પ્રેશર કૂકરમાં આ વસ્તુઓને ક્યારેય રાંધશો નહિ થઇ શકે છે ભયંકર બીમારી જાણો તેનું કારણ

આજે કુકર એક એવી વસ્તુ છે જે કોઈપણ ઘરના રસોડામાં નહિ હોય એવું નહિ બને. લગભગ બધા જ રસોડામાં કૂકરમાં જમવાનું બનતું જ હોય છે. અને કૂકરની જરૂરિયાત અને લોકપ્રિયતા જોઈને કુકર બનાવતી કંપનીઓ પણ દરરોજ અવનવી ડિઝાઇનના કુકર બનાવી રહી છે. પણ કુકર સાથે જોડાયેલ અમુક વાતો તમે નહિ જાણતા હોવ. શું તમને ખબર છે સ્ટાર્ચવાળી વસ્તુઓ તમારે ક્યારેય બનાવવી જોઈએ નહિ. આ લેખ આખો વાંચીને બધી જ ડીટેલ તમે જાણી શકશો.

આજે ફાસ્ટ લાઈફમાં મહિલાઓ જયારે ઘર અને નોકરી બંને સારી રીતે સંભાળી રહી છે ત્યારે બંને કામમાં બેલેન્સ લાવવું બહુ અઘરું પડે છે. ઘણી વાર રસોઈ ફટાફટ બનાવવા માટે મહિલાઓ કુકરનો ઉપયોગ કરે છે. પણ તમને જણાવી દઈએ કે કુકર વાપરવાથી ગેસની બચત અને સમયની તો બચત થશે જ પણ અમુક વસ્તુઓ એવી પણ છે જેને કૂકરમાં ક્યારેય બનાવવી જોઈએ નહિ. તો ચાલો તમને જણાવી દઈએ એવી કઈ વાનગીઓ છે જેને કૂકરમાં ના બનાવવી જોઈએ.

ભાત – આજે પણ જયારે જમવાનું બની જાય અને ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે આપણે એક તો ઉતાવળમાં હોઈએ કે મહેમાનને સમયસર જમવાનું આપી દઈએ. આવામાં આપણે કૂકરમાં ફટાફટ ભાત મૂકી દેતા હોઈએ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભાતને ક્યારેય કૂકરમાં બનાવવા જોઈએ નહિ. કૂકરમાં બનાવેલ ભાતમાં ભાતનું પાણી એટલે કે ભાતનું ઓસામણ કાઢી શકાતું નથી તે ભાતમાં જ શોષાઈ જાય છે. અને ભાતનું પાણી તમારું વજન વધારી શકે છે. એટલે એક વાત ખાસ ધ્યાન રાખો ભાતને હંમશા તપેલીમાં જ છૂટા મુકો. જો તપેલીમાં ભાત ઉભરાઈ જતા  હોય તો પહેલા ધીમા ગેસ પર તપેલી મૂકી રાખો અને પછી જયારે ભાટ થોડા થોડા બનવા આવે ત્યારે લોઢી કે પછી બાજરીના રોટલા બનાવવાની કલાડી હોય તેમાં તપેલી મુકો અને તેને ઢાંકી દો. ધીમા તાપે એકદમ સરળ છૂટો છૂટો ભાત તૈયાર થશે.

બટાકા – આપણા દરેકના ઘરમાં જયારે પણ કોઈ વાનગી બનાવવાની હોય સેન્ડવીચ, આલુ પરાઠા, બટાકાવડા કે પછી ઉપવાસમાં સુકીભાજી જ કેમ ના બનાવવાની હોય. આપણે ફટાફટ કૂકરમાં બટાકા અને પાણી ઉમેરીને બાફવા માટે મૂકી દેતા હોઈએ છે. પણ હવે એવું ના કરતા કેમ કે બટાકામાં રહેલ સ્ટાર્ચને કૂકરમાં બાફવાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવી ભયાનક બીમારી થવાની સંભાવના રહે છે. જો તમે બટાકા બાફવા માંગો છો તો તમારે ખુલ્લા વાસણમાં બાફવા જોઈએ આખા બટાકા બફાતા બહુ વાર લાગશે એટલે તમારે બટાકાના એકમાંથી બે ટુકડા કરી દેવા અને પછી તેને બાફવા માટે મુકવા જોઈએ. તો હવે જયારે પણ બટાકા બાફો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

પાસ્તા – હવે નંબર આવે છે નાના મોટા દરેકના ફેવરિટ પાસ્તા. હા ઘણીવાર આપણે પાસ્તા કૂકરમાં બાફી દેતા હોઈએ છે. અને પછી બાફેલા પાસ્તા આપણા મનગમતા રેડ કે વાઈટ સોસમાં તેને બનાવતા હોઈએ છે. પાસ્તામાં પણ ભરપૂર સ્ટાર્ચ હોય છે એટલે તેને ક્યારેય કૂકરમાં બાફવા જોઈએ નહિ. પાસ્તાને હંમેશા ખુલી કઢાઈમાં કે પછી પહોળા પેનમાં બાફીને વધારવા જોઈએ. આમ હવે જયારે પણ તમે કોઈપણ સ્ટાર્ચવાળી વસ્તુ કૂકરમાં બનાવો તો ખાસ ધ્યાન રાખજો એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. આનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ શરીરમાં ઘર કરી શકે છે. તો હવે આ બધી વાતો ધ્યાનમાં રાખજો અને તમારા બાળકો અને ઘરના સભ્યોને ક્યારેય આવી રીતે બનેલ ભોજન આપશો નહિ.

આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારા એક શેર કરવાથી ઘણા લોકોનું જીવન સુધારી શકાશે.

Leave a Comment