મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ આયુર્વેદિક ઉપાય

શું તમે પણ આ ગરમીની ઋતુમાં ગોરી ત્વચા મેળવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો ? શું તમે એના માટે ક્યારેય તમારા ફ્રીજમાં રાખેલી મલાઈનો ઉપયોગ કર્યો છે ? તો તમારો જવાબ ના જ હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, મલાઈ તમારી ત્વચા પર અસરકારક કામ કરી શકે છે.

મલાઈ ના ઉપયોગ દ્વારા તમારો ચહેરો સુંદર બની શકે છે પરંતુ એને કઈ રીતે, યોગ્ય રીતે લગાવવી તે જાણવું જરૂરી છે. જો તમે અત્યાર સુધી મલાઈને જાણ્યા વગર એમ જ ચહેરા પર લગાવી હશે તો તમને ફાયદો જણાયો હશે નહીં તો, આજે આ માહિતીમાં અમે ચમકતી, સુંદર ત્વચા માટે મલાઈનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે તમને જણાવીશું. ઓઇલી સ્કિન પર મલાઈને કઈ રીતે લગાવવી જોઇએ, તેનાથી શું નુક્શાન છે એ બધી જ માહિતી આજે અમે તમને જણાવીશું.

મલાઈ વિશે માહિતી

જ્યારે દૂધ ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી મલાઈ નીકળે છે. દૂધ ની ટોચ પર જે એક જાડુ સ્તર જમા થાય છે. તેની મલાઈ કહેવામાં આવે છે. મલાઈ પોષક તત્વોથી ભરપુર હોય છે. માટે તેને ખાઈ શકાય છે. તે ત્વચા માટે ફાયદાકારક હોવાથી ત્વચા પર લગાવવામાં આવે છે. તે બાહ્ય રીતે ત્વચાને હાઈડ્રેટ અને મોઈશ્ચરાઈઝ કરે છે, અને ત્વચાને ચમકદાર બનાવે છે.

મલાઈ ત્વચા માટે કઇ રીતે ફાયદાકારક છે ?

મલાઈ ત્વચાને ફક્ત એક જ ફાયદો નથી કરતી, પરંતુ અનેક ઘણા ફાયદા કરે છે. ત્વચાના મૃત કોષો સાફ કરે છે :- મલાઈ નેચરલ કલિંઝર નું કામ કરે છે. તે ક્લોગ પોર્સને સાફ કરવા ઉપરાંત ત્વચા પર જમા થયેલી ગંદકી પણ દૂર કરે છે. તેને ફક્ત ચહેરા પર લગાવી શકાય એવું નથી. તમે તેને ગોઠણ અથવા કોણી પર પણ લગાવી શકો છો. એના માટે એક ચમચી મલાઈ અને લીંબુના રસને મિક્સ કરીને ત્વચા ઉપર થોડી મિનિટ સુધી મસાજ કરવો. એના પછી તેને કોટનથી સાફ કરીને ત્વચાને પાણીથી ધોઇ લેવી. એનાથી તરત જ રીઝલ્ટ જોવા મળશે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે :

મલાઈ માં ભરપૂર પ્રમાણમાં ચરબી હોય છે. જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદરૂપ થાય છે. કેટલીક સ્ત્રીઓને ઉનાળામાં પણ ત્વચા શુષ્ક રહેતી હોય છે. તેઓ મલાઈનો ઉપયોગ કરે તો શ્રેષ્ઠ રહે છે કારણ કે, મલાઈ એ ક્રીમ કરતાં પણ વધુ સારું મૉઇસ્ચરાઇઝર છે. જ્યારે પણ તમને લાગે કે તમારી ત્વચા શુષ્ક થઇ રહી છે, ત્યારે તમારા હાથ પર થોડી મલાઈ લઈને ત્વચા પર મસાજ કરો. તે તમારી ત્વચાને નરમ અને કોમળ તો બનાવશે જ પરંતુ ડેમેજ સ્કિન ને પણ ઠીક કરે છે.

ત્વચામાં કુદરતી ચમક આવે છે :

મલાઈનો ઉપયોગ કરવાથી ત્વચા નરમ રહે છે. મલાઈ ત્વચાને પોષણ આપે છે. ઉપરાંત કુદરતી ચમક પણ આપે છે. ત્વચામાં કુદરતી ચમક મેળવવા માટે મલાઈમાં થોડી હળદર મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો ત્યારબાદ ચહેરાને સાફ કરી લેવો.

ટેન દૂર કરવામાં મદદરૂપ થાય છે :

સૂર્યના કિરણોથી ત્વચાને રાહત આપવા માટે પણ મલાઈનો ઉપયોગ કરી શકાય છે. તે સૂર્યના કિરણોથી થયેલી અસર પામેલી તમારી ત્વચાને ઠંડક આપે છે અને ઊંડે સુધી પોષણ આપે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર મલાઈ ત્વચાને ટેનથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે. ટેનવાળી ત્વચા પર એક ચમચી લીંબુનો રસ અને મલાઈ લગાવો. એને અને 15 મિનિટ સુધી રહેવા દેવુ. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લેવું.

ત્વચાની બળતરા દૂર કરે છે :

મલાઈ એક એવી અદભૂત સામગ્રી છે. જે કુદરતી રીતે તમારી ત્વચાને સુંદર બનાવે છે અને રાહત આપે છે. તે શુષ્ક અને નિર્જીવ ત્વચાની સમસ્યાઓ પણ દૂર કરે છે. મલાઈનો ઉપયોગ હિલ્સ માટે પણ થાય છે. જો કોઈ કારણોસર ત્વચા માં બળતરા થતી હોય તો તેના માટે મલાઈ એક સારો ઉપાય છે.

મલાઈમાં એક ચમચી મધ ઉમેરીને પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ ઠંડા પાણીથી સાફ કરી લેવું.

મલાઈને લગાવવાની સાચી રીતે :

તમે ફ્રિજમાંથી કાઢીને મલાઈ સીધી લગાવો છો ? જો હા, તો એ ખોટી રીત છે. તો ચાલો એની સાચી રીત જાણીએ. ચહેરા પર મલાઈ લગાવતા પહેલાં તમારા ચહેરાને સારા કલિંઝરથી સાફ કરવો. હવે ઓરડાનું તાપમાન એટલે કે નોર્મલ તાપમાન પર મલાઈ આવે ત્યારે તેનું પાતળું પળ લગાવવું જોઈએ. તમે એને લગાવવા માટે બ્રશનો ઉપયોગ પણ કરી શકો છો. તેને ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ તેને વાઈપ્સ ની મદદથી સાફ કરવું અને હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. ચહેરાને ટોવેલ ની મદદથી કોરો કરી લેવો.

ઓઈલી ત્વચા પર મલાઈનો ઉપયોગ કઈ રીતે કરવો ?

મલાઈ ખૂબ જ ક્રિમિ હોવાથી તૈલી ત્વચા માટે ખૂબ ભારે માનવામાં આવે છે. આવી ત્વચાને તે વધારે ચીંકણી બનાવી શકે છે. તૈલી ત્વચાને પિગમેન્ટેશન ની સમસ્યા હોય તો મલાઈ મા લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવવા જોઈએ. 10 મિનિટ રહેવા દેવું. ત્યારપછી ધોઈ લેવું. તે ચહેરાના ડાઘ ને દૂર કરે છે.તમે મલાઈમાં હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને અકાળે વૃદ્ધત્વ અને ચિહ્નો દૂર કરે છે.

ધ્યાનમાં રાખવાની બાબત :

એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મલાઈ ને ક્યારેય પણ રાત્રે લગાવવી જોઈએ નહીં. એનાથી વિપરીત અસર થઇ શકે છે. જો તેને રાત્રે લગાવવામાં આવે અને તે આખી રાત મલાઈ ત્વચા પર રહે તો ત્વચાના છિદ્રો બંધ કરી શકે છે. જેનાથી ત્વચામાં બળતરા અને ખીલ જેવી સમસ્યા થઈ શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment