મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ ઉપાય ચહેરો થઈ જશે ચમકદાર

face cleanser આપણે સૌ એલોવેરાના અદભુત ફાયદા વિશે વધતા ઓછા અંશે જાણીએ જ છીએ. એમાંય સ્કિન માટે તો એલોવેરાને અમૃત સમાન માનવામાં આવે છે કારણ કે એલોવેરા પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે જેના કારણે તેનામાં ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરી શકવાની ક્ષમતા રહેલી છે. સ્કિનને હાઇડ્રેટ કરવામાં અને બળતરા, કરચલીઓ, ડાઘને દૂર કરવામાં એલોવેરા ખૂબ જ મદદ કરે છે.

એટલું જ નહીં સ્કિન માટે એલોવેરા કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકેનું કામ કરે છે. તેને સ્કિન પર લગાવવાથી સ્કિનમાં મોઈશ્ચર તો આવે જ છે પણ સાથે જ સ્કિનને પોષણ પણ મળે છે. જો તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવા માંગતા હોય તો તમારે એલોવેરા જેલનો નિયમિતપણે ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા ના ફાયદા | એલોવેરા ફેશિયલ

આ તો થઈ એલોવેરાના સ્કિન માટેના ફાયદાની વાત પરંતુ આજે અમે તમને એલોવેરા ફેશિયલ ઘરે જ કેવી રીતે કરી શકાય તે વિશે જણાવીશું. તમારા માટે હરખની વાત એ વહે જ અમે જણાવેલી રીત અજમાવીને હવે તમારે દર મહિને ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે અને તમારા પાર્લરના પૈસા પણ બચી જશે. તો ચાલો જાણી લઈએ ઘરે એલોવેરા ફેશિયલ કઈ રીતે કરી શકાય અને એ પણ સાવ સરળ 4 સ્ટેપ્સમાં.

પહેલા આપણે એ જાણી લઈએ ક એલોવેરા આપણી ત્વચા માટે ફાયદાકારક કઈ રીતે છે? તો તમને જણાવી દઈએ કે એલોવેરામાં રહેલા વિટામીન A , C, E, B-12, ફોલિક એસિડ, કોલિન વગેરે આપણી સ્કિનને હાઇડ્રેટ કરે છે. આ તમામ વિટામીન એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તો ચાલો હવે ફેશિયલ કઈ રીતે કરવું એ જાણીએ.

સૌથી પહેલું સ્ટેપ છે ક્લીનઝિંગ :

આપણે બધા જાણીએ જ છીએ કે ફેશિયલ માટેનું પહેલું સ્ટેપ ક્લીનિંગ છે. અને એ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે. એ પછી આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને ત્યાર બાદ તમારા આખા ચહેરા પર લગાવી લો અને એનાથી સારી રીતે મસાજ કરી લો. 5 મિનિટ સુધી મસાજ કરો અને પછી તમારા ચહેરાને કોટનની મદદથી સાફ કરી લો.

skin care

 સ્ક્રબિંગ :

સ્ક્રબિંગ એ ફેશિયલનું બીજું સ્ટેપ હોય છે. સુંદરતા ને છે એવી ને એવી જાળવી રાખવા માંગતા હોવ તો યાદ રાખો સ્ક્રબિંગ ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે સ્ક્રબ કરવાથી સ્કિન પરની ડેડ સ્કિન દૂર થાય છે અને એ સાથે જ ચહેરા પર જમા થયેલી ગંદગી પણ દૂર થઈ જાય છે.

હવે સ્ક્રબિંગ કરવા માટે તમારે 1 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે અને આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તમારા ચહેરા પર આ સ્ક્રબ લગાવી લો અને એને ગોળાકાર ગતિમાં 2 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ તમારા ચહેરાને ચોખ્ખાં પાણીથી ધોઈ લો. તમને જણાવી દઈએ કે ચોખાનો લોટ સૂર્યપ્રકાશને કારણે ચહેરા પરના ખીલના નિશાન અને કાળાશ દૂર કરે છે અને આપણો ચહેરાને પણ એકદમ સ્વચ્છ કરી દે છે.

મસાજ :

મસાજ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ લેવાનું છે. ત્યાર બાદ આ બંને વસ્તુઓને મિક્સ કરી લો. એ પછી આ મિશ્રણથી 10 મિનિટ સુધી તમારા ચહેરા પર મસાજ કરો. એ બાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તમને જણાવી દઈએ કે મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ સુધારે છે, જે તમારી સ્કિન વધુ ચમકીલી બને છે.

best face moisturizer

 ફેસ પેક :

ફેસપેક માટે તમારે 1 ચમચી ચંદન પાવડર, 2 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી ગુલાબજળ લઈને આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. એ બાદ આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો અને એ બાદ ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો.

તો આ વર્ષે દિવાળી વખતે તમે પણ ઘરે જ એલોવેરા ફેશિયલ કરીને તમારી સ્કિનને ચમકાવી શકો છો. આનાથી તમારી સ્કિન પણ ચમકી જશે અને તમારા પૈસા પણ બચી જશે. અમે જણાવેલી માહિતી તમને કેવી લાગી એ અમને ચોક્કસથી જણાવજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.

Leave a Comment