બ્યુટીપાર્લરમાં પૈસા ખર્ચ્યા વગર અઠવાડિયામાં બે વખત કરી લો આ ઉપાય

ચહેરો ગોરો કરવા માટે અત્યારના સમયમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્ય પ્રકાશના કિરણો થી ચહેરો કાળો પડવા લાગે છે. જેનાથી સુંદર ચહેરાની સુંદરતા ઓછી થઈ જાય છે. જેના કારણે ચહેરાની સુંદર બનાવવા માટે ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

અત્યારના સમયમાં નાના હોય કે મોટા દરેક વ્યક્તિ પોતાનો ચહેરો સુંદર હોય તેવું ઈચ્છે છે. એના માટે બજારમાં મળતા ક્રીમ અને ફેશવોશ નો ઉપયોગ સૌથી વધુ કરાઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, બજારમાં મળતી પ્રોડક્ટની સૌથી વધુ ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પાછી તો આવે છે પરંતુ, લાંબા સમય સુધી ટકી રહેતી નથી. એના માટે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર ઘરે જ અમુક ઉપાય કરવામાં આવે તો, ચહેરો સુંદર અને ચમકદાર બનાવી શકાય છે..તો ચાલો આજે આપણે ચહેરાને સુંદર બનાવવા માટેના ઘરેલૂ ઉપાય વિશે જાણીએ.

ચહેરો ગોરો કરવા માટે | ચહેરાને સુંદર બનાવવા

કલિંઝિંગ 

ચહેરાને સૌથી પહેલાં સાફ કરવો જોઈએ. એના માટે તમારે ઘરે બનાવેલ દહીં એક ચમચી લેવાનું છે. ત્યાર પછી તેને ચહેરા પર હળવા હાથે લગાવી ને બેથી ત્રણ મિનિટ સુધી માલિશ કરવાની છે. એના પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવો. એ રીતે કરવાથી ચહેરા પરની ધૂળ અને માટીના રજકણોની દૂર થઈ જાય છે.

સ્ક્રબિંગ 

હવે એક બાઉલમાં અડધી ચમચી ખાંડ નો પાવડર અને તેમાં અડધી ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. ત્યાર પછી તેને ચહેરા પર લગાવીને બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કરવો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો. આ રીતે સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન દૂર થઈ જાય છે. જેના કારણે ચહેરા પર ચમક આવે છે.

ફેસપેક

સૌથી પહેલા એક ચમચી દહીં લેવું. તેમાં પાંચથી છ ટીપાં બદામનું તેલ મિક્સ કરવું. ત્યાર પછી મેથીનો પાઉડર અડધી ચમચી લેવો, અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરવું. હવે બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરવી. ત્યાર પછી ચહેરા પર હળવા હાથે લગાવી ને બે મિનિટ સુધી માલિશ કરવી. ત્યાર પછી દસ મિનિટ સુધી તેને રહેવા દેવું. દસ મિનિટ બાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લેવો, ચોખ્ખા કપડાથી ચહેરાને સાફ કરવો. આ ફેસપેક લગાવવાથી ચેહેરા ની કાળાશ દૂર થાય છે.

ત્યારબાદ અડધી ચમચી જેટલું ગુલાબ જળ એક વાટકીમાં લેવું. એને ચહેરા પર હળવા હાથે લગાવી દેવું. આ રીતે ચહેરા પરની ચમક વધે છે. જો તમે આ સ્ટેપ પ્રમાણે કલિંઝિંગ, સ્ક્રબ, ફેસપેક લગાવશો તો બજારમાં મળતી પ્રોડક્ટ કરતાં પણ વધુ સુંદર અને ચમકદાર બનશે.

આ રીતે ઘરે બનાવી ફેશપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘા અને કરચલીઓ પણ દૂર થાય છે. અઠવાડીયામાં બે વખત આ ઉપાય પ્રમાણે કરવાથી ચહેરો 50 વર્ષ ની વયે પણ સુંદર દેખાય છે. જેથી વધતી ઉંમરે પણ ચહેરા પર દેખાતા વૃદ્ધત્વના ચિહ્નો દૂર થાય છે.

આ સિવાય ચહેરાની સુંદરતા વધારવા માટે બીજા અનેક ઘરગથ્થુ ઉપાય કરી શકાય છે. જે આ પ્રમાણે છે.

લીંબુના ઉપયોગથી ચહેરાની ચમક વધે છે 

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારુ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ ખુબ ફાયદો મળે છે.

ટામેટુંના ઉપયોગથી ફેશટેનિંગ દૂર થાય છે 

ચહેરા માટે ટામેટાનો માસ્ક ખૂબ ફાયદાકારક છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે મિક્સ કરીને લગાવી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતા માં વધારો કરે છે.

માસ્ક 

આ માસ્કને બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક બાઉલમાં ટામેટાનો પલ્પ લેવો. અન તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઇ લો. ચહેરા પર ગ્લો લાવવાની સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.

એલોવેરાથી ચમકશે તમારી સ્કીન

એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતા વધારે છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવી ને થોડીક વાર બાદ ધોઇ લેવું. થોડા દિવસો સુધી લગાવવાથી ફરક જોવા મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment