વાળની કોઈપણ સમસ્યા હોય તો અપનાવો આ ઉપાય

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે વાળની સમસ્યા અંગે સજાગ થયા છીએ . વાળ એ ચહેરાની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ આજકાલ ઘણા લોકોને વાળ ખરવા અને વાળમાં ખોડો થવાની વગેરે જેવી સમસ્યાઓ રહેતી હોય છે. તો વળી સાથે ઓઈલી સ્કિનની સમસ્યા પણ સતાવતી હોય છે. માર્કેટમાં ઓઈલી અને વાળ માટેની અનેક પ્રકારની પ્રોડક્ટ મળે છે, પણ તે બધી જોઇએ એવો ઇલાજ આપતી નથી અને સરવાળે ખૂબ પણ પડે છે.

ઓઈલી સ્કિનને કારણે વાળમાં પણ સમસ્યા આવી શકે છે. તો આજે અમે જણાવીશું એવી વસ્તુઓ વિશે જેનાથી તમારા વાળની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. જે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય.

રસોડામાં ઉપલબ્ધ મીઠું તમારી સુંદરતાને વધારવામાં ઉપયોગી નીવડે છે. મીઠામાં એવા ગુણ છે જે તમારી વાળ અને ત્વચા માં કુદરતી ચમત્કાર થી ઓછા નથી. મીઠું એક્ઝિમા થી લઈને ઓઈલી વાળની સમસ્યામાં મદદરૂપ બને છે.

જો તમે શેમ્પૂ કરતી વખતે મીઠું એડ કરો તો વાળની ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો .

આ સિવાયના અન્ય ઉપાયો નીચે  છે.

ઓઇલી સ્કિન:

જ્યારે ત્વચામાં sebaceous glands માં વધુ તેલ બનવા લાગે છે ત્યારે માથું ઓઈલી થઈ જાય છે. આ સમસ્યાને તમે મીઠાનો ઉપયોગ કરીને દૂર કરી શકો. એના માટે વાળ ધોતી વખતે શેમ્પુ માં એક ચમચી મીઠું એડ કરી લેવું. ત્યારબાદ વાળ ધોવા. આ ઉપાય કરવાથી ઘણો જ ફરક પડશે.

વાળ ઘાટા કરવા :

વાળની ઘાટા કરવા માટે સમુદ્ર મીઠું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તમે જો વાળ ખરવાની સમસ્યાથી પણ પરેશાન છો તો મીઠું ઉમેરીને વાળ ધોવાથી તમને આ સમસ્યામાં રાહત મળશે.

વાળ ધોતી વખતે શેમ્પૂમાં મીઠું ઉમેરવાથી વાળ ઘટ્ટ થશે. સૌપ્રથમ વાળને ધોઈ લો ત્યારબાદ સમુદ્રી મીઠું દ્વારા વાળના મૂળમાં મસાજ કરો. આ ઉપાય અજમાવ્યા બાદ ફરીથી વાળને ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અજમાવવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જશે અને વાળ ઘટ્ટ બનશે.

ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા:

ઘણા લોકો ખોડાની સમસ્યાથી ખૂબ જ હેરાન હોય છે. ખોડો એટલે ડેડ સ્કિન નું માથામાં જામી જવું. જેથી માથામાં બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે. માથાના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન થવું ખૂબ જ જરૂરી છે. એ માટે તમારા વાળને સૌ પ્રથમ બે ભાગમાં વહેંચી લો. ત્યારબાદ તેમાં મીઠું ફેલાવી . હવે આંગળીઓ વડે દસથી – પંદર મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ નોર્મલ રીતે વાળ ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી સ્કૅલ્પ સ્વસ્થ અને સ્વચ્છ રહેશે જેથી ખોડાની સમસ્યાથી છુટકારો મળશે.

વાળ ખરવા નાં કારણો :

ઘણી વખત વાળ ખરવાની સમસ્યામાં હેર ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ ડાઈ અને સ્ટાઇલિંગ પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ પણ હોઈ શકે છે.

એ સિવાય તમારા જીવનમાં તણાવ ચિંતા હોય તો એને સૌપ્રથમ દૂર કરો મનને તણાવમુક્ત અને શાંત રાખવા માટે યોગનો સહારો લઈ શકો છો.

પ્રોટીન, ચરબી, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ જેવા પાયાના પોષક તત્વોની રોજિંદા આહારમાં સામેલ કરો. સ્વસ્થ અને સુંદર વાળ માટે આ પોષક તત્વોની યોગ્ય માત્રામાં મેળવી જરૂરી છે.

આ સિવાયના પણ વાળને ખરતા રોકવા માટેના ઘરેલુ ઉપચાર નીચે મુજબ છે.

કડવા લીમડાના પાનને ધોઈને પાણીમાં ઉકાળીને , એને ઠંડુ કરવું. વાળ ધોવા માટે એનો ઉપયોગ .

કોપરેલમાં લીમડાનું તેલ મિક્સ કરીને એનાથી માથામાં માલિશ કરવી.

કોથમીરનો રસ પણ વાળમાં અને વાળના મૂળમાં લગાવવાથી ફાયદો થાય છે.

તાજા આમળાનો રસ અને લીંબુનો રસ સરખા પ્રમાણમાં લઇને મિકસ કરીને વાળના મૂળમાં લગાવવાથી પણ રાહત મળે છે આનાથી વાળ ઘટ્ટ અને લાંબા પણ બને છે.

ત્રિફળા પાવડર માં કુંવારપાઠાનો રસ મિક્સ કરીને વાળમાં અને વાળના મૂળમાં લગાવો સપ્તાહમાં એક વાર ૩ થી ૬ મહિના સુધી આ પ્રયોગ કરવો.

અડદની દાળ અને મેથી દાણાને ગ્રાઈન્ડ કરીને તેમાં અડધો કપ દહીં ભેળવીને એની પેસ્ટ દ્વારા માથામાં માલિશ કરવી. એક બે કલાક બાદ વાળને ધોઈ લેવા.

વાળ ખરવાની કોઈ અન્ય સમસ્યા હોય તો વેળાસર એનું નિદાન કરાવવું. સમસ્યાની ગંભીરતા અનુસાર ઉપચાર કરાવો અથવા કરાવવો.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલ ઉપચારો આપને અવશ્ય પસંદ આવશે.

Leave a Comment