ચીઝ મસાલા પાવ બનાવવાની રીત
સામગ્રી
- પાઉં ૬ નંગ
- અમૂલ બટર ૧ પેકેટ
- કાંદા સમારેલા ૧ વાટકી
- મરચા સમારેલા ૧ ચમચી
- આદુ લસણ પેસ્ટ ૧ ચમચી
- ટામેટા સમારેલા ૧ વાટકી
- સિમલા મરચાં કાપેલા ૧ વાટકી
- બાફેલા વટણા ૧/૨ વાટકી
- પાઉં ભાજી મસાલો ૧ ચમચીસ્વાદ મુજબ મીઠું
- લાલ મરચું ૧ ચમચી
- લીલા ધાણા સમારેલા ૧ ચમચી
- બારીક પીસેલું લસણ ૧ ચમચી
- ચીલી ફ્લેક્સ ૧/૪ ચમચી
- અમૂલ ચીઝ ૬
બનાવવાની રીત
એક કડાઈ માં ૧ મોટો ચમચો માખણ નો લઈ એમાં ડુંગળી નાખી થોડી સેકીને એમાં લીલું મરચું ઉમેરો. થોડી સેકાઈ જાય પછી એમાં આદું લસણની પેસ્ટ નાખીને હલાવો. પછી તેમાં ટામેટા અને સિમલા મરચાં ઉમેરીને ફરી વાર શેકો આ શેકાઈ જાય પછી તેમાં બાફેલ વટાણા, પાઉં ભાજી મસાલો, લાલ મરચું, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધો મસાલો બરોબર મિકસ થાય એમ બરોબર હલાવીને ગેસ પરથી નીચે ઉતારી લો. વાય એમ બરોબર હલાવીને ગેસ ત્યારબાદ એક વાટકામાં ૨ ચમચી બટર, પીસેલું લસણ, ચીલી ફ્લેક્સ ઉમેરીને બધા મસાલા બરાબર મિક્સ કરી દો.
હવે એક પાઉં લઈનેને વચ્ચે થી કાપી એમાં આપણે તૈયાર સ્ટફિંગ વાળો મસાલો લગાવીને એ મસાલા પર જરૂર મુજબ ચીઝ છીણીને ઉમેરો. આ રીતે ૬ પાઉં તૈયાર કરી લો. ત્યારબાદ એક તવા પર બટર ગરમ કરી એમાં તૈયર કરેલ પાઉં નાખી બંને બાજુ સેકી તૈયાર કરેલું ગાર્લિક બટર લગાવી સેકીને બળકોને ગરમ ગરમ પીરસો. જો બાળકોને ચીઝ ભાવતું હોયતો એમાં બાળકોના સ્વાદાનુસાર તમે ચીઝનું પ્રમાણ વધારી શકો છો.
અથાણાનો મસાલો બનાવવાની રીત
અથાણાંનો મેથિયો મસાલો
સામગ્રી
-250 ગ્રામ મેથીના કુરિયા
-100 ગ્રામ રાઈના કુરિયા
-300 ગ્રામ મીઠું
-300 ગ્રામ લાલ મરચું પાઉડર
-300 ગ્રામ તેલ
-2 ચમચી હિંગ
બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટું તપેલું લઈ તેમાં પહેલાં મીઠું પાથરી દેવું. ત્યાર બાદ તેની ઉપર રાઈના કુરિયા અને તેના પણ ઉપર મેથીના કુરિયા પાથરવા. તેની પર હિંગનો ઢગલો કરવો. તેલ ગરમ કરવું. પછી આ ગરમ તેલ તપેલામાં રેડી દેવું. તપેલું તરત ઢાંકી દેવું. ઠંડું થાય એટલે બરાબર હલાવી મરચું ભેગું કરવું. પછી આ મસાલો કાચની બરણીમાં ભરી દેવો. જરૂર પડયે આ મસાલો ઉપયોગમાં લેવો. ૧૨ મહિના સુધી આ મસાલો સારો રહે છે.
મેથીનો મસાલો બનાવવાની રીત
સામગ્રી
- રાઈ ના કુરિયા ½ કપ
- મેથી ના કુરિયા 1 કપ
- સીંગતેલ 5-6 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3 કપ
- હિંગ 1 ચમચી
- મીઠું ½ કપ
બનાવવાની રીત
મેથી મસાલો બનાવવા સૌપ્રથમ મેથી ના કુરિયા , રાઈ ના કુરિયા ને સાફ કરી થોડી વાર તડકા માં તપાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ધીમા તાપે હલાવતા રહો બે ત્રણ મિનિટ મીઠા ને ગરમ કરી લ્યો અત્યાર બાદ મીઠા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
હવે કડાઈ કે વઘાસિયા માં તેલ ને ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી થોડા પીસી દરદરા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ વચ્ચે જગ્યા કરી લ્યો . હવે રાઈ ના કુરિયા ને મેથીના કુરિયા ની વચ્ચે મૂકો અને એની વચ્ચે પણ જગ્યા બનાવી લ્યો અને વચ્ચે હિંગ અને હળદર મૂકો.
હવે ગરમ તેલ ને હિંગ ઉપર નાખો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી વાસણ ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં શેકી રાખેલ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
અથાણું બનાવતા પહેલા કામની છે આ ટિપ્સ
-અથાણા માટેના શાક અને ફળ તાજા અને રસભર્યા હોય તે જરૂરી છે.
– મસાલા મિક્સ કરતાં પહેલાં શાકને ધોઇને સૂકવી લેવા.
– અથાણું બનાવવા જાડા તળિયાના વાસણનો ઉપયોગ કરો.
– અથાણું બનાવવાનું વાસણ કોરું હોય તે ધ્યાન રાખો.
– અથાણું તૈયાર થાય નહીં ત્યાં સુધી તેને કપડું બાંધીને સમયાંતરે તડકે મૂકો.
– રોજ વાપરવા માટેના અથાણાને નાની બરણીઓમાં કાઢીને વાપરો.
– અથાણાની બરણીને સારી રીતે બંધ કરો. જો તે ફિટ બંધ નહીં થાય તો તેમાં થોડા સમય બાદ ફંગસ જોવા મળશે.
– જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ અને કોરા ચમચાનો ઉપયોગ કરો.
– જે અથાણું આખું વર્ષ રહેવા દેવાનું હોય તે તેલમાં ડૂબેલું રહે તે આવશ્યક છે. માટે અથાણું કાઢો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
સામગ્રી
- ૫૦૦ ગ્રામ મેથીના કુરિયા
- ૨૫૦ ગ્રામ રાય ના કુરિયા
- ૨૫૦ ગ્રામ મીઠું
- ૨૫૦ મિલિ સિંગતેલ
- ૧૦૦ ગ્રામ પટણી મરચું
- ૨૦૦ ગ્રામ કાશ્મીરી મરચું
- ૧ ટેબલસ્પૂન વરિયાળી
- ૩ ટીસ્પૂન રસ ની હિંગ
- ૧ ટેબલસ્પૂન હળદર
બનાવવાની રીત
સૌપ્રથમ મેથીના અને રાયના કુરિયા ને ધીમા તાપે શેકી લેવા. મીઠું ને પણ ધીમા તાપે રંગ બદલાય નહીં એ રીતે શેકી લેવું. આમ કરવાથી બધી વસ્તુઓનો ભેજ નીકળી જાય છે અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. મેથીના અને રાયના કુરિયા એકદમ ઠંડા થાય એટલે એને મીક્સરમાં એક-બે વાર પલ્સ કરી લેવા. વધારે વટાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું.
તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરીને હૂંફાળું થાય ત્યાં સુધી ઠંડુ કરી લેવું.
હવે એક વાસણમાં બહાર મેથીના કુરિયા ગોળાકારમાં ગોઠવવા ત્યારબાદ એની અંદર રાઈના કુરિયા ની લાઈન કરવી. પછી વરિયાળી મૂકી વચ્ચે હિંગ મૂકવી. હવે એની ઉપર હુંફાળું તેલ ઉમેરીને ઢાંકણ ઢાંકી દેવું. ઢાંકણ ને પાંચ મિનિટ ઢાંકેલું રાખવું જેથી કરીને હિંગ ની સુગંધ મસાલામાં બેસી જાય. હવે તેમાં હળદર અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
જ્યારે મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારે તેમાં મરચું ઉમેરી બધું ભેગું કરી લેવું. મરચું મસાલો ઠંડો થયા બાદ જ ઉમેરવું જેથી કરીને મસાલાનો રંગ આખું વર્ષ એકદમ લાલ રહે. મસાલામાં કોઈ પણ પ્રકારની સ્ટ્રોંગ હિંગ વાપરી શકાય પરંતુ બજારમાં મળતા મસાલા જેવો મસાલો બનાવવા માટે રસની હિંગ વાપરવાથી ખુબ જ સરસ સુગંધ આવે છે. અથાણાં ના મસાલાને એરટાઇટ બરણીમાં એક વર્ષ સુધી સાચવી શકાય છે. આ મસાલાનો ઉપયોગ કરીને કેરી ના અલગ અલગ પ્રકારના અથાણા બનાવી શકાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.