OLA કંપનીએ 15મી ઓગસ્ટ 2021ના રોજ ઇલેક્ટ્રિક સ્કુટરના બે નવા મોડલ લોન્ચ કર્યા હતા. અને આ મોડલે માર્કેટમાં આવતાની સાથે જ અન્ય ટુ વહીલરને તગડી ટક્કર આપવા માંડી છે. અને એનું કારણ છે આ ઇલેક્ટ્રિક સ્કુટરમાં વપરાયેલી અદ્યતન ટેકનોલોજી.
OLA સ્કુટરમાં રહેલા ફીચર્સ વિશે જાણીને જુવાન જોધ છોકરીઓના માતાપિતા ખૂબ જ ખુશ થઈ જાય એમ છે. OLA સ્કુટરમાં અમુક એવા ફીચર્સ છે જે સ્ત્રીઓ અને યુવતીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે જો તમે તમારી દીકરી, પત્ની કે બહેન માટે OlA સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ ફીચર્સ વિશે એકવાર ચોક્કસ જાણી લેજો.
ગર્લ્સ માટે ખાસ ફીચર
પ્રોફાઈલ ડ્રાઇવિંગ
oLA સ્કુટરમાં પ્રોફાઈલ ડ્રાઇવિંગ નામનું એક ગજબનું ફીચર છે. આ ફિચરમાં તમે તમારા પરિવારની પ્રોફાઈલ બનાવી શકો છો અને પછી આ પ્રોફાઈલને આધારે તમે સ્કુટરને કંટ્રોલ કરી શકો છો. ધારો કે આ સ્કૂટર હાલ તમારી માતા ચલાવી રહી છે તો તમે તેમની પ્રોફાઈલ અનુસાર સ્કુટરને કન્ટ્રોલ કરી શકશો જેમ કે સ્પીડ લિમિટ 40ની રાખી શકો છો. આ ઉપરાંત તમે હાઇપર મોડ લોક પણ કરી શકો છો. આ પ્રમાણે તમે પરિવારના અન્ય સભ્યોની પણ પ્રોફાઈલ બનાવીને સ્કુટરની સ્પીડ કન્ટ્રોલ કરી શકો છો. જેથી કરીને તમારી બહેન, દીકરી કે પત્ની અમુક લિમિટ કરતા વધુ ઝડપે સ્કૂટર નહિ ચલાવી શકે.
શેર લાઇવ લોકેશન
OLA સ્કુટરમાં શેર લાઈવ લોકેશન એક એવું ફીચર છે કે તમે સ્કૂટર લઈને ક્યાંક જતા હોય કે ક્યાંકથી આવતા હોય તો સ્કુટરના સ્ક્રીન પર જ્યારે તમે શેર લાઈવ લોકેશન પર ક્લિક કરો છો તો જે તે વ્યક્તિને તમે જ્યાં હશો ત્યાનું લોકેશન મળી જશે. આ સિવાય તમારા માતા પિતા, ભાઈ કે પતિ પણ ઘરે બેઠા જાણી શકશે કે તમે ક્યાં પહોંચ્યા છે, ક્યાં રોડ પર છો અને તમને ઘરે આવતા કેટલો સમય લાગશે. આ ફીચર્સ સ્ત્રીઓની સેફટીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે.
હિલ હોલ્ડ
પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને જ્યારે સ્કૂટર ખેંચવાનો વારો આવે છે તો એ એમને ભારે લાગે છે, એમાંય જો ઢાળ પર સ્કુટરને કાબુમાં કરવાનું હોય તો સ્ત્રીઓ માટે ખૂબ જ તકલીફવાળું કામ બની જાય છે. પણ આ સ્કુટરમાં એક એવું ગજબનું ફીચર છે જેની મદદથી ઢાળમાં પણ તમારું સ્કૂટર ઢળી નહીં પડે, એની મોટર ઢોળાવ પર પણ તમે સ્કુટરને સ્થિર રાખી શકો તે પ્રકારની બનાવાયેલી છે.
સાઈડ સ્ટેન્ડ એલર્ટ
ઘણીવાર યુવતીઓ ટુ વહીલર ચલાવે છે ત્યારે સાઈડ સ્ટેન્ડ ઊંચું કરવાનું ભૂલી જાય છે અને એને પરિણામે ઘણીવાર એક્સિડન્ટનો ભોગ બને છે. પણ આ સ્કુટરમાં તમારે સાઈડ સ્ટેન્ડ ઊંચું કર્યું છે કે નહીં એ અંગે યાદ રાખવું નહિ પડે. જો તમે સાઈડ સ્ટેન્ડ ઊંચું નહિ કર્યું હોય તો સ્કુટરની સ્ક્રીન પર રેડ એરર આવી જશે અને એ તમને જણાવશે કે હજી સાઈડ સ્ટેન્સ ઊંચું નથી થયું. આમ તો આ ફીચર ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરુષો માટે પણ મહત્વનું છે કારણ કે ઘણીવાર પુરુષો પણ સાઈડ સ્ટેન્ડ ઊંચું કરવાનું ભૂલી જાય છે.
લાર્જ બુટ સ્પેસ
જ્યારે સ્ત્રીઓ સ્કૂટર લઈને બહાર નીકળે છે ત્યારે તેમના સ્કુટરની ડેકી ભાગ્યે જ ખાલી જોવા મળે છે. શોપિંગ કરવા નીકળી હોય ત્યારે તો ડેકીમાં જગ્યા એને ઓછી પડે જ છે એવામાં OlA સ્કુટરમાં તમને 36 લિટરની બુટ સ્પેસ એટલે કે ડેકી મળે છે જેનાથી તમારી શોપિંગ બેગ ક્યાં મુકવી એ પ્રશ્ન સોલ્વ થઈ જશે.
રિવર્સ મોડ
આપણે અનુભવ્યું છે કે જ્યારે આપણે આપણું સ્કૂટર ક્યાંક પાર્ક કર્યું હોય અને પછી તેને બહાર કાઢવું હોય ત્યારે તેને રિવર્સ લેવામાં ભારે મહેનત પડે છે. પણ OLA સ્કુટરમાં તમને આવી કોઈ પ્રોબ્લમ નહિ થાય. આ સ્કુટરમાં રિવર્સ મોડ આપેલો છે જેની મદદથી તમે શરીરને જરા પણ જોર આપ્યા વગર ખૂબ જ સરળતાથી સ્કુટરને રિવર્સ લઈ શકશો
તો હવે જો તમે પણ ટુ વહીલર લેવાનું વિચારી રહ્યા હોય તો એકવાર OLA સ્કૂટર તરફ પણ એક નજર ચોક્કસ કરજો, સ્કૂટર ચલાવવાના શોખ તો પૂરો થશે જ સાથે ઉપરોક્ત જણાવેલ એડવાન્સ ફિચર્સનો લાભ લેવાનો પણ મોકો મળશે. અપેક્ષા રાખીએ કે અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થતી હશે અને એ અંગે આપ અમને અભિપ્રાય આપીને ચોક્કસ જણાવશો