જો તમારુ બાળક તમારુ કિધું ના કરે તો કરો આ ઉપાય

મોટાભાગના ઘરોમાં માતા-પિતાની સામાન્ય ફરિયાદ હોય છે કે, તેમના બાળકો એમની વાત માનતા નથી તે ક્યારેક બાળક ને શાંતિ અને ક્યારેક ગુસ્સામાં પણ પોતાની વાત સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ નિષ્ફળ જાય છે, અને બાળકો એમની વાત પર ધ્યાન આપતા નથી. ઘણીવાર બાળકો વાત સાંભળ્યા પછી પણ નજરઅંદાજ કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતા નિરાશ થાય તે પણ સ્વાભાવિક છે.

જોકે, આમાં બાળકનો કોઇ જ વાંક નથી હોતો. વાસ્તવમાં બાળકોનો સ્વભાવ રમતિયાળ હોય છે. માટે તેમનું ધ્યાન આપણી વાતો પર હોતું નથી અને માત્ર મોજ મસ્તીમાં જ તેઓ વ્યસ્ત રહેતા હોય છે.

બાળક
image source dreamstime

આવી સ્થિતિમાં બાળકો સામે બૂમો પાડવી પણ યોગ્ય નથી. તેના બદલે તમે એક કામ કરી શકો છો કે, તમે તમારી વાતની રજૂઆત કરવાની થોડી રીતમાં ફેરફાર કરી શકો છો. કેમકે, તમારી વાત કરવાની રીતમાં ફેરફાર કરશો તો એનાથી ઘણો ફરક પડશે. મોટાઓ સાથે વાત કરવી અને બાળકો સાથે વાત કરવી, એ બંનેમાં ખૂબ જ અંતર હોય છે. તો ચાલો જાણીએ બાળકો સાથે કેવી રીતે વાત કરવી જેથી તેઓ તમારી દરેક વાત માને.

બાળકને માનસિક સ્થિતિ સમજો

જ્યારે તમે બાળક સાથે વાત કરો છો ત્યારે, સૌપ્રથમ બાળકોની માનસિક સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત આપણે માહિતી પ્રમાણે બાળક સાથે વાત કરતા હોઈએ છીએ. જેના કારણે આપણે જરૂર કરતાં વધારે માહિતી આપીએ છીએ, અથવા ભારે શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. જે તેઓ જાણતા પણ નથી હોતા. આવી સ્થિતિમાં બાળકો વડીલોની વાત સમજી શકતા નથી. અને ત્યારે તેઓ પોતાની મસ્તીમાં મસ્ત થઈ જતા હોય છે, માટે જ્યારે પણ તેમની સાથે વાત કરો ત્યારે, એકદમ સરળ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેઓ સરળતાથી સમજી શકે.

સારા અને ખુશ મૂડ સાથે વાત કરવી 

આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જે તમારે બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ક્યારેક આપણે બાળકો સાથે ગુસ્સામાં વાત કરીએ છીએ. તો ક્યારેક આપણો મૂડ ના હોય ત્યારે વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણી વાત કરવાની રીત થોડી અલગ હોય છે. જે બાળકોના મનમાં નકારાત્મક લાગણી પેદા કરે છે. આવી સ્થિતિમાં બાળકો તો ચૂપ થઈ જાય છે અથવા તો વાતનો જવાબ આપવા લાગે છે. ત્યારે તમને લાગે છે કે, તેઓ તમારી વિરુદ્ધમાં બોલી રહ્યા છે.

બંને પરિસ્થિતિમાં બાળકો તમારી વાતનો અર્થ સમજી શકતા નથી. તેથી જ્યારે પણ તમે બાળકો સાથે વાત કરો ત્યારે ધ્યાન રાખો કે, તે સમયે શાંતચિત્તે વાત કરવી જોઈએ. જેથી કરીને બાળકો તમારી વાતને સમજવાનો પ્રયત્ન કરે.

બાળકોના રોલમોડેલ બનો 

માતા – પિતા જ્યારે તેમના બાળકો સાથે વાત કરે ત્યારે તેમની ઇચ્છા હોય છે કે,.બાળકો તેમની વાત સાંભળે, તે જ સમયે બાળકો મસ્તી કરતા હોય છે, તો માતાપિતા તેમના પર ગુસ્સે થઈ જતા હોય છે. જ્યારે મોટાભાગના માતા-પિતા આ જ ભૂલ કરે છે. જ્યારે બાળકના માતા-પિતા સાથે વાત કરવા માંગતો હોય ત્યારે માતા-પિતા ફોન કરતા લેપટોપ માં વ્યસ્ત હોય છે. આ તમારી ખૂબ જ ખરાબ આદત છે. પહેલા તમે તમારી આ આદત બદલો, પછી બાળકને બદલવાની અપેક્ષા રાખવી જોઈએ.

એકવારમાં એક જ વાત કહેવી 

જ્યારે પણ તમે બાળક સાથે વાત કરો, ત્યારે એક સમયે એક જ વિષય પર વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અથવા એકવારમાં એક જ સૂચન આપવું જોઈએ. કેટલીક વાર માતા-પિતા તેમના બાળકો સાથે એક જ સમયે ઘણા બધા વિષયો પર ચર્ચા શરૂ કરી દેતા હોય છે. જેના કારણે બાળકો મૂંઝવણમાં મુકાઇ જાય છે, અને પછી તેઓ તમારી કોઈ પણ વાતમાં રસ લેતા નથી.

નો ડિસ્ટર્બ પોલીસી અપનાવો 

તમે ઈચ્છા રાખતા હોવ છો કે, બાળક તમને સાંભળે. મોટાભાગના ઘરોમાં એવું બનતું હોય છે કે, ઘરમાં ટીવી ચાલુ છે એ જ સમયે બાળકો અને માતા-પિતા એકબીજા સાથે વાત કરે છે. પરંતુ આ કારણે બાળકોનું ધ્યાન મોટા ભાગે તમારી વાત માનવાને બદલે ટીવીમાં જ રહેતું હોય છે.

તેઓ તમારી વાત પર ધ્યાન આપતા નથી. એટલા માટે જો તમે બાળક સાથે વાત કરી રહ્યા હોવ તો નો ડિસ્ટર્બ પોલીસી અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે તમારો ફોન થોડીવાર માટે સાઈડ પર રાખો, ટીવી ચાલુ હોય તો એ બંધ કરી દો. જ્યારે આજુબાજુમાં કોઇ ખલેલ ન હોય ત્યારે તમારું બાળક તમારી વાત ધ્યાનથી સાંભળી શકે છે.

આજે અમે તમારી સાથે બાળકોને લગતી ખૂબ જ હતો પણ ટિપ્સ સેર કરી છે તો, અમને આશા છે કે આજની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment