ચહેરાને રાખવો છે ચમકદાર ? તો અપનાવો આ ઉપાય તમારો ચહેરો ચમકી ઉઠશે

કેમ છો? આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે સુંદર દેખાવા નહિ માંગતું હોય. સુંદરતા તો જેટલી બતાવી શકો એટલી બતાવવાની હોય છે. જો કોઈને દેખાશે નહિ તો પછી એ સુંદરતા શું કામની. હવે આ સુંદરતા બહારની જ સુંદરતા હોય એવું જરૂરી નથી. તમારા મનની સુંદરતાના પણ ઘણા લોકો વખાણ કરશે.

આજે બધા લોકો કોઈને કોઈ કામ કરતા હોય છે જેમાં ઘણા લોકોને તો દિવસમાં 100 થી વધુ લોકોને રૂબરૂ મળવાનું થતું હશે. હવે આવું કામ કરવાવાળા મિત્રોને મેઈન પ્રોબ્લેમ ત્યારે થાય જયારે ચહેરાની રોનક એટલે કે ચહેરાની ચમક ડબલ પડી જાય કે પછી ચહેરા પર ઘણા બધા ડાઘ અને આંખ નીચે કાળા કુંડાળા થાય. ફ્રન્ટ ઓફિસ ડેસ્ક પર કામ કરવા માટે કંપની દ્વારા હંમેશા એક સુંદર દેખાવ હોય એવી વ્યક્તિને જ રાખવામાં આવે છે. આજે અમે તમારી માટે એવી ટિપ્સ લાવ્યા છીએ જે તમારે દરરોજ સવારમાં ઉઠીને કરવાના છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ.

1. સૌથી સસ્તો અને સરળ છે આ ઉપાય કોઈ પણ કરી શકશે વ્યક્તિ મહિલા કે પુરુષ બંને જો સવારમાં ઉઠીને કરશે આ ઉપાય તો ચહેરાની ચમક વધશે અને સાથે થશે બીજા ચમત્કારિક ફાયદા. આની માટે તમારે સવારમાં ઉઠીને તરત જ ઠંડા પાણીથી મોઢું ધોવાનું છે. ચહેરાએન ઠંડા પાણીથી ધોવાથી જે રોમ છિદ્રો ખુલી ગયા હશે તે બંધ થઈ જશે અને તેમાં મેલ કે પછી રજકણો જશે નહિ. ચહેરાને ઠંડા પાણીથી ધોવો ત્યારે સાથે સાથે પાંચ જાલક તમારી આંખો પર મારજો. આનાથી તમારી આંખોને ઠંડક મળશે અને નિયમિત કરશો આ ઉપાય તો આંખના નંબર પણ ઓછા થઇ જશે.

2. મધ તો આપણા ઘરમાં હશે જ તો સવારે ઉઠીને ચહેરા પર મધથી માલિશ કરવાની છે. એના માટે તમારે હથેળી માં અડધી ચમચી મધ લેવાનું છે પછી ચહેરા પર આંગળીની મદદથી મધ ગાલ પર, દાઢી પર હોઠના ઉપરના ભાગ પર, કપાળ પર, નાક પર અને આંખની નીચે કુંડાળા હોય ત્યાં લગાવી લો. હવે હલકા હાથે તમારે મસાજ કરવાની છે. જેમ ફેશિયલ કરાવવા જઈએ અને તેઓ મસાજ કરે એવી રીતે જ માલિશ કરવાની છે.

3. હવે તો ઘરે ઘરે લોકો અવનવા પ્લાન્ટ લગાવતા થયા છે જેમાં લગભગ દરેકના ઘરે એલોવેરાનો પ્લાન્ટ પણ હશે જ તો સવારે ઉઠીને  ફ્રેશ એલોવેરા લઈને તેની અંદરનો ગર એ ચહેરા પણ ઘસી શકો છો. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા નથી તો હવે તો માર્કેટમાં પણ એલોવેરા જેલ મળે છે એ પણ લગાવી શકાય.

4. આ ટીપ જેમની સ્કિન ઓઈલી છે તેમની માટે નથી. હવે તમે સવારે અડધી ચમચી તેલથી તમારા ફેસની માલિશ કરી શકો છો, તેલમાં તમે કોપરેલ, બદામનું તેલ અથવા તો બહાર મળતું ક્લિનીંગ ઓઇલ વાપરી શકો છો. આના ઉપયોગથી રાત દરમિયાન ચહેરા પર લાગેલ ગંદકી અને જીણા જીણા કણો ચહેરા પરથી જલ્દી નીકળી જશે.

5. આ ઉપાય સૌથી સરળ અને સૌથી સસ્તો છે એની માટે તમારે કોઈપણ વસ્તુ બહારથી કે ઘરમાંથી લાવવાની જરૂરત નથી. આ ઉપાય છે યોગા. હા ફેસ યોગા કરવાથી તમારા ચહેરાની સુંદરતા સારી જળવાઈ રહેશે અને જો ચહેરા પર કોઈ વધારાની ચરબી કે ડબલ ચીન જેવી તકલીફ છે તો એ પણ દૂર થશે. યોગા એ એક એવી વસ્તુ છે જે તરત તમને પરિણામ નહિ બતાવે પણ જો તમે નિયમિત ફોલો કરશો તો તમને એકદિવસ તેનો લાભ જરૂર મળશે. ફેસ યોગા તો ઘણા હોય છે પણ સૌથી સરળ છે આ. આમાં તમારે મોઢું ફુલાવવાનું છે અને પછી ધીરે ધીરે મોઢામાંથી હવા છોડવાની છે. જેમ આપણે ફુગ્ગો ફૂલાવીએ અને ફુગ્ગો મોટો થાય એવીરીતે મોઢામાં હવા ભરીને ગાલ મોટા થવા જોઈએ.આવી રીતે આ ઉપાયો કરશો તો તમાંરો ચહેરો થોડા જ દિવસ માં ચમકી ઉઠશે..

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

1 thought on “ ચહેરાને રાખવો છે ચમકદાર ? તો અપનાવો આ ઉપાય તમારો ચહેરો ચમકી ઉઠશે”

Leave a Comment