cumin seeds જીરુ લગભગ બધા જ ઘરોમાં ઉપલબ્ધ હોય છે. જીરું ભોજનમાં વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે ખાવાનો સ્વાદ વધારે છે. શું તમે ક્યારેય કાળીજીરીનું સેવન કર્યું છે ? કાળીજીરીનું સેવન ખુબ ફાયદાકારક બને છે. એનાથી અનેક ગણા લાભ થાય છે. કારણ કે કાળીજીરી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કાળી જીરીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે કાળીજીરીમાં આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ જેવા ગુણ રહેલા હોય છે. જે તમને અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.
કાળીજીરી નું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તિ, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. કાળી જીરી અને અજમાનું ચૂર્ણ શરીર માટે ખૂબ લાભદાયી છે, આ ચૂર્ણ તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. તો ચાલો કાળીજીરીનું સેવન કરવાથી થતા ફાયદા અને એનું સેવન કરવાની રીત વિશે જાણીએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે
આયુર્વેદ મુજબ કાળીજીરીનું સેવન આપણા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે. સામાન્ય રીતે કાળીજીરી નું તેલ કાળીજીરીના બીજમાંથી કાઢવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કાળીજીરી આયર્ન કોપર જેવા તત્વોથી ભરપૂર હોય છે, માટે જો કાળીજીરીનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી તમે વાયરસ અને બેક્ટેરિયાની ઝપેટમાં આવવાથી બચી શકો છો.
વજન ઘટે છે
જો તમારા વતા વજનથી તમે પરેશાન હોવ તો વજન ઘટાડવા માટે કાળી જીરી ઉપયોગી બને છે. એના માટે તમારા ડાયટમાં કાળીજીરીનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે કાળીજીરી એન્ટી ઓબીસીટી ગુણથી ભરપૂર છે. જે વજન નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે.
પેટનો દુખાવો દૂર થાય છે
પેટના દુખાવાની સમસ્યા હોય તો કાળીજીરીનું સેવન કરવું જોઈએ. કારણ કે કાળીજીરીમાં એનાલજેસીક ગુણ રહેલો હોય છે. જે દુખાવાની દૂર કરવામાં મદદરૂપ બને છે.
દાંતના દુખાવામાં રાહત
દાંતો માં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડર ને પાણી માં નાંખી આ પાણી થી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને આ દુખાવા માંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે.
કેન્સર ના જોખમને દૂર કરે છે
કેન્સર જેવી ઘાતક બીમારીના જોખમને દૂર કરવા માટે કાળી જીરીનું સેવન ફાયદાકારક બને છે. કારણ કે તારી જીરીમાં એન્ટી કેન્સર ગુણ રહેલા હોય છે. જે કેન્સરના કોષને વિકસતા અટકાવે છે.
શરદી – કફ ઉધરસ ની સમસ્યામાં ફાયદાકારક
શરદી ઉધરસ ની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે પરંતુ શરદી કફની ફરિયાદ થવા પર જો કાળીજીરીનું સેવન કરવામાં આવે તો શરદી કફની સમસ્યા દૂર થાય છે. કારણ કે કાળીજીરીમાં એન્ટિવાયરલ ગુણ રહેલા હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
શરીરમાં વધતા કોલેસ્ટ્રોલની ઘટાડવા માટે કારી જીણીનું સેવન કરવું જોઈએ. કારણ કે કાળીજીરીમાં એવા ગુણ ઉપલબ્ધ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્થળને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે, સાથે શરીરમાં જામેલી ગંદકી પણ દૂર થાય છે.
ત્વચા માટે ફાયદાકારક
કાળીજીરીનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે કાળીજીરીમાં એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીમેન્ટરી ગુણ ઉપલબ્ધ હોય છે. જે ત્વચા સંબંધીત અને સમસ્યાઓથી છુટકારો અપાવે છે. જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે.
માથાના દુખાવામાં રાહત અપાવે છે
માથાના દુખાવાની સમસ્યા હોય તો કાળીજીરીનું સેવન કરવું જોઈએ. એનાથી ફાયદો થયો છે કારણ કે કાળીજીરીમાં એનાલજેસીક ગુણ રહેલા હોય છે. જે માથાના દુખાવાને દૂર કરે છે.
સેવન કરવાની રીત
કાળીજીરી અજમો મેથી લઈને દસ મિનિટ માટે તવામાં શેકી લેવું. જ્યારે આ મિશ્રણ ઠંડુ પડે ત્યારબાદ એક બોટલ ભરી લેવી કાળીજીરી અજમો મેથીના ચૂરણને દરરોજ 3.5 ગ્રામ ની માત્રામાં ભોજન કર્યા ના એક કલાક બાદ ગરમ પાણી સાથે લેવું જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.