આંગળીના મસાજથી દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ જાણો

આપણે અનેક રોગો વચ્ચે અત્યારે જીવીએ છે. તેમજ આવા રોગોથી બચવા માટે પણ આપણે અનેક દવાઓનું સેવન કરીએ છીએ. જે ઘણી વખત નુકસાન પહોંચાડે છે. આથી કોઈક એવો ઉપાય પણ શોધવો જોઈએ, જેનાથી બીમારીમાંથી દવા લીધા વગર જલ્દી રાહત મળી શકે.

તો આજે અમે તમને આવા જ એક સરળ ઉપાય વિશે જણાવીશું. જેનાથી તમે થોડી જ મિનિટોમાં દુખાવાથી રાહત મેળવી શકો છો. એ ઉપાય છે, તમારી હાથની આંગળીઓ વડે મસાજ કરવાની, એનાથી તમારો દુખાવો ગાયબ થઈ જશે.

આપણા હાથની અલગ – અલગ આંગળીઓ અલગ-અલગ રોગોથી અને ભાવનાથી જોડાયેલી હોય છે. કદાચ તમને ખબર નહીં હોય પરંતુ આ સાચું છે કે, આંગળીઓ ચિંતા, બીક અને ચીડીયાપણું દૂર કરવાની ક્ષમતા પણ રાખે છે. આંગળીઓ ઉપર ધીમેથી દબાણ કરવાથી શરીરના અનેક અંગો પર તેનો પ્રભાવ પડે છે. તો ચાલો એના વિશે આજે વધુ માહિતી મેળવીએ.

આપણા હાથ ની પાંચ આંગળીઓ શરીરના અલગ અલગ અંગોથી જોડાયેલી હોય છે. જેથી તમારે દુખાવો દૂર કરવાની દવાઓ ખાવાને બદલે આ સહેલી અને પ્રભાવશાળી રીતનો ઉપયોગ કરવો જોઈએ. માટે આજના લેખમાં અમે તમને જણાવીશું કે, કેવી રીતે શરીરના કોઈપણ ભાગનો દુખાવો ફક્ત આંગળીઓ ઘસવાથી દૂર કરી શકાય છે.

health.figier

અંગૂઠો – હાથનો અંગૂઠો આપણા ફેફસા સાથે જોડાયેલો હોય છે. જો તમારા હૃદયના ધબકારા તેજ છે તો, હળવા હાથે અંગૂઠા પર મસાજ કરવો, અને થોડો ખેંચવો આવું કરવાથી આરામ મળે છે.

તર્જની – આંગળી આંતરડા સાથે જોડાયેલ હોય છે. જો તમારા પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો આ આંગળીને થોડી ઘસો. એનાથી દુખાવો દૂર થઈ જાય છે.

વચ્ચેની આંગળી – આંગળી રુધિરાભિસરણ તંત્ર અને પરિભ્રમણ પ્રણાલી સાથે જોડાયેલ હોય છે. જો તમને ચક્કર આવી રહ્યા હોય અથવા તમારું જીવન નર્વસ હોય તો, આ આંગળીની માલિશ કરવાથી તાત્કાલિક રાહત મળે છે.

ત્રીજી આંગળી – આંગળી તમારી મનોદશા સાથે જોડાયેલી હોય છે. જો કોઈપણ કારણસર તમારી મદદ સારી ન હોય અથવા તો તમે શાંતિ ઇચ્છતા હોવ તો આ આંગળીને ધીમે ધીમે મસાજ કરો, અને થોડી ખેંચો. એનાથી જલ્દી પરિણામ મળે છે અને મૂળ પણ સારો થઈ જાય છે.

નાની આંગળી – નાની આંગળીનો કિડની અને માથા સાથે સંબંધ હોય છે. જો તમને માથામાં દુખાવો થયો હોય તો આ આંગળીને હલકી દબાવવી અને મસાજ કરવો. તમારો દુખાવો દૂર થઈ જાય છે અને આંગળીની મસાજ કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે.

આ રીતે તમે વિવિધ આંગળીઓ અને અંગૂઠાને દબાવીને તેમજ મસાજ કરીને, અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો છો. જેનાથી તમારે દવાઓનું સેવન પણ ઓછું કરવું પડશે.

આ ઉપરાંત મુદ્રા દ્વારા પણ અનેક ફાયદા થાય છે જેમકે, સૂર્ય મુદ્રા. સૂર્ય મુદ્રા એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કે જેના શરીરની અંદર અગ્નિ ની ઉણપ હોય છે. કેમ કે, સૂર્ય મુદ્રા આપણા શરીરની અંદર અગ્નિ પૂર્તિ કરે છે. આ સૂર્ય મુદ્રા કરવા માટે આપણી ત્રીજી એટલે કે અનામિકા આંગળી ઉપર અંગુઠો રાખી દો, અને તેના દ્વારા તેને દબાવો ખાસ ધ્યાન રાખવું કે આ મુદ્રા કરતી વખતે આપણી બીજી બધી આંગળીઓ સીધી રહેવી જોઈએ. જો દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી આ પ્રકારે આ મુદ્રા કરવામાં આવે તો થોડાક દિવસોની અંદર તમને તેનો ફાયદો દેખાવા લાગે છે. આ મુદ્રા તમે પદ્માસનની સ્થિતિમાં બેસીને પણ કરી શકો છો, અથવા તો તમે ઉભા રહીને પણ આ પ્રકારની મુદ્રા કરી શકો છો.

આમ જો દરરોજ આ રીતે સૂર્ય મુદ્રા કરવામાં આવે તો, તેના કારણે આપણા શરીરને આવા અનેક પ્રકારના ફાયદા થાય છે. દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી સુર્ય મુદ્રા કરવાના કારણે માત્ર ત્રણથી ચાર દિવસની અંદર જ તેનો ફાયદો દેખાય છે, અને તમારા શરીરની અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. સાથે-સાથે તમે અન્ય ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરુર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment