ગોળના ફાયદા આપણું શરીર આપણા માટે ભગવાને આપેલી એક અમુલ્ય ભેટ છે. મોટાભાગે દરેક વ્યક્તિ સવારે ઊઠીને 1થી 2 ગ્લાસ પાણી પીતા હોય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, દરરોજ સવારે ખાલી પેટે પાણી પીવાથી મોટા ભાગે ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે પણ પાણી સાથે એક દેશ ની વસ્તુ ખાઈ લેશો તો આજીવન ઘણા બધા રોગોથી મુક્ત રહી શકશો. આ વસ્તુને સવારે ઊઠીને ખાઈ લેવાની હોય છે. ત્યાર પછી પાણી પીવાનું હોય છે. જો તમે આ રીતે દરરોજ કરશો તો શરીરમાં જામેલી બીમારીઓને નષ્ટ થઈ જશે.
એના માટે સવારે ઊઠીને ગોળનું સેવન કરવાનું હોય છે. એ વસ્તુ ના નામ છે દેશી બ્રાઉન ગોળ સફેદ ગોળનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે દરરોજ સવારે ખાલી પેટે એક ટુકડો દેશી ગોળનુ સેવન કરો અને ઉપરથી હૂંફાળું ગરમ પાણી પીશો તો, ઘણા બધા રોગો થી દૂર રહી શકાય છે.આ માટે સવારે ઉઠીને એક ટુકડો દેશી બ્રાઉન ગોળનો ટુકડો ખાય લેવો જોઈએ. ત્યાર પછી હૂંફાળું ગરમ પાણી પીવું જોઇએ. જો તમે આવી રીતે દરરોજ આ ઉપાય કરશો તો સ્વાસ્થ્યના અનેક ઘણા ફાયદા જોવા મળશે.
ગોળના ફાયદા
તમને ખબર જ હશે કે ગામડામાં મોટે ભાગે રોટલી અને ગોળનું સેવન કરતા હોય છે. જેથી શરીર ખૂબ જ મજબૂત અને અડીખમ રહેતું હોય છે. ગોળ ખાવાથી શરીરમાં ભરપૂર શક્તી મળી રહે છે. જેથી ઘણા બધા રોગો દૂર રહે છે પરંતુ અત્યારે નવી જનરેશનના લોકો ગોળનું સેવન કરવાનું જ ભૂલી ગયા છે. તેમના માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ગોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું વધારો થાય છે. લોહીની ઉણપ પણ દૂર થાય છે. ખાસ કરીને મહિલાઓમાં થતી લોહીની ઊણપ દૂર થાય છે. તેમના માટે ગોળનું સેવન કરવું વરદાનરૂપ ગણાય છે. એના માટે દરરોજ ગોળ ખાવો જોઈએ. જેનાથી લોહી પણ શુદ્ધ થાય છે અને ખરાબ લોહી દૂર થાય છે. ઉપરાંત સારું લોહી બનવામાં મદદરૂપ થાય છે.
ગોળ ખાવાથી શરીરમાં એનર્જી બની રહે છે. ઉપરાંત ગોળ ખાવાથી લાંબી ઉંમર થાય ત્યાં સુધી શરીરનાં હાડકાં મજબૂત રહે છે. તમે ઘણી વખત જોયો છે કે, હાલતા – ચાલતા ઘણા લોકોનાં હાડકા ભાગી જતા હોય છે. જે શરીરમાં હાડકા નબળા હશે તો ખરાબ થવાની સંભાવના વધુ રહેતી હોય છે. પરંતુ ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી મહત્વના તત્વો રહેલા છે. જે હાડકાં અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. માટે મોટી ઉંમરે પણ હાડકાં મજબૂત રહે છે. એના માટે દરરોજ સવારે ભૂખ્યા પેટે દેશી ગોળ ખાવો જોઈએ.
જો તમે દરરોજ સવારે ઊઠીને ગોળ ખાઈને હું પાણીનું સેવન કરશો તો તમારી ત્વચા પણ કાર્ય બની રહે છે એનાથી ચહેરામાં નિખાર આવે છે જો તમે અને ચહેરાનો ગ્લો વધારવા માંગતા હોવ તો દરરોજ ખાલી પેટે એક દેશી બ્લાઉઝ નો ટુકડો ખાઈ લેવું જોઈએ ત્યાર બાદ હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ એનાથી ઉંમર વધે છતાં પણ તમે યુવાન દેખાવ છો.
મોટાભાગે દરેક વ્યક્તિના ઘરે સફેદ ગોળ સરળતાથી મળી રહે છે. પરંતુ તેમને એક વિનંતી છે કે, દાળ, શાક ની રસોઈ માં પણ સફેદ ગોળનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એની જગ્યાએ દરેક રસોઈમાં અને ખાવામાં બ્રાઉન દેશી ગોળનો ઉપયોગ કરવો જોઈએ. જેના તમને અને ઘણા ફાયદા પણ મળી રહે છે.
ગોળ ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.એવી ઘણી ચીજો છે જેનાથી આયર્નની કમી દુર થાય છે પરંતુ ગોળ એવી ચીજ છે કે, જેમાં આયર્ન ખુબ જ વધારે હોય છે. ગોળ આયર્નનો એક અદ્ભુત સ્ત્રોત છે. તે એનીમિયાના દર્દીઓ માટે ફાયદાકારક છે. એટલા માટે એનીમિયાના શિકાર બનેલા લોકોને ખાંડની જગ્યાએ ગોળ ખાવાની સલાહ આપે છે. ખાસ કરીને મહિલા માટે તેનું સેવન કરવું જોઈએ.
જો તમને દરરોજ સવારે નરણા કોઠે ઊઠીને પાણી પીવાની આદત હોય તો એના પહેલા દેશી બ્રાઉન ગોળનો એક ટુકડો લેવો જોઈએ. ત્યાર પછી પાણી પીવું જોઈએ. એનાથી સ્વાસ્થને અદભુત ફાયદા થાય છે. આ ઉપાય દરેક વ્યક્તિ અપનાવવા જેવો છે, અને ખાસ કરીને મહિલાઓ એ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
જો આજની ગોળના ફાયદા ગોળના સેવનને લગતી માહિતી તમને પસંદ આવશે અને જરૂરથી ઉપયોગી થશે.