ગમે તેવા સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા અપનાવવા આ આયુર્વેદિક ઈલાજ

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને કામ ખુબ કરવું પડે છે મોંઘવારીને લીધે પૈસા કમાવવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે.  આ બધા કામ કરવામાં આપણે ઘણીવાર આપણા પોતાના પર અને આપણા પરિવારજનોની હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી. આજે ઘરે ઘરે લોકોને શરીરમાં દુખાવો થવાની ફરિયાદ હોય છે. તમારા ઘરમાં પણ એવા વ્યક્તિ હશે જ જે જયારે ઓફિસ કે માર્કેટમાંથી ઘરે આવે કે તે એટલા થાકેલા હોય કે વાત ના પૂછો. કોઈ દિવસ માથું દુખતું હશે તો કોઈ દિવસ પગ.

સાંધાનો દુખાવો. ઘણી દેશી અને અંગ્રેજી દવાઓ કરીને થાકી ગયા પણ દુખાવામાં કોઈ ફરક નથી પડતો તો આજે અમે તમારી માટે એક અનોખી અને અસરકારક દવા લઈને આવ્યા છે જે તમને કે તમારા પરિવારમાં કોઈને પણ સાંધાનો દુખાવો કે પછી હાથ પગનો દુખાવો હોય તેમને રાહત મળશે. આ કોઈ જેવો તેવો ઉપાય નથી આ ઉપાય ઘણાબધા લોકોએ અપનાવ્યો છે અને તેમને ઘણો ફરક પડ્યો છે એટલે અમે તમારી માટે ખાસ લાવ્યા છે.

સાંધાનો દુખાવો

પારિજાતના ફૂલ તો તમે જોયા જ હશે. કેસરી દાંડલી વાળા આ ખુબ સુંદર સફેદ ફૂલનું વૃક્ષ હોય છે. તેની સુંદરતાથી તો કૃષ્ણપત્ની રુક્મણી પણ મોહિત થઇ ગયા હતા. પણ શું તમે જાણો છો તેના પાંદડાથી તમારા શરીરના બધા દુઃખ દૂર થઇ શકે છે. બસ તેને વાપરવાની સાચી રીત તમને ખબર હોવી જોઈએ. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ આ પાંદડાનો સાચો અને અસરકારક ઉપાય. જેનાથી થતા લાભ તમે જાતે જ અનુભવી શકશો. તો આ માહિતી તમારા એ મિત્રો સાથે જરૂર શેર કરજો કે જેમના માતા પિતાને પણ સાંધાનો દુખાવો કે હાથ પગના દુખાવો સતત રહેતો હોય. તો ચાલો તમને જણાવી દઈએ આ પાનને કેવીરીતે વાપરી શકશો.

સૌથી પહેલા તો તમારા ઘરની આસપાસ કોઈ બગીચામાં કે પછી કોઈના ઘરે પારિજાતનું વૃક્ષ હોય તો તેના થોડાઘણા પાન તોડી લાવો. હવે એ પાનને બરાબર સાફ કરી લો. હવે તેમાંથી 7 પાન તમારે લેવાના છે એ સાત પાનને મિક્ષરના કપમાં લો. હવે પહેલા તેમાં એક કે બે ચમચી પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે પેસ્ટ થઇ જાય એટલે એક તપેલીમાં બધી પેસ્ટ લઇ લો અને તેમાં 3 કપ પાણી લઈ લો. 

હવે આ બધું બરાબર મિક્સ કરીને તેને બે થી ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દો. હવે ત્રણ કલાક પછી એ તપેલીના મિશ્રણને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ગેસ પર ગરમ કરવા મુકો. હવે આને પહેલા ગેસ ફાસ્ટ રાખીને ઉકાળો અને ઉભરો આવે એટલે ગેસને ધીમો રાખીને ઉકાળો. હવે અડધું પાણી બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. 

હવે તૈયાર થયેલ લીકવીડને ઠંડુ થવા દો. હૂંફાળું પી શકીએ એવું ઠંડુ થાય એટલે તેને ગાળી લો અને આ તૈયાર થયેલ પાણીને પી જાવ. યાદ રાખો આ ઉપાય દિવસમાં બે વાર કરવાનો છે. જયારે પણ આ ઉપાય કરો ત્યારે હંમેશ ફ્રેશ જ પાનની પેસ્ટ લેવાની છે. પેસ્ટ તૈયાર કરીને ફ્રીઝમાં મૂકી રાખવી અને પછી વાપરવી એવું કરશો નહિ. તેનાથી કોઈ ફાયદો થશે નહિ. આ ઉપાય તમારે સતત 7 દિવસ કરવાનો છે. આ સાથે જો તમે ઈચ્છો તો જે તે જગ્યાએ દુખતું હોય ત્યાં પારિજાતના ફૂલનું તેલ લગાવી માલિશ પણ કરી શકો છો. 

આપણા પુરાણો અને શાસ્ત્રોમાં પણ પારિજાતને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. પારિજાત વૃક્ષના પાન અને ફૂલના પણ આવા ઘા ફાયદા છે જાણવા માટે જોડાયેલ રહો અમારી સાથે.

Leave a Comment