dry skin શિયાળામાં તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે તો કરો આ ઉપાય

dry skin – સ્કિન ડ્રાય ઉપાય 
સિઝન બદલાતા જ એની અસર આપણા શરીરની સાથે સાથે સ્કિન પર પણ જોવા મળે છે. જેના કારણે ઘણીવાર સ્કીન ડલ અને ડેમેજ દેખાય છે. શિયાળો આવતા જ આપણી સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે અને ખંજવાળ પણ આવે છે. ઘણીવાર તો સ્કિન પર ફોલ્લીઓ પણ થઈ જાય છે. રાત્રે સૂતા પહેલા લોકો પોતાની સ્કિનને મેઇન્ટેઇન કરવા માટે ક્રીમ કે સિરમનો ઉપયોગ કરતા હોય છે.

એનાથી તમારી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. રાત્રે સ્કિન સેલ્સ રીપેર થાય છે એટલે રાત્રે સૂતા પહેલા સ્કિન પર નેચરલ પ્રોડક્ટ્સ લગાવવા તમારી સ્કિન માટે ફાયદાકારક બની શકે છે. આજે અમે તમને શિયાળામાં સુતા પહેલા આ પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી સ્કિનને થતા ફાયદા વિશે જણાવીશું.

એલોવેરા જેલ :

એલોવેરા જેલમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે તમારી સ્કિનને બેક્ટેરિયા અને અન્ય બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. સાથે જ એલોવેરા જેલ તમારી સ્કિનને હાઇડ્રેટ પણ રાખે છે અને સ્કિન ચમકદાર પણ બને છે. જો તમે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો છો તો તમારી સ્કિન પણ એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ થઈ જાય છે. એ તમારા ચહેરા પરના પીમ્પલના ડાઘને પણ દૂર કરવાનું કામ કરે છે.

dry skin.

મધ :

મધમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પણ હોય છે જે તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. જો તમારા ચહેરાની સ્કિન શિયાળામાં ફાટી જાય છે અને એકદમ ડ્રાય થઈ જાય છે તો રવતરે સુતા પહેલા થોડું મધ લઈને એને આખા ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી ચહેરો સાદા પાણીથી ધોઈ નાખો. એનાથી તમારા ચહેરાની સ્કિનમાં નિખાર આવશે અને સ્કિન એકદમ સોફ્ટ બનશે.

કોપરેલ :

વર્ષીથી આયુર્વેદમાં કોપરેલને ચહેરા પર લગાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. કોપરલેના ઉપયોગથી ફાટેલી સ્કિનમાં રાહત મળે છે અને સ્કિનને પોષણ મળી રહે છે. જો તમારી સ્કિન બહુ વધારે ફાટી ગઈ હોય તો તમે રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને પાણીથી ધોઈ લઈ અને એ પછી તમારા ચહેરા પર કોપરેલની માલિશ કરો. આવું કરવાથી તમારી સ્કિન એકદમ સોફ્ટ બનશે અને સ્કિનની ડ્રાયનેસ પણ દુર થશે.

ગ્લિસરીન :

ગ્લિસરીન ચીકણું હોય છે. એ તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારી સ્કિન વધારે ફાટી ગઈ હોય અને શિયાળામાં લાલા ચકામાં પડી ગયા હોય તો તમારે ગ્લિશરીનનો ઉપયોગ કરવો જોઈએ. એ સ્કિનને પોષણ આપે છે અને સ્કિનમાં ચમક પણ લાવે છે.
અમુક લોકો ગ્લિસરીન, મધ, ગુલાબજળ અને લીંબુ મિક્સ કરીને શરીર પર લગાવે છે. જે તમારા શરીરની સ્કિન માટે વરદાન રૂપ સાબિત થાય છે. એ સ્કિનને મુલાયમ પણ બનાવે છે અને ગોરી પણ બનાવે છે.

દેશી ઘી :

દેશી ઘીને ચહેરા પર લગાવવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. દેશી ઘીને ચહેરા પર લગાવવાથી ચહેરાને મોઇશ્ચરાઇઝર મળે છે. એના ઉપયોગથી ફાટેલી સ્કિન સાજી થાય છે અને પોષણ પણ મળે છે. જો કોઈ કારણસર ચહેરો ફૂલી ગયો હોય તો તમે થોડું દેશી ઘી લઈને ચહેરા લર મસાજ કરશો તો ચહેરા પરનો સોજો દૂર થાય છે.

આ રીતે જો તમે શિયાળામાં તમારી સ્કિન પર ઉપર જણાવેલ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન એકદમ સોફ્ટ અને કોમળ બની જશે અને તમારી સ્કિનને જરૂર પૂરતું પોષણ પણ મળશે. સાથે જ ચહેરાની ડ્રાયનેસ અને ફાટેલી સ્કિનથી પણ રાહત મળશે. ઘણીવાર બજારમાં મળતા મોંઘાદાટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી આપણી સ્કિન ખરાબ થઈ જાય છે અને એ એક જ દિવસમાં કાળી થઈ જાય છે પણ આ કુદરતી વસ્તુઓના ઉપયોગથી તમારી સ્કિન સોફ્ટ અને હેલ્ધી રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં તમને ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment