

બીજરાના ફળના 10 થી 15 ml  રસ 65 ml સોડાખારમાં તથા મધમાં ભેળવીને લેવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળે છે.બીજોરાના ફળના 10થી 15 ml રસમાં સિંધવ મીઠું નિક્સ કરીને લેવાથી પથરીની તકલીફ દૂર થાય છે.

કમળાના રોગના ઈલાજ માટે:

દાડમના દાણા, સિંધવ મીઠું, હિંગ અને ફટકડીના ચૂર્ણમાં એના કરતાં 4 ગણો વધુ બીજોરાનો રસ ભેળવીને પીવાથી કમળાનો રોગ અ દુર થાય છે.

ઉલ્ટી અને બળતરા જેવી પેટની સમસ્યા માટે:

10 થી 20 ml બીજોરાના રસમાં એટલા જ પ્રમાણમાં મધ મિક્સ કરીને એનું શરબત બનાવી લો હવે આ સરબતમાં 500 ml ફુદીનાનું ચૂર્ણ, 500 ml સૂંઠ ને 500 ml પીપડીનું ચૂર્ણ મેળવીને પીવાથી ઉલટીમાં રાહત થાય છે.

મસાની સમસ્યા માટે :

બીજોરાના ફૂલો અને મૂળની છાલોને ચોખાની ખીચડીના પાણી સાથે પીસીને જેમાં પાણી અને મધ ભેળવીને પીવાથી મસાની સમસ્યા વખતે લોહી નીકળતું બંધ થાય છે, આ ઉપરાંત બીજોરું પેટ તેમજ કિડની ઉપરાંત કબજિયાતની સમસ્યા દુર કરે છે જેથી મસા પણ દુર થાય છે.

તો તમે જોયુને કે બીજોરૂમાં કેટલા બધા રોગો સામે રાહત આપવાની ક્ષમતા છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બીજોરૂનો ઉપયોગ અથાણાં અને કેન્ડી બનાવવા માટે પણ થાય છે. ઈરાન દેશમાં તેની છાલનો ઉપયોગ જામ બનાવવા માટે કરવામાં આવે છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં બીજોરૂનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.તો હવે તમને ખ્યાલ આવી ગયોને કે આ બીજોરૂ કેટલું ઉપયોગી સાબિત થઈ શકે છે. આશા છે અમે તમને જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment