લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ નહીં મળે આટલા ફાયદા જાણો

સીડી ચડવાના ફાયદા  આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે. આજના ઝડપી જીવનમાં કોઈ પણ કામ કરવા માટે ઘણી બધી સગવડો મળી રહે છે જેથી આજનો માણસ પહેલા કરતાં ખૂબ જ આળસુ બની ગયો છે જે વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. આજનો માણસ કોઈ પણ કામ કરતા પહેલા તે કામ જાતને ન કરવું પડે અથવા કેવી રીતે ટૂંકમા પતાવું એના વિષે વિચારતો હોય છે.

આજે અમે તમને એક એવી બાબત વિશે જણાવીશું જે ઘણા ઓછા લોકો કરતા હોય છે. આજે તમને દરરોજ રૂટિનમાં સીડીઓ ચઢવા ના ફાયદા વિશે જણાવીશું. જે ફાયદા તમને લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ નહીં મળે.

જો તમે શહેરમાં રહો છો તો તમારે લિફ્ટની સગવડ સાથે સીડીની સગવડ પણ હશે. પરંતુ તમે હંમેશા લીફ્ટનો જ ભરપૂર ઉપયોગ કરતા હશો પરંતુ અહીં તમને સીડી ચડવા ના ફાયદા વિશે જણાવીશું. જે જાણ્યા બાદ તમે લિફ્ટનો ઉપયોગ બંધ કરી દેશો.

સીડી ચડવાના ફાયદા 

વજન ઘટાડવા માટે 

સીડી ચડવી અને ઉતરવી એ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કસરત છે. જો તમે નિયમિત રીતે સીડી ચડવાની ટેવ પાડો છો. તો તમે થોડા અઠવાડિયામાં વજન ઘટાડી શકો છો. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યારે તમે સાંજે કામ પરથી ઘરે પાછા ફરો ત્યારે લિફ્ટને બદલે સીડી ચડીને તમારા ઘરે જાવ. સવારે તમારા ઘરેથી નીકળતી વખતે અને ઓફિસ પહોંચ્યા પછી, લિફ્ટને બદલે સીડી પસંદ કરો. આ તમારો વજન સરળતાથી ઘટશે. સાથે તમે સ્વાસ્થ્ય સબંધિત અનેક સમસ્યાથી પણ બચી શકશો.

વધુ વજન તમને ઘણી બીમારીઓનો ભોગ બનાવી શકે છે. માટે ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. જેમાં લોકો જિમ જવું, સાયકલિંગ કરવું, દવાઓ ખાવી વગેરે ઉપાયો કરતા હોય છે પરંતુ દરરોજ પાંચથી સાત મિનિટ સુધી સીડી ચડવા આવે તો વજન ઘટાડી શકાય છે..સીડી ચઢવાથી  બોડી ટોનિંગ માટે અને ખાસ કરીને પગની કસરત માટે ખૂબ જ સારું છે

હૃદય માટે

દાદર ચડવાનો સૌથી અમૂલ્ય ફાયદો હૃદય માટે છે. હૃદય સારું રહેવાથી ઘણી બધી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. જે બીમારીઓ લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ સારી થતી નથી, અથવા એનાથી છુટકારો મળતો નથી.

બ્લડપ્રેશર

સિડીના પગથીયા ચઢવાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.આ સાથે મોટાભાગના લોકોમાં જોવા મળતી બીમારી ડાયાબિટીસ અંકુશમાં રાખી શકાય છે..

ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દરરોજ સિડી ચડવાથી વ્યક્તિના મૃત્યુ દરમાં આશરે 30 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. જેથી તમે લાંબુ અને સુખમય જીવન એટલે કે કોઇ બીમારી વગર જીવી શકો છો. આ ઉપરાંત જ સાત થી દસ મિનિટ સુધી સીડી ચડવા કે ઉતરવાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઘટે છે.

ઓસ્ટિયોપોરોસીસનું જોખમ ઘટે છે 

ઘણા ઓછા લોકો ઓસ્ટીયોપોરોસીસ પર વિશે જાણતા હશે પરંતુ, તમને જણાવી દઈએ કે, હાડકાં સંબંધિત રોગ છે. જેને બરડ હાડકાની બિમારી પણ કહેવામાં આવે છે.આ સાથે તેને સામાન્ય પ્રકારનો સંધિવા પણ કહેવામાં આવે છે. જે લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે પરંતુ, સિડી ચડવા-ઉતરવા થી આ રોગમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ફેફસા માટે

ફેફસા માટે સીડીઓ ચઢવા અને ઉતરવાથી ઘણો ફાયદો થાય છે. એકદમ સરળ ઉપાય કહી શકાય જો તમે સીડીઓ ચઢવા કે ઉતારવાથી ટેવાયેલા નથી તો તમને શરૂઆતના દિવસોમાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પરંતુ દરરોજ સીડીઓ ચઢવા કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડશે નહીં અને તમારા ફેફસા પણ મજબૂત બનશે.

માનસિક તણાવમાંથી છુટકારો મળે છે 

સીડીઓ ચઢવા કે ઉતારવાથી શારીરિક પ્રવૃત્તિ સાથે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે. સીડી ચડવાની ઉતરવાથી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. જેનાથી તણાવ ઓછો થાય છે. એકદમ સરળ ઉપાય છે. જે દરેક લોકો કરી શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.=

અમને આશા છે કે, આજ ના લેખ ની માહિતી સીડી ચડવાના ફાયદા તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે. જેમાં સીડી ચઢવાથી થતા ફાયદા વિશે જણાવ્યું, જેને જાણ્યા બાદ તમે પણ લિફ્ટની જગ્યાએ ચઢવા-ઉતરવા માટે સિડી નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દો.

Leave a Comment