ચહેરા ને ગોરો બનાવવા માટે અપનાવો આ ઉપાય ફક્ત 2 જ દિવસમાં થઈ જશે ચહેરો એકદમ ચમકદાર

આજની જનરેશનના યંગસ્ટર્સ એમના ચહેરાની ખાસ કાળજી લેતા હોય છે, એમાંય યુવતીઓ તો એમના સુંદર ચહેરા અને ગોરી ત્વચા માટે જાત જાતના અખ્તરાઓ કરતી હોય છે. માર્કેટમાં મળતા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ બેફામ ઉપયોગ કરે છે પણ ઘણીવાર એ પ્રોડક્ટ્સની આડઅસરનો પણ ભોગ બને છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને તમારા ચહેરાનો રંગ ગોરો થશે કે નહીં એ તો ખબર નહિ પણ તમારી સ્કિનને ચોક્કસ પણે નુકસાન પહોંચે છે.

જો તમે તમારા શ્યામ રંગને નિખારવા માંગતા હોય તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે એવી ટિપ્સ જેને અજમાવીને તમે તમારા ચહેરાની રંગતને બદલી શકો છો અને એ પણ એકદમ ઘરેલુ નુસ્ખાઓની મદદથી. કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ વગર તમે ઘરે જ અમુક ટિપ્સ અજમાવીને તમારી સુંદરતા નિખારી શકો છો તો ચાલો જાણી લઈએ એ ટિપ્સ વિશે.

ચહેરા ને ગોરો બનાવવા માટે

બેસન અને હળદર:

બેસન અને હળદરનો ચહેરા પર ઉપયોગ એ ખૂબ જ જૂનો અને જાણીતો ઉપાય છે. એક ચમચી હળદર અને એક ચમચી બેસનને પાણી, દહીં કે દૂધ સાથે મિક્સ કરીને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. એને પંદરેક મિનિટ રાખ્યા બાદ ધોઈ લો.

બેકિંગ સોડા:

બેકિંગ સોડા એક કુદરતી બ્લીચ છે જેના ઉપયોગથી ચહેરામાં ચોક્કસપણે નિખાર આવે છે. બેકિંગ સોડાનો ઉપયોગ કઈ રીતે કરવો જો એની મૂંઝવણ હોય તો બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર પાંચ સાત મિનિટ સુધી લગાવી રાખો. યાદ રાખો કે પેસ્ટ લગાવતા પહેલા તમારો ચહેરો પાણીથી ધોયેલો હોવો જોઈએ.

ગુલાબ જળ:

રોજ રાત્રે સુતા પહેલા ચહેરાને ધોઈ લો અને ત્યારબાદ ચહેરા પર ગુલાબ જળ લગાવો. તમે ગુલાબ જળને દૂધ સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારી સ્કિન ગોરી થશે

દૂધ અને કેળા:

દૂધમાં પાકા કેળાને મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને વીસેક મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરાને પાણી વડે ધોઈ લો.

એલોવેરા જેલ:

જો તમારી સ્કિન ટેન થઈ ગઈ છે તો એમાં એલોવેરા જેલ તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એલોવેરા જેલને દસેક મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ત્યારબાદ ચહેરાને ધોઈ લો. એલોવેરા લગાવવાથી તમારી સ્કીમ ગોરી અને મુલાયમ બનશે.

સૂરજ મુખી બીજ:

સૂરજમુખીના બિયા સુંદરતા વધારવામાં ઘણા જ લાભદાયી છે. સૂરજમુખીના બિયાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં કેસર અને હળદર ભેળવીને તેની એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરો ગોરો બનશે.

દૂધ ,લીંબુનો રસ અને મધ:

એક એક ચમચી દૂધ અને લીંબુનો રસ લો ત્યાર બાદ તેમાં એક ચમચી મધ મિક્સ કરો, આ મિશ્રણને તમારા ચહેરા પર નિયમિત રીતે લગાવવાથી તમારી સ્કિનની રંગત ઉઘડે છે.

કેળું અને બદામનું તેલ:

કેળા અને બદામના તેલમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશિયન હોય છે, જે તમારી સ્કિનને નિખારવામાં ખૂબ જ ફાયદાકારક છે. પાકા કેળામાં બદામનું તેલ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાવો, લગભગ 20 મિનિટ જેવું રાખ્યા બાદ તેને ધોઈ લો

ટામેટું:

ટામેટું એક ક્લીનઝર તરીકે કામ કરે છે. એક નાના ટામેટાને વચ્ચેથી કાપી લો, ત્યારબાદ તેનું એક ફાડીયું ધીમે ધીમે આખા ચહેરા પર ઘસો, આવુ નિયમિતરીતે કરવાથી ચહેરા પર જામી ગયેલો મેલ દૂર થાય છે અને ચહેરાની રંગત નિખરે છે.

બટાકા:

બટાકામાં પણ કુદરતી બ્લીચ રહેલું છે, જે તમારી સ્કિનને ફેર બનાવવામાં મદદ કરે છે. એક બટાકાને છીણીને તેનો રસ કાઢો અને આ રસને તમારા ચહેરા પર લગાવો. આ પ્રયોગ નિયમિતપણે કરવાથી એનું ખૂબ જ સારું પરિણામ મળે છે.

જાયફળ:

જાયફળને દૂધ સાથે ઘસીને એની પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે અને ચહેરાનો રંગ પણ ખીલે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment