પરફેક્ટ આઈબ્રો માટે આપનાવો આ ટિપ્સ

આઈબ્રો ને સુંદર લુક આપવા માટે, મહિલાઓ વિવિધ યુક્તિઓ અને ટિપ્સ અપનાવે છે. એ છતાં કેટલીવાર આઈબ્રો વધુ કાળી દેખાય છે, તો ક્યારેક યોગ્ય શેપ મળતો નથી. આઈબ્રો એ ચહેરા ની સુંદરતા વધારવાનું કામ કરે છે. જેથી આઈબ્રો નો શેપ વ્યવસ્થિત રાખવો જરૂરી છે.

આઈબ્રો ને પરફેક્ટ લુક આપવા માટે સ્ત્રીઓ મેકઅપ નો ઉપયોગ કરે છે. પરંતુ આ હોવા છતાં જો કેટલી વાર આઈબ્રો નો રંગ વ્યવસ્થિત નથી હોતો અથવા ડાર્ક રંગ થાય છે.

સંપૂર્ણ આકાર આપવા દરમિયાન થતી સામાન્ય ભૂલોથી તમે જો બચવા માંગતા હોવ અને યોગ્ય આઈબ્રો ઈચ્છતા હોવ તો એના માટે અમે જણાવીશું તમને કેટલીક ટિપ્સ. જેને અપનાવીને તમે યોગ્ય આઈબ્રો બનાવી શકો છો.

તો ચાલો જોઈએ એ ટિપ્સ વિશે.

શેડ પર ધ્યાન આપો: –

ઘણી સ્ત્રીઓ ને જાડી અને ઘાટી તો પસંદ હોય છે. આ માટે સ્ત્રીઓ એકદમ ઘટ્ટ કાળા રંગથી આઇબ્રો ને કલર કરે છે. જેના કારણે આઇબ્રો ખૂબ જ ખરાબ લાગે છે એક્સપર્ટના જણાવ્યા અનુસાર નો રંગ થોડો ઓછો હોવો જોઈએ. જેથી તમારી સુંદરતા એકદમ કુદરતી લાગશે.

યોગ્ય ઉત્પાદન પસંદ : –

આઇબ્રો ના રંગ માટે વિવિધ ઉત્પાદનો મળે છે. કેટલાક લોકો પાવડર, પેન્સિલ,  વેક્સ અથવા જેલનો ઉપયોગ કરે છે. જો ખાલી જગ્યા ભરવા માટે તમે પણ પાવડરનો ઉપયોગ કરો છો તો એ તો આઇબ્રો ને નરમ બનાવશે, અને આઇબ્રો કુદરતી લાગે છે.

હાઈલાઈટ કરવી: –

જો તમે કોઇ પાર્ટીમાં જાઓ તો બ્રો બ્રોન ને હાઇલાઇટ કરવાનું ભૂલશો નહિ. ઘણીવાર બ્રો બોન ને હાઇલાઇટ કરવાનું ઓવર થઈ જાય છે. આને અવગણવા માટે બ્રો બ્રોન હાઇલાઇટ કરતા પહેલા કન્સીલર નો ઉપયોગ કરો, પછી એને હાઇલાઇટ કરો.

યોગ્ય બ્રશનો ઉપયોગ:  –

આઇબ્રો ની સંપૂર્ણ આકાર આપવા માટે કોઈપણ બ્રશ નો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે દરેક બ્રશનું પોતાનું કામ અલગ હોય છે. હંમેશા પાતળા આઇબ્રો માટે પાતળા બ્રશનો ઉપયોગ કરવો. જેથી તમારા સ્ટ્રોક ઉપર આવી શકે અને તમારી આઇબ્રો યોગ્ય શેપ મળે.

આઇબ્રો વિશેની બીજી ધ્યાનમાં રાખવાની બાબતો : –

  • મોટી આંખોવાળી સ્ત્રીઓ એ પોતાના આઇબ્રોને જાડા ન બનાવવા જોઈએ
  • પાટડી આંખોવાળી સ્ત્રીઓ આઇબ્રોને જાડા બનાવી શકે છે
  • આઈબ્રો નેપાતળી ન બનાવવી. આઇબ્રો ને વધુ પાતળી કરવાથી તમે ઉંમરમાં મોટા લાગશો.
  • આઇબ્રો પર એક સમાન રંગની પેન્સિલ અને પાઉડરનો ઉપયોગ કરવો.
  • જો તમારો ચહેરો અંડાકાર અથવા લાંબો છે. તો એ વાતનું ધ્યાન રાખો કે તમારા આઇબ્રોને ક્યારેય પાતળું ન બનાવો. આ તમારા ચહેરાને અનુકૂળ લાગશે નહીં અને તમારા દેખાવને ખરાબ બનાવશે.

આ સિવાય આઇબ્રોને સુંદર બનાવવા માટેની કેટલીક ટિપ્સ નીચે મુજબ છે.

મોટાભાગે આઇબ્રો ને ઘાટી કરવા માટે મસ્કરા અને પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વિચારો કે મસ્કરા વગર પણ તમારી આઇબ્રો લાંબી અને ઘાટી દેખાય તો ! તો તમે વધુ સુંદર નજર આવશો, પરંતુ જો તમને લાગે કે મશ્કરા અને નકલી આઇલેશેજ દ્વારા જ આ સપનું પૂરૂ કરી શકો છો  તો તમે ખોટા છો.

કેમ કે તમારું સપનું પૂરું કરવા માટેની ટિપ્સ અમે જણાવીશું જેનાથી તમે લાંબી અને ઘાટી આઇબ્રો મેળવી શકશો.

જો તમે લાંબી આપણે ઇચ્છતા હો તો રાત્રે સૂતાં પહેલાં મસ્કરા ના બ્રશ થી જેતુનનું તેલ લગાવીને સૂઈ જવું. આનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી પાપણ લાંબી થશે.

દિવસમાં એકવાર રૂની મદદથી કાચું દૂધ આઇબ્રો પર લગાવવું આનાથી આઇબ્રો ઘાટી બને છે અને સાઈન કરે છે.

કેસ્ટર ઓઇલ જેમાં ઓમેગા-૬ ફેટ અને પ્રોટીન વિટામિન ભરપૂર હોય છે. જે પાંપણ અને આઇબ્રો નો વિકાસ કરે છે.

થોડાક જ સમય માં આઇબ્રો ઘટ્ટ અને કાળી બનાવવા માટે એલોવેરા જેલથી આઇબ્રો પર મસાજ કરવું આનો નિયમિત ઉપયોગ કરવાથી આઇબ્રો ઘટ્ટ અને કાળી બને છે.

વિટામિન ઈ કેપ્સુલ ને કેસ્ટર ઓઇલ સાથે મિક્સ કરીને લગાવવાથી પણ આઈબ્રો ઘટ્ટ બને છે.

અમને આશા છે કે તમને આજના આર્ટિકલમાં જણાવેલી ટિપ્સ જરુરથી પસંદ આવશે.

Leave a Comment