મોઢામાં ચાંદી પડવાની સમસ્યાથી પરેશાન છો? અપનાવો આમાંથી કોઈપણ એક ઉપાય

કેમ છો? તમે ઘણા લોકોને જોયા હશે કે આપણે કોઈ તહેવાર કે પ્રસંગે ભેગા થઈએ અને સારું સારું ટેસ્ટી ખાવાનું ખાવા માટે મળીએ ત્યારે ગ્રુપમાં કે પરિવારમાં એવું એક તો હોય જ એને મોઢામાં ચાંદી પડી હોય. હવે ચાંદી પડવાનો અનુભવ તમને પણ હશે જ એવી પરિસ્થિતિ થાય કે આપણે કાંઈ આરામથી ખાઈ શકીએ નહિ. દુખાવો અને બળતરા તો એટલી થાય કે આપણે પરેશાન થઇ જઈએ. આવું એટલા માટે થતું હોય છે કે આપણા શરીરમાં અમુક ખાસ પોષકતત્વોની કમી હોય. ઘણીવાર ખાવા પીવાને લીધે પણ આ સમસ્યા થતી હોય છે. આજે અમે તમારી માટે લાવ્યા છીએ એવા સરળ અને ઘરગથ્થુ ઉપાય કે તમે ફટાફટ ચાંદી પાડવાની મુશ્કેલી માંથી રાહત મેળવી શકશો.

તુલસી- સૌથી પહેલો સરળ અને સસ્તો ઉપાય છે તુલસી. આજે લગભગ બધાના ઘરે તુલસી છોડ હોય છે. તુલસીનું જેટલી ધાર્મિક મહત્વ છે એટલું જ આયુર્વેદમાં પણ છે. તુલસીના એવા ઘણા ઉપાય છે જેથી તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ જશે. મોઢાની ચાંદી દૂર કરવા માટે દરરોજ તુલસીના 5 પાન ચાવવા જોઈએ. તુલસી ચાવતા જે રસ નીકળે અને લાળ સાથે ભળે એ લાળને મોઢામાં ફેરવો. જ્યાં ચાંદી થઇ છે ત્યાં પણ. આ ઉપાય સતત 7 દિવસ કરવાથી ચાંદીના દુખાવામાં જલ્દી રાહત થશે અને જલ્દી મટી પણ જશે

મોઢામાં ચાંદીનો ઉપાય

જો ચાંદી પડવાથી તમને બહુ જ દુખાવો અને બળતરા થઇ રહી છે તો તમારે તાજા નારિયળને છીણી લેવું અને તેને ચાંદી પર લગાવવું. આનાથી તમને ઠંડક મળશે અને ચાંદીનો દુખાવો દૂર થશે. આ સિવાય તમે દિવસમાં બે વાર નારિયળ તેલ અને પાણીને મિક્સ કરીને એ પાણીના કોગળા કરો.આ સૌથી સરળ અને હાથવગો ઉપાય છે.

હળદર- જયારે પણ આપણને કાંઈ વાગે કે લોહી નીકળે ત્યારે આપણે હળદર દબાવી દેતા હોઈએ છે. જયારે પણ ચાંદી પડે ત્યારે તમારે હળદર પાવડરમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવવાનું છે. હવે એ પેસ્ટને ચાંદી પર લગાવો. હળદરમાં રહેલ એન્ટી સેપ્ટિક ગુણ એ ઘાવને જલ્દી જ મટાડી દેશે.

મોઢામાં ચાંદીનો ઉપાય

જયારે પણ શરીરમાં અને પેટમાં ગરમી વધી જતી હોય છે ત્યારે તેની અસર મોઢામાં દેખાતી હોય છે ચાંદી થવા પાછળ આ એક કારણ પણ હોય છે. જયારે પણ આવું થાય ત્યારે તમે એક ચમચી ખસખસ ખાઈ લેવી તેનાથી તમારા શરીરમાં ઠંડક થશે અને તમારા મોઢામાં પણ ચાંદી નહિ પડે.

મુલેઠી- એ તમને આયુર્વેદિક ઔષધિઓ જે જગ્યાએ મળતી હોય ત્યાં તમને સરળતાથી મળી જશે. મુલેઠીનો પાવડર બનાવી લો અનેતે પાવડરમાં મધ ઉમેરીને તેને મોઢામાં ચાંદી થઇ હોય ત્યાં લગાવો આખા મોઢામાં પણ લગાવી શકો છો. આનાથી તમને જલ્દી જ રાહત મળી જશે.

આ પણ જુવો

ત્રીજી લહેર તમને અડી પણ નહિ શકે. આજ થી જ શરુ કરો આ ઉપાય

કાથો- તમે કોરો કાથો પણ વાપરી શકો છો. આની માટે તમારે કાથાને જ્યાં ચાંદી પડી હોય ત્યાં લગાવવાનો અને પછી મોઢામાંથી લાળ કાઢવાની છે. બધી લાળ તમારે મોઢામાંથી બહાર કાઢી નાખવાની છે. આયુર્વેદિક ઔષધિવાળાની દુકાન પર તમને આ કોરો કાથો સરળતાથી મળી જશે.

તુવેરની દાળ- જે આપણા રસોડામાં હોય છે એ પણ ચાંદી મટાડવા માટે ખુબ ઉપયોગી છે. તેના માટે તમારી પાસે કોરી તુવેરની દાળ હોવી જોઈએ તેલ વાળી નહિ. કોરી તુવેર દાળને મોઢામાં જે જગ્યાએ ચાંદી પડી હોય ત્યાં મુકો અને મોઢું બંધ કરીને દબાવી રાખો. આ ઉપાય તમારે રાત્રે જ કરવાનો છે અને દાળને આખી રાત મોઢામાં રહેવા દેવાની છે.

મોઢામાં ચાંદીનો ઉપાય

ચાંદી પડવા પર આમાંથી તમે કોઈપણ ઉપાય આપનાવી શકો છો આ ઉપાય કરવાથી કોઈ જ આડઅસર થશે નહિ. તમે અત્યાર સુધી ચાંદી પડે તો કેવા ઉપાય કરતા હતા અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment