રોટલી ફૂલેલી અને સોફ્ટ બનાવવા માટે જાણો લોટ બાંધવાની રીત

રોટલી આપણા આહાર નો મુખ્ય ભાગ છે. રોટી વગરનું ભોજન અધૂરું છે. આપણે હંમેશા મમ્મીના હાથે નરમ અને ફૂલેલી રોટલી બનતા જોઈ છે. તેથી આપણે ઇચ્છતા હોઈએ છીએ કે, આ પોતાના પરિવારને પણ નરમ ફૂલેલી રોટલી ખવડાવીએ. પરંતુ આપણને એવી ફરિયાદ રહે છે કે, ગમે એટલો સરસ લોટ બાંધીએ છતાં પણ રોટલી નરમ થતી નથી. તેનું મુખ્ય કારણ કેટલાક લોકો સમજી શકતાં નથી, કે લોટ બાંધતી વખતે કેટલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, અને જો રોટલી નરમ નહીં બને તો, તમને ખાવાની મજા પણ આવતી નથી. તો ચાલો જાણીએ કે, રોટલી નરમ બનાવવા માટે કઈ રીતે લોટ બાંધવો જોઇએ. જેથી તમારી રોટલી નરમ અને ફૂલેલી બને..

રોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે. તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખવાથી રોટલી મુલાયમ અને સોફ્ટ બને છે.

હૂંફાળા પાણીથી લોટ બાંધવો 

જ્યારે પણ તમે રોટલી બનાવવા જઇ રહ્યા હોય ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રોટલી એકદમ મુલાયમ બને છે. એક વાસણમાં લોટ લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી દેવું, અને લોટ સારી રીતે મિક્સ કરવો. ત્યારબાદ આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો. આ રીતે લોટ બાંધવાથી લોટ સરસ રીતે ભૂલી જશે અને તમારી રોટલી ફૂલેલી અને મુલાયમ બનશે.

લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવો 

રોટલી નો લોટ બાંધવા માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાસણમાં લોટ લઈને તેમાં થોડા થોડા પ્રમાણમાં દૂધ મિક્સ કરીને સરસ રીતે લોટ બાંધવો. આ લોટ બાંધતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, લોટ વધારે ઢીલો થઇ જાય નહીં. દૂધથી લોટ બાંધતી વખતે તમે જોઇ શકશો કે લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનાથી રોટલી પણ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

મીઠુ નાખીને લોટ બાંધવો 

કેટલાક લોકોની ફરિયાદ રહે છે કે, બનાવેલી રોટલી માં સ્વાદ નથી આવતો. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા થતી હોય તો, તમે લોટ બાંધતી વખતે તમારા અંદાજ પ્રમાણે મીઠું મિક્સ કરી શકો છો. તેના માટે તમારે લોટમાં સૌથી પહેલા થોડુંક મીઠું નાખવાનું છે. જેટલું નમકીન તમને પસંદ હોય તે પ્રમાણે મીઠું ઉમેરવું. ત્યારબાદ લોટને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવો, અને પાણીથી લોટ ને સરસ રીતે બાંધવો. આ પ્રમાણે બાંધેલા લોટની રોટલી એકદમ નરમ બને છે અને સ્વાદમાં પણ મીઠી લાગે છે.

તેલ નાખીને લોટ બાંધવો 

લોટ બાંધ્યા પછી પણ તમારા લોટ કડક થઈ જતો હોય તો, તમારે લોટમાં તેલ નાખવું જોઈએ. તેના માટે તમારે લોટમાં થોડું તેલ ઉમેરવું અને સરસ રીતે મિક્ષ કરી લેવું. હવે લોટમાં થોડુ પાણી ઉમેરતા જઈને હાથથી લોટ મિક્સ કરીને બાંધવો. એનાથી રોટલી નરમ બને છે.

આ સિવાય પણ બીજી અનેક ટિપ્સ અપનાવીને પણ તમે રોટલી ને સોફટ અને મુલાયમ બનાવી શકો છો . જેમ કે, લોટ ત્યાં સુધી મસળવો જોઈએ, જ્યાં સુધી તે તમારા હાથને ચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો, લોટ વધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.

ઘણા લોકોને લોટ બાંધીને તરત જ રોટલી બનાવતા હોય છે. પરંતુ સારી રોટલી બનાવવા માટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દઈ, તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો જોઈએ. ત્યારબાદ રોટલી બનાવવી.

ગુંદાનું અથાણું

ફળ દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક બની રહે છે. દરેક ફળ માં અલગ અલગ ગુણધર્મો હોય છે. જેનાથી ઘણી બીમારી આપણા થી દૂર રહે છે. માટે હંમેશા ફળ નું સેવન જરૂર કરવું જોઈએ. જેથી શરીર તંદુરસ્ત રહે અને સ્વસ્થ પણ રહી શકે. એમાં પ્રત્યેક વ્યક્તિ ને ઋતુ પ્રમાણે ફળો નું સેવન જરૂર થી કરવું જોઈએ. કારણ કે ફળો નું સેવન કરવાથી શરીર ને કેટલાય જરૂરી પોષક તત્વ અને એનર્જી મળી રહે છે ફળ શરીર ને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જ તે બીમારી સામે પણ રક્ષણ આપે છે.

રોજ ગુંદા નું સેવન કરવાથી પુરુષો ના શરીર માં કોઈ પણ પ્રકાર ની ઉણપ રહેતી નથી. અને ઘણી બીમારીમાંથી પણ છુટકારો મળે છે. આ ફળ નું સેવન કરવાથી શરીરને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

આ ફળ ને રોજ ખાવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ગુંદામાં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજ ને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ફળ માં મળી આવતા આયર્ન ની માત્રા લોહીની કમી ને દૂર કરે છે. આ ફળ માં ઘણા પ્રકાર ના વિટામીન પણ રહેલા છે. જેનાથી ઘણી બીમારીમાંથી છુટકારો મળે છે.

ગુંદાનું અથાણું

રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં પણ ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે. તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભકારક છે કાચા ગુંદાનું શાક પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા લાગે છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે.

તો મિત્રો આજે અમે ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવાની રીત તમને જણાવીશું. આ ગુંદાનું અથાણું તમે આખા વર્ષ માટે રાખી શકશો.

ગુંદાનું અથાણું બનાવવાની રીત 

ગુંદાનું અથાણું બનાવવા માટેની જરૂર મુજબની સામગ્રી

ગુંદા 250 ગ્રામ
ઈન્સ્ટન્ટ અથાણાનો મસાલો
1 થી 2 કપ તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
1 નંગ મોટી કાચી કેરી

ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવા માટેની રીત 

ગુંદાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ગુંદા ને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લેવા. ત્યારબાદ તેને કોરા કરીને એક કૂકરમાં ગુંદા નાખીને, ગુંદા ડૂબે એટલું પાણી નાખીને કૂકરનું ઢાકણ બંધ કરીને ગેસ પર એક સીટી કરીને ગેસ બંધ કરી દેવો. એનાથી ગુંદા બફાઈ જશે. અથવા ગુંદાને તપેલી માં જરૂર મુજબ પાણી નાખીને ઢાંકણ બંધ કરીને પણ પાંચથી-સાત મિનિટ બાફી લેવા.

ગુંદા પી લીધા પછી તેને બીજા વાસણમાં કાઢીને ઠંડા થવા દેવા ગુંદા ઠંડા થાય એટલે તેના બીજ કાઢીને લાકડી કે જે ગુંદાની દાંડી હોય એ કાઢવી. નાની લાકડી પર થોડું રૂ વિટી ને મીઠું તેના પર લગાવીને ચીકાશ દૂર કરી કરવી. ત્યાર પછી ગેસ પર એક કડાઈમાં તેલને એકદમ ગરમ કરીને, તેલ બરાબર ગરમ થાય એટલે ગેસ બંધ કરીને ઠંડું થવા દેવું. હવે કાચી કેરીને ધોઇને સાફ કરીને કપડાં વડે કોરી કરી લેવી. તેને છીણી લેવી. ત્યાર પછી તેમાં ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

મસાલો ટેસ્ટ કરીને જોવું, મીઠું ઓછું લાગે તો જરૂર પ્રમાણે મીઠું નાખીને ફરીથી મિક્સ કરવું. મસાલો તૈયાર થાય કેરીનો મસાલો એક કરીને બધા ગુંદામાં ભરી લેવો. અને ભરેલા ગુંદા ને સાફ કોરી કાચની બરણીમાં ભરી લેવું. ગુંદા ભર્યા પછી વધેલો મસાલો પણ બરણી માં ગૂંદા ઉપર નાખી દેવો. ઉપરથી ગરમ કરીને ઠંડું કરેલું તેલ ગુંદા ડૂબે એટલું નાખીને બરણી બંધ કરી દેવી.

ગુંદાનું અથાણું જો તમે ઓછા તેલમાં બનાવવા માંગતા હોય તો ફ્રીજમાં છ થી આઠ મહિના સુધી એને રાખી શકો છો, અને જો ગુંદા તેલમાં ડૂબે એટલું તેલ નાખશો બહાર જ છ થી આઠ મહિના સંગ્રહ કરી શકશો અને એની મજા ઉઠાવી શકશો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આ પણ વાચો :- કાજુ પનીર મસાલા બનાવવાની રીત

અમને આશા છે કે, આજ ના લેખની માહિતી અને ગુંદાના અથાણાં ની રેસીપી તમને જરૂર થી પસંદ આવશે..

Leave a Comment