રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી જાય છે. અને આ રીતે ગંદો થયેલો ગેસ સ્ટવ સાફ કરવાનું કામ કઈ સહેલું નથી. આ બળી ગયેલા ગેસ સ્ટવ અને એના બર્નરને સાફ કરવાનું કામ મહેનત માંગી લે તેવું છે.
ઘણીવાર ગેસ સ્ટવ પર ઝીણો ઝીણો કચરો જમા થતો જાય છે અને જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ ત્યારે તે સળગી જાય છે અને ગેસ પર વધુ સખત રીતે ચોંટી જાય છે. આ પરિસ્થિતિના કારણે ઘણી તકલીફ પડે છે જેમ કે ગેસ સ્ટવ ધીમો થઈ જાય, ઘણીવાર ગેસ સ્ટવ ચાલુ હોય ને વચ્ચે જ બંધ થઈ જાય છે. જો તમારા રસોડામાં રહેલા ગેસ સ્ટવ સાથે પણ આવું જ થતું હોય તો આજે અમે તમને આ બળી ગયેલા ગેસ સ્ટવને ફટકડીની મદદથી કઈ રીતે સાફ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે એ માટે તમારે શુ કરવાનું છે.
કોલ્ડ ડ્રિન્ક અને ફટકડી
તમને જાણીને નવાઈ લાગી હશે પણ આ એકદમ સાચું છે. સ્ટવ પર જમા થયેલી કલાશને કોલ્ડ ડ્રિન્ક અને ફટકડીની મદદથી દૂર કરી શકાય છે. આમ તો તમે આ ટિપ્સ વિશે સાંભળ્યું જ હશે, અને એને ઉપયોગ કરવાની જુદી જુદી રીતો વિશે પણ જાણતા જ હશો પણ આજે અમે તમને એનો ઉપયોગ કરવાની સૌથી સરળ રીતે જણાવીશુ.
ગેસ સ્ટવને એકદમ ચોખ્ખો કરવા માટે પહેલા એક વાટકી લો અને એમાં અડધી વાટકી કોલ્ડડ્રિન્ક ઉમેરો અને એ પછી આ કોલ્ડ ડ્રિન્કમાં બે ચમચી ફટકડીનો પાઉડર મિક્સ કરી લો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને એ બાદ આ મિશ્રણને ગેસ સ્ટવની બોડી પર અને બર્નર પર લગાવી દો અને એ પછી એને 15 મિનિટ સુધી રહેવા દો.
ગેસ સ્ટવના ગંદા થઈ ગયેલા બર્નરને હવે કોલ્ડ ડ્રિંકના પીણાના મિશ્રણમાં મૂકો અને એ બાદ એને બ્રશથી સારી રીતે સાફ કરી લો. આ ઉપાય કરવાથી તમારા ગેસ સ્ટવની બધી જ કાળાશ દૂર થઈ જશે અને તમારો ગેસ એકદમ ચોખ્ખો અને ચમકતો થઈ જશે.
અથાણુંમા ફૂગ નહીં વળે
ફૂગથી આપણે પરિચિત છીએ, મધમાં સપાટી પર થતું સફેદ- કાળું કે લીલું પડ ફૂગથી થાય છે. બ્રેડ પર પણ આવો બગાડ થાય છે. છતાં પેનિસિલિન વગેરે એન્ટીબાયોટિક ઔષધો ફૂગના પ્રકારોની મદદથી જ બનાવાય છે. આજે દુનિયાભરમાં મશરૂમનો ખૂબ ઉપયોગ થાય છે. આ મશરૂમ બિલાડીનો ટોપ કે શિલીન્ઘ્ર ફૂગનો પ્રકાર છે. (અલબત્ત ફૂગનો સમૂહ છે). પણ ફૂગથી અથાણાં મુરબ્બા બગડે છે. અથાણામાં થતી ફૂગ આમ અટકાવી શકાય. વળી અથાણાં ભરતી વખતે સૂકાં તથા સાફ પાત્રો વાપરવાં જે અથાણાંમાં મીઠાનું (નમકનું) તથા ખટાશનું પ્રમાણ વધારે હોય તેમાં પણ ઉપર જણાવ્યું એમ ફૂગ થવાનો સંભવ ઓછો રહે છે. ફૂગ અટકાવવા માટે બીજું પણ રસાયણ છે, જેનું નામ છે કેલસિયમ પ્રોપીઓનેટ, આનું પ્રમાણ પણ સોડિયમ બેનઝોએટ જેટલું લેવું
ફટકડીનું પાણી કરશે કામ
જો તમે ગેસ સાફ કરવામાં વધુ મહેનત નથી કરવા માંગતા તો તમારા માટે અન્ય એક સરળ રીત પણ છે . આ માટે ગરમ પાણીમાં ફટકડી નાખી દેવાની છે અને એ બાદ ફટકડીના આ પાણીનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે તમે ગેસ સ્ટવ પર પડી ગયેલા બળવાના નિશાન પણ ફટકડીથી દૂર કરી શકો છો. આ માટે તમારે ફટકડીના એક બ્લોકને ગરમ પાણીમાં થોડીવાર માટે બોળી રાખવાનો છે અને એ પછી એ પાણીમાંથી ફટકડીના ટુકડાને બહાર કાઢી લો. ત્યાર બાદ આ પાણીથી ગેસ સ્ટવ અને ગેસ સ્ટવની બોળીને સાફ કરો. જો તમારો ગેસ વધુ પડતો જ ગંદો થઈ ગયો હોય તો તમે મીઠું, ફટકડીનો પાઉડર અને ખાવાના સોડાનો ઉપયોગ કરીને પણ એને સાફ કરી શકો છો.
ફટકડી અને લીંબુનો રસ
ગેસના સ્ટવને બળી ગયેલા ભાગને સાફ કરવા માટે ફટકડી સાથે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો કારણ કે સફાઈ માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક બની રહે છે, જે થોડીક જ વારમાં ગેસ સ્ટવજી બધી જ ગંદકીને સાફ કરી નાખશે અને તમારે બહુ મહેનત પણ નહીં કરવી પડે. ફટકડી અને લીંબુના રસને ગેસ સ્ટવ પર ઉપયોગ કરવાં માટે તમારે ફટકડી અને લીંબુના રસનું જાડું સોલ્યુશન બનાવી લેવાનું છે. હવે આ સોલ્યુશનને ગેસના સ્ટવ પર લગાવી લો અને એને 20 મિનિટ સુધી એમ ને એમ રહેવા દો. એ બાદ લીંબુની છાલની મદદથી તમે ગેસ સ્ટવ ઘસો અને એ બાદ ગેસ સ્ટવને પાણીથી ધોઈ લો.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ગેસના સ્ટવને સાફ કર્યા પછી તરત જ એનો ઉપયોગ ના કરશો. ગેસ સ્ટવને સાફ કર્યા બાદ એને થોડી વાર સૂકાવા દો તો હવે તમે પણ ફટકડીની મદદથી તમારા ગેસને ચકચકિત ચોક્ક્સથી કરી લેજો અને મિત્રો જો તમને અમે જણાવેલી ટિપ્સ પસંદ આવી હોય તો અમને ચોક્કસથી જણાવજો.
આ બાબતો ધ્યાનમાં રાખો
જો તમે અથાણું ઉમેરતા હોવ તો ધ્યાન રાખો કે અથાણામાં વધુ તેલ ઉમેરો. અથાણાંમાં પૂરતું તેલ ન હોવાથી તે ઝડપથી બગડી જાય છે. આટલું જ નહીં, અથાણું બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું વાસણ સાફ ન હોય તો તેમાં ફૂગ થવાની શક્યતા રહે છે. અથાણાંમાં વપરાતા ફળો અને શાકભાજી પણ જો ડાઘવાળા હોય તો ફૂગ થઈ શકે છે.
અથાણું ભરતી વખતે ધ્યાન રાખો
અથાણું વધુ સમય સુધી ટકી રહે તે માટે તેને સિરામિક કે કાચના વાસણમાં મૂકો. સ્ટીલના વાસણો અને પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું સ્ટોર કરવાનું ટાળો. બીજી તરફ પ્લાસ્ટિકની બરણીમાં અથાણું રાખવું સ્વાસ્થ્ય માટે સારું નથી.
ભેજનું પ્રમાણ અને સામગ્રીની માત્રાને ધ્યાનમાં રાખો
અથાણામાં મસાલાની માત્રા બરાબર હોવી જોઈએ. અથાણાંના મસાલામાં જો ભેજ બાકી રહે તો પણ અથાણું ઝડપથી બગડી શકે છે. એટલા માટે અથાણું બનાવતા પહેલા મસાલાને થોડો શેકી લો અથવા તેને તડકામાં રાખીને ભેજ દૂર કરો. એ જ રીતે, મીઠા અથાણા માટે ખાંડની ચાસણી યોગ્ય રીતે તૈયાર કરવી જોઈએ. જો મીઠાનું પ્રમાણ યોગ્ય ન હોય તો પણ અથાણું ઝડપથી બગડી જવાનો ભય રહે છે.
અથાણું રાખવાની આ છે સાચી રીત
જ્યારે અથાણું બની જાય ત્યારે તેને સ્વચ્છ મલમલના કપડાથી ઢાંકીને 3 દિવસ સુધી તડકામાં રાખો. તેલ સાથે અથાણું, તેલ વગરનું અથાણું, મીઠું અથાણું જેવા અનેક પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે. કેટલાક અથાણાં એક મહિના માટે અને કેટલાક આખા વર્ષ માટે બનાવવામાં આવે છે. તેલયુક્ત અથાણામાં યોગ્ય માત્રામાં તેલ હોવું જરૂરી છે. એ જ રીતે મીઠાના અથાણામાં પણ પાણી ન રહેવું જોઈએ. દૈનિક ઉપયોગ માટે, અથાણાંને મોટા કન્ટેનરમાંથી નાના કાચના કન્ટેનરમાં સ્થાનાંતરિત કરો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.