મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ દરેક મહિલાઓ જરૂર વાંચે અને શેર કરે

કિચન ટીપ્સ આપણે જોતા આવ્યા છે કે બહારની કોઈ વસ્તુ ખાતા હોઈએ તો તેનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે. પરંતુ જો તેને ઘરે બનાવવામાં આવે તો આપણાથી સ્વાદિષ્ટ ખાવાનું બનતું નથી. આવું ઘણીવાર થતું હોય છે. ગૃહિણીઓ લગભગ ઘરમાં ઘણી નવી વસ્તુઓ ટ્રાય કરતી હોય છે. પરંતુ બજારમાં મળતી વસ્તુઓ જેવો સ્વાદ આવતો નથી. એ માટે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે અમુક રોજિંદા ખાવાની વસ્તુઓમાં ફેરફાર કરીને સ્વાદ મેળવી શકો તો ચાલો જાણીએ તેના વિશે.

રોટલી પાતળી બનાવવા માટે 

આપણે ત્યાં લગભગ બધા જ ઘરોમાં રોટલી બનતી હોય છે. ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ રોટલીનો સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઇએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધીએ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ઘી નાખવું જોઈએ. એનાથી રોટલી પાતળી અને સ્વાદિષ્ટ બને છે.

પુરી ફુલતી નથી તો 

પાણીપુરી તો મોટાભાગે બધાને જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણી પુરી ફુલતી નથી. તો એના માટે આપણે જ્યારે પાણીપુરી ની પુરી બનાવવા માટે લોટ બાંધીએ ત્યારે એમાં ઝીણા રવાની સાથે પીવાની સાદી સોડા નો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરી નો લોટ પાણીની જગ્યાએ આ સોડા થી બાંધવામાં આવે તો પાણીપૂરીની પૂરી ફૂલે છે.

ભીંડી ના શાકમાં ચીકાશ દુર કરવા માટે 

ઘણા લોકોને ભીંડી નું શાક ખૂબ જ પસંદ હોય છે. પરંતુ જ્યારે મહિલાઓ ભીંડી નું શાક બનાવતી હોય ત્યારે શાકમાં ચીકાશ રહેતી હોય છે. પરંતુ એમાં એક ચમચી દહીં નાખવામાં આવે તો, ભીંડા ની ચીકાશ દૂર થઈ જાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બને છે.

શાકભાજી નો રંગ બદલાઈ જાય તો 

મોટાભાગે આપણે જોઈએ છે કે કોઈ પણ શાકભાજી હોય તેનું શાક બનાવવામાં આવે ત્યારે શાકભાજી નો રંગ બદલાઈ જતો હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું ફ્લાવરનું શાક વિશે, ફ્લાવરના શાકમાં જો તમે બનાવતા સમયે બે ચમચી દૂધ ઉમેરી દો તો શાક બની ગયા બાદ પણ ફ્લાવરનો રંગ બદલાતો નથી.

પૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 

આપણે લગભગ પુરી નો લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરીએ છે. પરંતુ જો એના બદ્લે પૂરીને વધારે સ્વાદિષ્ટ અને મજેદાર બનાવી હોય તો પૂરી ના લોટ દહીં નાખીને બાંધવો જોઈએ. એનાથી પુરી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બને છે.

ત્યારબાદ વાત આવે છે ગળ્યા સકરપારાની સકરપારા સ્વાદિષ્ટ અને ખુબ જ મજેદાર હોય છે. તેમાં કોઇ વસ્તુ નાખવાની જરૂર આપણને લાગતી નથી. પરંતુ સકરપારા બનાવવાની વખતે મેંદામાં થોડું મીઠું મિક્ષ કરવામાં આવે તો સકરપારા નો સ્વાદ વધી જાય છે.

cooking tips

બિસ્કીટ 

બિસ્કીટ લગભગ બધાને જ ખાવા પસંદ હોય છે. પરંતુ કોઈપણ બિસ્કીટ ને વધારે મજેદાર બનાવવા હોય તો તેના પર દૂધ લગાવી દો. ત્યારબાદ ધીમા તાપે ઓવન માં મૂકી દો. થોડીવાર બાદ બહાર કાઢીને ખાવામાં આવે તાજા બિસ્કીટ જેવા જ લાગશે, અને સાથે કડક અને કરકરા પણ થશે.

વેફર 

વેફર બનાવતી વખતે ઘણી વાર એવું બને છે કે તડવાના સમયે પર ચોંટી જતી હોય છે. પરંતુ જે વેફરને તળતાં પહેલા એના પર પાણી છાંટવામાં આવે અને પછી તળવામાં આવે તો વેફર છૂટી રહે છે.

દાળ ઢોકળી ચોંટી જતી હોય તો 

દાળ ઢોકળી બનાવતા વખતે દાળમાં ઘણીવાર ઢોકળી ચોંટી જતી હોય છે. પરંતુ જો ઢોકડીને અડધી પાકી અને અડધી કાચી એ રીતે શેકવામાં આવે પછી તેને દાળમાં નાખવામાં આવે તો એ ચોંટતી નથી.

ભાત માટે 

ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપા નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણો અલગ અલગ રહેશે.

ચણા પલાળવાનું ભુલી ગયા હોય તો 

ચણા પલાળવાનું ભુલી ગયા હોય તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટુકડા મુકી દો તો ચણા જલદી બફાઇ જાય છે.

ઈડલી માટે 

ઈડલીનું ખીરુ વધારે પડતું પાતળુ થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડુ બનશે અને ઈડલી પણ મુલાયમ બને છે.

સાબુદાણાને બનાવતા પહેલા તેને દૂધમાં પલાળીને મુકવાથી સાબુદાણા એકદમ ફૂલેલા બનશે.

અમને આશા છે કે, આજની રસોઈને સંબધિત મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment