દાંતના દુખાવામાં રાહત નથી થતી? અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

અનેક ઉપાય અપનાવ્યા, અલગ પ્રકારની ઘણી ટૂથપેસ્ટ પણ બદલી, અનેક અવનવા દંતમંજનથી દાંત સાફ પણ કર્યા ઘણું બધું કર્યું પણ કોઈ ફરક પડ્યો નહિ. દાંતનો દુખાવો, પેઢાનો દુખાવો હજી એમને એમ જ છે. હવે તો ડોક્ટર પાસે જઈને પણ થાકી ગયા પણ તેમ છતાં દાંતમાં જોઈએ એવો ફરક પડ્યો નથી. ક્યારેક કાંઈક ગરમ કહેવાનું ખાઈ લેતા કે પછી ક્યારેક કાંઈક વધારે ઠંડુ ખાઈ લેવાથી દાંતમાં જે ઝણઝણાટી થાય કે વાત નહિ.

આ ઉપર જણાવેલ વાત તમને પણ કદાચ લાગુ પડતી જ હશે. તમે પણ ક્યારેકને ક્યારેક કોઈપણ પણ કારણને લીધે દાંતના દુખાવાથી પરેશાન થયા જ હશો તો આજે અમે આ ઘરગથ્થુ ઉપચારમાં તમારી માટે લાવ્યા છે એક એવી ઉપયોગી અને જાણવા જેવી અકસીર માહિતી કે જેનાથી તમારા દાંતનો દુખાવો ગણતરીના દિવસોમાં દૂર થઇ જશે.

આજે ભાગ્યે જ કોઈ એવું હશે જેને ક્યારેય દાંતમાં દુખાવો નહિ થયો હોય. તો બીજી બાજુ એવી કોઈ શારીરિક તકલીફ નથી કે જેની દવા આપણા રસોડામાં ના હોય. બસ ઘણીવાર આપણને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર નથી હોતી. તો આજે અમે તમારી માટે લાવ્યા છે દાંતના દુખવા અને કળતરમાંથી તરત રાહત મળે એવા ઘરગથ્થુ ઉપાય.

ડુંગળી – સૌથી પહેલા આપણા રસોડામાં રહેલ એક ખાસ વસ્તુ વિષે જણાવીએ જેનાથી તમારો દાંતનો દુખાવો જોતજોતામાં મટી જશે. જયારે પણ તમને દાંતમાં દુખે કે પછી પેઢામાં દુખે ત્યારે ડુંગળીના એક ટુકડાને મોઢામાં જ્યાં પણ દાંત દુખતો હોય ત્યાં એ ટુકડો દાંતની વચ્ચે દબાવી દો. થોડી જ વારમાં તમારો દાંતનો દુખાવો ગાયબ થઇ જશે. તમે રોજિંદા ભોજનમાં સાથે કાચી ડુંગળી ખાશો તો તમને ભાગ્યે જ દાંતનો દુખાવો થશે. (જે મિત્રો ડુંગળી નથી ખાતા તેમની માટે બીજા ઉપાય અહીંયા જણાવીએ છીએ.)

નાના બાળકોને અવારનવાર તહેવાર પર વધુ મીઠાઈ અને વધુ ચોકલેટ ખાવાને કારણે દાંતમાં કીટાણુ થઇ જતા હોય છે અને નાના નાના બાળકો પણ દાંતમાં દુખે છે ની ફરિયાદ કરતા હોય છે તો તેમની માટે આ અસરકારક ઉપાય છે. લવિંગ જો બાળક મોટું છે અને સમજી શકે છે તો તેમને લવિંગ આપો અને થોડીવાર મોઢામાં મુકવા કહો પછી એ લવિંગને જે દાંત દુખતો હોય એ દાંતથી દબાવીને ત્યાંજ રાખી મોઢું બંધ રાખવા કહો. આ ઉપાય બહુ અસરકારક છે. જો તમે કે બાળક લવિંગ ના દબાવી શકો તો તમારે લવિંગનું તેલ જે તૈયાર મળે છે એમાં રૂનું એક પૂમડું તેલવાળું કરવાનું અને વધારાનું તેલ નિતારીને એ પૂમડું દુખતા દાંત પર દબાવીને રાખવું. આમ કરવાથી પણ દાંતના દુખવામાં રાહત રહશે.

વધારે ઠંડુ કે ગરમ ખાવાથી દાંતમાં દુખાવો થતો હોય તો તમારે આ એક ખાસ ઉપાય કરવાનો છે. મરી પાવડર અને મીઠું સરખા પ્રમાણમાં લેવું અને તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી જાડી પેસ્ટ જેવું બનાવી લેવું. હવે મોઢામાં જ્યાં દાંતમાં દુખતું હોય ત્યાં લગાવી દેવું અને પછી તેને 10 મિનિટ રહેવા દેવું. આમ કરવાથી દાંતના દુખાવમાં જલ્દી રાહત મળશે.

હવે તમને જણાવીએ દાંતને મજબૂત રાખવાના કેટલાક સરળ, સસ્તા અને ઘરગથ્થુ ઉપાય.

શેરડીને ચાવવાથી દાંતને મજબૂતાઈ મળે છે.

લીમડાનું દાંતણ રેગ્યુલર કરવાથી દાંતમાં દુખાવો, સડો, મોઢામાં આવતી દુર્ગંધ અને પેઢામાં થતી કળતર આવી અનેક સમસ્યામાંથી રાહત મળશે.

સવારે ઉઠીને ક્યારેય તરત બ્રશ કરશો નહિ, સૌથી પહેલા એક ગ્લાસ સાદું પાણી કે પછી હૂંફાળું ગરમ પાણી પીવો, પછી જ બ્રશ કરો એટલે તમારા મોઢામાં આખી રાત બનેલ વાસી થુંક શરીરમાં જશે અને મોઢું પણ સાફ થઇ જશે.

ફક્ત સવારે જ બ્રશ કરવું જોઈએ એવું નથી હોતું રાત્રે સુતા પહેલા પણ બ્રશ કરવું જોઈએ અને આ નિયમ ફક્ત બાળકો માટે જ નહિ પણ ઘરના બધા માટે હોય છે. તો તમે પણ બે ટાઈમ બ્રશ કરજો. 

Leave a Comment