દિવાળીમાં આ સરળ રીતે કરો ઘરની સફાઇ નહી લાગે વધુ સમય જાણો

દિવાળી આવે એ સાથે જ ગૃહિણીઓ ઘરની સાફ સફાઈમાં લાગી જતી હોય છે. એવામાં જો તમને અમુક સ્માર્ટ ટિપ્સ મળે જે તમારા કામને સરળ બનાવી શકે તો કેવું સારું. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ દિવાળીની સફાઈ માટેની કેટલીક ટિપ્સ.

બાથરૂમ સાફ કરવાની ટિપ્સ

દિવાળીની સફાઈની વાત હોય અને બાથરૂમની સફાઈની વાત ન આવે એ તો કઈ બને.. બાથરૂમની સારી રીતે સાફ કરવા માટે સિંક ઉપરના કાઉન્ટર પરથી તમારી બધી ટોયલેટરી ઉતારો અને નીચેના ભાગમાં સ્પ્રે કરો. જ્યાં સાબુ, શેમ્પુ અને કન્ડિશનર મુકો છો એ રેક પર પણ આવું જ કરો. નળ અને ફુવારા પર પડી ગયેલા ડાઘને સાફ કરવા માટે વીનેગરનો ઉપયોગ કરો. શાવરના પડદાને ઉતારી ને એને સારી રીતે ધોઈ લો. અને છેલ્લે બાથરૂમની વેન્ટિલેશન વિન્ડો કે એક્ઝોસ્ટ ફેનને પણ સારી રીતે સાફ કરી લો.

લાઇટ અને પંખાની સફાઈ ટિપ્સ

ઘરના અન્ય ખૂણાની તો આપણે થોડા થોડા મહિને સાફ સફાઈ કરતા હોઈએ છીએ પણ પંખા અને લાઇટ એવી વસ્તુઓ છે જેન પર લગભગ આખા વર્ષ દરમિયાન બહુ ધ્યાન આપવામાં આવતું નથી. દિવાળીમાં ઘરની સફાઈ દરમિયાન પંખા અને લાઇટની સફાઈ માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો. પંખાની બ્લેડને પહેલા કોરા કપડાથી અને ત્યારબાદ ભીના કપડાથી સાફ કરો.

ટાઇલ ગ્રાઉટની સફાઈ ટીપ્સ

બાથરૂમમાં અથવા રસોડાના બેકસ્પ્લેશ પરની ટાઇલ્સ ની વાત જ શુ પૂછવી, એ ઘણી જ ગંદી હોય છે. એને સરળતાથી સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગર અથવા બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું મિશ્રણનો ઉપયોગ કરો. જૂના ટૂથબ્રશને આ મિક્સચરમાં બોળીને ગ્રાઉટને સાફ કરો.

મંદિરની મૂર્તિઓની સફાઈ ટિપ્સ

દિવાળીની સફાઈમાં ઘરના મંદિરને તે વળી કઈ રીતે બાકાત રાખી શકાય. એટલે એના માટે તમારે ખાસ ધ્યાન આપવું પડશે મંદિરમાં રહેલી મોટાભાગની મૂર્તિઓ પિત્તળની બનાવવામાં આવેલી હોય છે. અને એને સાફ કરવા માટે તમે માર્કેટમાં મળતા બ્રાસ ક્લીનર અને સોફ્ટ કાપડ કે પછી ટોમેટો સોસનો ઉપયોગ કરી શકો છો. આ માટે ટોમેટો સોસને મૂર્તિ પર લગાવી દો અને થોડીવાર માટે સાઈડ પર મૂકો. એ બાદ એને ચોખ્ખાં કપડાથી લૂછી નાખો. આ સોસમાં રહેલા એસિડિક ઘટકો મૂર્તિને સાફ કરવાનું કામ સરળ બનાવે છે.

પડદાની સફાઈ માટેની ટિપ્સ

પડદાની સાફ સફાઈ માટે એને ધોવા જરૂરી છે. અને તમે પડદાને સરળતાથી વોશિંગ મશીનમાં ધોઈ શકો છો. પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે પડદા વોશિંગ મશીનમાં ધોઈ રહ્યા છો ત્યારે કાપડની ગુણવત્તા અને સુગંધ જળવાઈ રહે એ માટે ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરવો જોઈએ.

કાચની સફાઈ ટિપ્સ

ઘરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે કાચની હોય અને એને સાફ કરવા માટે ખૂબ જ કાળજીની જરૂર પડે છે. ઘરમાં રહેલા અરીસાને આમ તો ભીના કપડાથી લૂછી નાખવાથી એ સાફ થઈ જાય છે પણ એનાથી કાપડના તાંતણા અરીસા પર ચોંટી જાય છે. એટલે કપડાનો ઉપયોગ કરવાનો બદલે ન્યૂઝ પેપરની મદદથી અરીસાને સાફ કરો. આમ કરવાથી અરીસા પર જરાય ડાઘ નહિ રહે.

ગાદલાની સફાઈ ટિપ્સ

ગાદલાને દિવાળી દરમિયાન તપાવવામાં આવે છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. તમે પણ તમારા ઘરના ગાદલા અને ઓશિકાને થોડા કલાક સુધી તડકાના તપાવો. એનાથી એમાં રહેલા જમ્સ નાશ પામશે. યાદ રાખો કે બે ત્રણ કલાક બાદ તમારે ગાદલાને પલટવાના છે.જેથી ગાદલાની બંને બાજુએન સૂર્યપ્રકાશ મળી રહે.

કિચન માટે સફાઈ ટિપ્સ

કિચનની સફાઈ ને કઈ રીતે દિવાળીમાં બાકી રાખી શકાય. કિચનમાં સામાન્ય રીતે ઘણી ચીકાશ હોય છે એટલે એને સાફ કરવા માટે તમે ડીશવોશિંગ સોલ્યુશન, બેકિંગ સોડા, ગરમ પાણી અને વિનેગરનો ઉપયોગ કરીને દિવાળીમાં રસોડાની સફાઈ કરી શકો છો.
તો હવે તમે પણ તમારા ઘરની સફાઈ અમે આપેલી ટિપ્સની મદદથી કરી શકો છો. આશા છે કે અમે આપેલી માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે..

Leave a Comment