આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ…
મિત્રો દિવાળીનો તહેવાર એટલે દીવાઓથી જળહળતું પ્રફુલ્લિત વાતાવરણ. દિવાળીના તહેવાર દરમિયાન લોકો દીવા સળગાવીને ઘરમાં આકર્ષિત જગ્યા પર રાખતા હોય છે. તેનાથી ઘરની એક અલગ જ રોનક ઉભી થાય છે. સામાન્ય રીતે લોકો માટીના કોડિયામાં દીવા કરતા હોય છે અથવા તો રંગબેરંગી મીણબત્તીનો ઉપયોગ કરી તેના દ્વારા ઘરને સજાવતા હોય છે. પરંતુ આજે અમે એક અલગ જ ટ્રીક દ્વારા તમને આકર્ષિત દીવા બનાવતા શીખવશું કે જે તમારા ઘરની શોભા તો વધારશે પરંતુ ઘરે આવનાર દરેક વ્યક્તિનું ધ્યાન દીવાઓ તરફ ખેંચાશે.
મિત્રો આ દીવા તેલ કમ પાણી જેવા છે. મતલબ કે પાણી વધારે અને અને તેલ ઓછું, અને તમારે કોઈ સ્ટેન્ડ કે કશું બજારમાં શોધવા જવાની જરૂરત નથી બધી જ વસ્તુ સરળતાથી ઘરમાં મળી રહેશે. તો ચાલો જાણીએ કે પાણીમાંથી આકર્ષિત દીવાઓ કંઈ રીતે બનાવી શકાય.
પાણીમાંથી સર્જનાત્મક દીવાઓ બનાવવાની રીત..
દીવા બનાવવા માટે મુખ્ય વસ્તુ છે પાણી, તેલ, કાચનો ગ્લાસ, પ્લાસ્ટિક પેપર અને રૂની લાંબી વાટ. અને બાકીની અન્ય આકર્ષિત વસ્તુઓ અમે તમને આગળ જણાવશું. કે કંઈ રીતે તમે દીવાને એક ક્રિએટીવ લૂક આપી શકો.એક કાચનો ગ્લાસ લઇ લો અને તે પાણીથી ભરી દો.(આખો છલો છાલ પાણીથી ન ભરવો માત્ર પોણો ગ્લાસ જ ભરવો. )
ત્યારબાદ તેમાં તમારે તેલ નાખવાનું છે. તેલ એટલું નાખવું કે પાણીની સપાટી પર તેલની સપાટી થઇ જાય. (તમે જેટલું વધારે તેલ નાખશો તેટલો વધારે સમય દીવો ચાલશે.)હવે ત્યારબાદ તમારે એક પ્લાસ્ટીકની કોથળી લેવાની છે અને તેને ગ્લાસથી થોડો નાનો ગોળાકાર કાપવાની છે.
ગોળાકાર કાપ્યા બાદ તેની વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે. (એટલું કાણું પાડવું કે જેમાંથી રૂની લાંબી પાતળી વાટ પસાર થઇ શકે.ત્યારબાદ તમારે લાંબી અને પાતળી રૂની વાટ લેવાની છે અને તેને તે કાણામાંથી પસાર કરવાની છે. તેમાં અડધી વાટ અંદર અને અડધી બહાર રહે તે રીતે રાખવાની છે હવે તમારે નીચેની બાજુથી વાટને વાળી દેવાની છે અને ગોળાકારની બહાર જતી હોય તો તે વધારાને વાટને કાપી નાખવી. ઉપરની બાજુ તો વાટ સીધી જ રહેશે.
ત્યારબાદ તેને ગ્લાસમાં મૂકી દો અને સળગાવો એટલે તૈયાર છે તમારી વોટર કેન્ડલ. હવે જાણીએ કે તેને વધારે સર્જનાત્મક કંઈ રીતે બનાવી શકાય.
દીવાને વધારે ક્રિએટીવ લૂક આ રીતે આપી શકાય :-
મિત્રો તમે પાણીમાં કલર નાખી તેને રંગબેરંગી પણ બનાવી શકો છો.તમે પાણીના થોડા પથ્થર ધૂળ નાખી ત્યારબાદ તેમાં એક નાનું ડાળખીવાળું ગુલાબ અથવા કોઈ અન્ય ફૂલ રાખીને તેને સરસ લૂક આપી શકો છો.
આ ઉપરાંત તમે પાણીમાં પહેલા ક્રિસ્ટલ બોલ રાખી તે પાણીમાં થોડો કેસરી અથવા તો લાલ કલર ઉમેરી શકો છો. જે દીવાને જબરદસ્ત લૂક આપશે. તેમાં તમે દીવો સળગાવશો ત્યારબાદ ગ્લાસની અંદર આગનો ગોળો સળગતો હોય તેવો લૂક આવશે.ત્યારબાદ પાણીમાં તમે નાના નાના રંગબેરંગી બોલ નાખીને તેને આકર્ષિત બનાવી શકો છો. આ રીતે તમારે સૌપ્રથમ પાણીથી ભરેલા ગ્લાસને ક્રિએટીવ બનાવી ત્યારબાદ તેમાં ઉપર તેલ નાખવું અને ત્યારપછી તેની ઉપર આપણે બનાવેલી પ્લાસ્ટિકવાળી વાટ રાખવી. આ રીતે દીવો બનાવી ઘરમાં રાખવો.
આપણા દેશમાં અલગ અલગ જગ્યાઓ અનુસાર અલગ અલગ રીવાજો પ્રમાણે રંગોળીનું મહત્વ જોવા મળે છે. ઘણા લોકો પેઈન્ટ કલરથી રંગોળી બનાવે છે, તો ઘણા લોકો ચિરોડી રંગથી બનાવે છે, તો અમુક લોકો કુદરતી સૌંદર્યને વધારવા માટે ફૂલની રંગોળી બનાવે છે. રંગોળી ઘરના આંગણે બનાવવામાં આવે તેનો મતલબ કે તે દિવસે ઘરે આવતા દરેક લોકો ભગવાન સમાન હોય છે. તેને માનપાન અને મહત્વ આપવામાં આવે છે.
દિવાળી પર બનાવો રંગોળી
આપણા દેશમાં રંગોળી માત્ર તહેવાર નિમિતે જ નહિ, પરંતુ આપણા દેશમાં પહેલા ઘરમાં કોઈ પૂજા કે વિધિ રાખવામાં અઆવી હોય તો પણ રંગોળી બનાવવામાં આવતી હતી. રંગોળી શબ્દ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃતનો શબ્દ છે રંગાવલી તેના પરથી રંગોળી શબ્દ બન્યો.
જો રંગોળી આપણા દરવાજા પર બનાવવામાં આવે તો તેણે જોઇને મહેમાન અને ભગવાન બંને ખુશ થાય છે. રંગોળી ખાસ મહેમાનના સ્વાગત માટે જ બનાવવામાં આવે છે. ભારતમાં અમુક રાજ્યમાં કોઈ પણ પ્રસંગ હોય તેમાં રંગોળી અવશ્ય બનાવવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ ખાસ આવે છે.
દરેક લોકો દિવાળીના પર્વ પર એકબીજાના ઘરે બધાઈ આપવા જતા હોય છે. પરંતુ ઘરમાં પ્રવેશ કરતા પહેલા જો રંગોળી જુવે તો કોઈ ન વ્યક્તિના મનમાં પ્રફુલ્લિતતા આવે છે. પરંતુ જો ફૂલોની રંગોળી બનાવવામાં આવે તો પુષ્પની સુગંધ સાથે તેનો દેખાવ પણ ખુબ જ સુંદર લાગે છે.
ખાસ તો દિવાળીના પર્વ પર રંગોળી સુકા કલરમાં જ બનાવવામાં આવે છે. જે પ્રાકૃતિક પણ માનવામાં આવે છે. પરંતુ સમય બદલાય ગયો છે જેના કરાને હવે રંગોળી લોકો રસાયણિક રંગોથી પણ બનાવે છે. રંગોળીમાં આપણે કોઈ સામાન્ય ચિત્ર અથવા આકૃતિનું પણ સર્જન કરી શકીએ છીએ.
મોટા ભાગે હિંદુ ઘરોમાં રંગોળી જોવા મળે છે. હિંદુ ઘરોમાં બનતી રંગોળીમાં વધારે શુભ ચિહ્નો જોવા મળતા હોય છે. તેમાં સ્વસ્તિક, કમળ, લક્ષ્મીજી, પાદુકા ચિહ્ન. આ બધા જ ચિહ્નો આપણા ધર્મમાં શુભ માનવામાં આવે છે અને શુભ ફળ પણ આપે છે. તેનાથી આપણી સમૃદ્ધિ પણ વધે છે.
દિવાળીના દિવસ ઘરોમાં લક્ષ્મીજીનું સ્વાગત કરવામાં આવે છે. જેના સંદર્ભે પણ રંગોળીનું મહત્વ રહેલું હોય છે. રંગોળી આં તો આપણા ઘર સજાવટનો એક હિસ્સો જ છે. જે ખુબ જ જૂની પરંપરાથી ચાલતું આવે છે.
હિંદુ ઘરોમાં જો દિવાળીના પર્વ પર રંગોળી ન બનાવવામાં આવી હોય તો ઘરની સજાવટ ઓછી પડે છે. પરંતુ હવે બધા જ લોકો પોતાના વિચારો મુજબ અલગ અલગ રંગો સાથે રંગોળી બનાવે છે. જે આખા ઘરની શોભામાં વધારો કરી નાખે છે.
ઘણા લોકો એવી પણ ડીઝાઇન બનાવતા હોય છે, જેમાં તે રંગોળીની ડીઝાઇનમાં વચ્ચે દીવાની પણ સ્પેસ રાખતા હોય છે. જેની અંદર દીવા મુકવામાં આવે તો રંગોળી વધારે દીપી ઉઠે છે.
આજના સમયમાં લોકો ખુબ જ ડીઝાઇન વાળી રંગોળીનું સર્જન કરતા હોય છે. કેમ કે સમય જતા પરંપરાગત રીતે રંગોળી ફેરફાર થયા. લોકો આજે ખુબ જ અવનવી ડીઝાઇન વાળી રંગોળી બનાવે છે અને પોતાની કલાને દર્શાવે છે.
રંગોળી એ ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિક કલા છે. જેને આજે પણ લોકો દ્વારા જીવંત રાખવામાં આવી છે. રગોલીના આકારો પણ આપણા મનના ભાવનું દર્શન કરાવે છે. જેમાં રંગ અને ચિત્રણ એ આપણી મનની સ્થિતિ વિશે અભિભૂત કરાવે છે.
મિત્રો આજકાલ તો ટેકનોલોજી સાથે પણ રંગોળી બને છે. કેમ કે અમુક અમુક એવા સાધનો આવી ગયા છે કે તેનાથી રંગોળી બનાવવી ખુબ જ સરળ પડે છે. ત્યાર બાદ આપણા ઘરમાં નાના વાસણ દ્વારા પણ કલાત્મક રંગોળી બનાવી શકો છો.ઘણા લોકો પાત્ર પણ બનાવતા હોય છે કોઈ ચોક્કસ કેરેક્ટરને લઈને પણ રંગોળી બનાવતા હોય છે. જેમાં ગણપતિ, લક્ષ્મીજી, રાધાકૃષ્ણ વગેરેનું સર્જન કરતા હોય છે. પરંતુ સ્ત્રીઓ વધારે ડીઝાઇન વાળી રંગોળી બનાવતા હોય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે..