ધાધરની દવા ધાધર,ખરજવું અને ચામડીના રોગો માટે ઘરેલુ ઉપચાર

ધાધરની દવા:

ધાધર અને ખરજવું એ ત્વચા ( ચામડી ) ને લગતો રોગ છે. આ બીમારી ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. એક વાર આ બીમારી જે વ્યક્તિને થાય તો એમાંથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. આપણે આજે અહીં ધાધરની દવા વિશે વાત કરીશું.

ધાધર એટલે શું ? (What is Dhadhar ? )

ધાધર એ એક જાતનું ફંગલ ઇન્ફેકશન છે. જે વ્યક્તિ ને ધાધર કે ખરજવું થયું હોય એવી વ્યક્તિ ના સંપર્કમાં આવવાથી અન્ય વ્યક્તિને પણ આ રોગ થઈ શકે છે.

ખરજવું ના લક્ષણ માં શરીર પર લાલ રંગના ગોળ ચકામા જેવું થઈ જાય છે. જેમાં સતત ખંજવાળ અને બળતરા થાય છે. જો કોઈને ખરજવું થયું હોય એની વસ્તુઓ નો ઉપયોગ કરવાથી પણ ખરજવું થવાની શક્યતા રહે છે.

ખરજવું શરીરના અલગ અલગ ભાગમાં થાય છે. એના ચાર અલગ અલગ પ્રકારો છે. ખરજવું ને અંગ્રેજીમાં રીંગવોર્મ કહેવામાં આવે છે. ત્વચાને લગતા ફંગલને tinea કહેવામાં આવે છે.

ધાધર પ્રકાર (Dhadhar type)

ટીનીયા કુરિસ:

આ પ્રકારની ધાધર શરીર ના આંતરિક ભાગમાં થાય છે. નિતંબની પાસે થાય છે.

ટીનીયા કેપિટિસ:

આ પ્રકારની ધાધર માથા ના ભાગમાં જોવા મળે છે. આ પ્રકારની ધાધર નાના બાળકોમાં વધુ જોવા મળે છે. અને સ્કૂલમાં બાળકોમાં વધુ ફેલાય છે. આના કારણે માથા ના અમૂક ભાગ માંથી વાળ જતા રહે છે.

ટીનીયા પેડિસ:

આ પ્રકારની દાદર પગના ભાગમાં જોવા મળે છે. આ પ્રકારની ધાધર સાર્વજનિક સ્થળોએ ઉઘાડા પગે ફરવાથી થાય છે.

ટીનીયા બરબે:

આ પ્રકારની ધાધર દાઢી અને ગળાના ભાગે થાય છે. આ ધાધર વાળંદ ની પાસે દાઢી કે વાળ કરાવવા જાઓ ત્યારે થાય છે.

ધાધરના લક્ષણો (Symptoms of Dhadhar) 

જે ભાગમાં ધાધર થઈ હોય તે ભાગ લાલ થઈ જાય છે. જે ભાગમાં દાદર થાય છે તે ભાગમાં નાના દાણા ઉપસી આવે છે. દાદર થઈ હોય એ જગ્યા પર ખંજવાળ આવે છે અને બળતરા બળે છે.

ધાધર ના કારણો (Causes of Dhadhar)

સૂકી ત્વચા રહેતી હોય એવી વ્યક્તિને થઈ શકે છે. દવા કે કોઈપણ ક્રીમની આડઅસરના કારણે પણ થઈ શકે છે. વાતાવરણમાં ફેરબદલ થવાથી પણ થઈ શકે છે. વધુ સમય સુધી શરીર ભીનું રહે તો પણ થઈ શકે છે. ધૂળ અને રજકણો શરીરમાં જવાથી પણ થઈ શકે છે. માથામાં જુ અથવા રુસી થઈ હોય ત્યારે પણ થઈ શકે છે.

જે વ્યક્તિને ધાધર, ખરજવું થયું હોય તેવી વ્યક્તિ માટે બજારમાં ઘણી બધી ક્રીમ અને મેડિસિન મળી રહે છે. પરંતુ જે વસ્તુ આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હોય છે તેના દ્વારા ઉપચાર કરવાથી પણ ધાધર ખરજવા માંથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ એવા ઘરેલુ ઉપચાર વિશે.

ધાધરના ઘરેલુ ઉપચાર ( dhadhar ni dava)

લસણ:

લસણ પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને જે જગ્યાએ ધાધર થઇ હોય એ જગ્યાએ લગાવવાથી એમાંથી મુક્તિ મળે છે.

હળદર:

હળદર પાણી સાથે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ધાધર થઇ હોય એ જગ્યા પર રૂ વડે હલકા હાથે લગાવવી.

એલોવેરા:

એલોવેરાના જેલને ધાધર વાળી જગ્યાએ આખી રાત લગાવીને રાખવી.

લીમડા:

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એનાથી સ્નાન કરવું.લીમડાના પાનની પેસ્ટ લગાવવાથી અથવા એનો રસ લગાવવાથી પણ ઘણો ફરક પડે છે.

તુલસી:

તુલસીના પાન અથવા સીસમ ના પાન ને લસોટીને લગાવવાથી દસ દિવસમાં ફાયદો જોવા મળે છે.

રાયના દાણા અને અડધો કલાક પાણીમાં પલાળી ને ત્યારબાદ મળીને લગાવવાથી ઘણો ફરક પડે છે.

ટામેટા:

ટામેટા અથવા ટામેટાનો રસ ખાવો જોઈએ એ લોહીની શુદ્ધિ કરે છે. એનું દિવસમાં ત્રણથી ચાર વાર સેવન કરવું જોઈએ.

કેળા:

પાકા કેળામાં લીંબુનો રસ મેળવીને પણ લગાવી શકાય.

કપૂર ઝીણો ભૂકો કરીને એમાં નારિયેળ તેલના ટીપા નાખીને એની પેસ્ટ તૈયાર કરવી. એને જ્યાં ધાધર થઇ હોય એ ભાગમાં લગાવવી.

મુલતાની માટીમાં ગુલાબજળ બે-ત્રણ ટીપાં નાખીને મિક્સ કરીને લગાવવું. એનાથી પણ ફરક પડે છે.

પાણીમાં એક ચમચી ડેટોલ નાખીને લગાવવાથી પણ ફરક પડે છે.

ગાજર:

ગાજરની વાટીને તેમાં મીઠું નાખીને નવશેકું ગરમ કરીને એનાથી મસાજ કરવાથી પણ રાહત મળે છે.

ધાધર થી બચવા માટેની વિશેષ કાળજી ધાધરની દવા

કુતરા જેવા પાલતુ પ્રાણીઓને પણ ધાધર થઈ શકે છે તો એના સંપર્કમાં આવવાથી પણ ધાધર થઈ શકે છે.

વધુ પડતી નમકીન અને ચપટી વસ્તુઓનું સેવન કરવાથી પણ થઈ શકે છે.

સંક્રમિત વ્યક્તિઓની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ ચેપ લાગી શકે છે.

વધુ પડતા ટાઈટ કપડાં પહેરવા જોઈએ નહીં.

તળેલું, મસાલેદાર અને જંક ફૂડનું સેવન ઓછું કરવું.

બને એટલી સાફ-સફાઈ રાખવી.

ત્વચા સંવેદનશીલ હોય તો દવા કે ક્રીમ થોડી માહિતી જાણ્યા બાદ જ ખરીદવી અથવા લગાવવી.

દારૂ ધુમ્રપાન જેવા નશાયુક્ત પદાર્થોથી દૂર રહેવું.

નાહ્યા બાદ વધુ સમય સુધી ભીના રહેવું નહીં.

સ્નાન કરી લીધા બાદ નારિયેળ ના તેલ નો ઉપયોગ કરવો.

પોતાની વસ્તુઓ જેવી કે કાંસકો, ટોવેલ અન્ય લોકો સાથે શેર કરવું જોઈએ નહીં.

તો મિત્રો આજે અમને તમને ધાધર ( ધાધરની દવા) વિશેની જાણકારી એનાથી બચવા અથવા મુક્ત થવાના ઉપાય અને કાળજી વિશે જણાવ્યું. તો અમને આશા છે કે આજનો આ આર્ટિકલ આપને અવશ્ય પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment