ત્રીજી લહેર તમને અડી પણ નહિ શકે. આજ થી જ શરુ કરો આ ઉપાય

‘કોરોના’ તમને યાદ હોય તો એક દિવસ એવો હતો જયારે વિશ્વનો એક એક વ્યક્તિ આનાથી ડરતો હતો કોઈપણ પણ એવું નહોતું કે જે કોરોનાથી ના ડરતું હોય. મોઢા પર ભલેને કહે કે મને ડર લાગતો પણ જે એમ કહે ને કે ડર નથી લાગતો એમને જ સૌથી વધુ ડર લાગતો હોય છે. પણ આજે પરિસ્થિતિ થોડી અલગ છે આજે પહેલા જેવો કોરોનાનો ડર નથી રહ્યો એનો અર્થ એવો નથી કે કોરોના હવે નથી રહ્યો. કોરોનાનો ડર આજે પણ એટલો જ છે જરા પૂછી જુઓ એ પરિવારને જેમના પ્રિયજન કોરોનાથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય.

પહેલી લહેર બહુ ઘાતક હતી એ તો તમે એ સમયે જોયેલા કેસના આંકડા અને મૃત્યુના આંકડા પરથી જાણી શક્યા હશો. પછી આવી બીજી લહેર તે પણ આમ તો ખતરનાક જ સાબિત થઇ પણ સાથે સાથે લોકો પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા થયા એટલે ઘણા લોકોના જીવ બચી ગયા. પણ જરૂરી નથી કે ત્રીજી લહેર પણ આટલી સુરક્ષિત હશે! હોઈ પણ શકે કાદાચ અને ના પણ હોય. લોકડાઉન સંપૂર્ણ અનલોક થયા પછી હવે લોકડાઉન લાદવાનો કોઈ ચાન્સ નથી એટલે આપણે આજથી જ ત્રીજી લહેર આવે કે ના આવે પણ આપણે તૈયાર રહેવું જોઈએ.

આજે અમે તમારી માટે એક એવો ઉપાય લાવ્યા છે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ બહુ ઝડપથી વધશે. કોરોનાથી બચવા માટે તો તમારે આજથી જ આ ઉપાય અપનાવવાનો છે જેનો એક ફાયદો તો એ થશે કે કોરોના તમારી રોગપ્રતિકારક શક્તિ સામે ટકી નહિ શકે અને કોઈ બીજી બીમારી કે વાઇરસ પણ તમારું કશું બગાડી શકશે નહિ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આજે બજારમાં ઘણી દેશી અને વિદેશી દવાઓ અને જડીબુટ્ટીઓ વેચાય છે પણ કઈ વસ્તુ તમારી માટે સારી અને શેની અસર જલ્દી થશે એ બધું તમે નહિ જાણતા હોવ. તો ચાલો તમને જણાવી દઈએ આ અસરકારક અને સચોટ માહિતી.

આ એક ચમત્કારિક પાવડર છે જેને તમે ચૂર્ણ પણ કહી શકો છો. આના માટે તમારે 100 ગ્રામ આંબળા, 100 ગ્રામ ગળો અને 100 ગ્રામ ગોખરુ લેવાનું છે. જો તમને આ ઔષધિઓ સમજાય નહિ તો તમારા ઘરની આસપાસ મેઈન માર્કેટમાં કોઈ આયુર્વેદિક દવાની દુકાન કે પછી જડીબુટ્ટી વેચવાવાળાની દુકાન પાર તમને આ વસ્તુઓ આખી અથવા તો પાવડરના સ્વરૂપમાં મળી જશે.

જો તમે આખી વસ્તુઓ લાવ્યા હોવ દળ્યા વગર તો સૌથી પહેલા બે દિવસ તાપમાં આ વસ્તુઓ એકદમ દ્રાય થઇ જવા દો. પછી બધી વસ્તુઓને એક એક કરીને મિક્ષરમાં ક્રશ કરીને પાવડર જેવું બનાવી લો. જો તમારે ખાંડીને કરવું હોય તો પણ કરી શકો છો. હવે આ ત્રણે વસ્તુઓને સરખા પ્રમાણમાં મિક્સ કરી લો. હવે તૈયાર થઇ ગયું છે એક ઇમ્યુનીટી બુસ્ટર ચૂર્ણ જેને તમારે દરરોજ સતત 90 દિવસ સુધી લેવાનું છે. તમે 90 દિવસ પછી 5 દિવસ છોડીને ફરીથી આ ચૂર્ણ લઈ શકો છો.

હવે તમને જણાવી દઈએ કે કોને આ ચૂર્ણ કેટલું કેટલું લેવું. ઘરમાં બધા મોટા ને કે જેઓ 13 વર્ષથી મોટા છે તેમણે આ ચૂર્ણ દરરોજ સવારે એક ચમચી ચૂર્ણ પાણી સાથે લેવાનું રહેશે. અને 5 થી 13 વર્ષની ઉમર હોય તેવા બાળકોને આ ચૂર્ણ અડધી ચમચી પાણી સાથે આપવું. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જો તમે આ ચૂર્ણ આપવા માંગો છો તો ધ્યાન રાખો તેને ચૂર્ણ સ્વરૂપે ક્યારેય આપશો નહિ. તેમને પીવા માટે દૂધ બાનવયુ હોય તેમાં એક ચપટી આ ચૂર્ણ ઉમેરી દેવું. આમ કરવાથી ઘરમાં બધાની રોગપ્રતિકારક શક્તિ જોત જોતામાં ડબલ થઇ જશે.ત્રીજી લહેર માં તમને કોરાના થી રક્ષણ થશે…

નોંધ: દોસ્તો  ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચારો છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ  પ્રકાર હોય  છે. જેથી આપ આ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment