શરદી અને તાવ ના કારણે ઊંઘમાં ખલેલ પડે અને ઊંઘ ના આવે તો કરો આ ઉપાય

શરદી ઉધરસ  અને તાવને કારણે શાંતિથી ઊંઘ આવવી એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એ સમયે બંધ નાક ના કારણે સમસ્યા પેદા થાય છે. જ્યારે ઉધરસ આવતી હોય ત્યારે માંસપેશીઓમાં થતો દુખાવો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. સામાન્ય રીતે શરદી ના લક્ષણો લગભગ સાતથી દસ દિવસ સુધી રહેતા હોય છે. ઘણી વખત ખાંસી અને વહેતા નાકને કારણે સારી ઉંઘ આવવામાં મુશ્કેલી ઊભી થાય છે. પરંતુ જેમ આપણે બધા જાણીએ છીએ એમ સારા સ્વાસ્થ્ય માટે સારી ગુણવત્તા પૂર્ણ ઊંઘ પણ લેવી જરૂરી છે. કારણે કે સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે.

હવે પ્રશ્ન એ આવે છે કે શરદી અને તાવની સમસ્યા માં સારી ઊંઘ કેવી રીતે લેવી. તો આજે અમે એ પ્રશ્નના જવાબ સ્વરૂપે અને તમારી આ સમસ્યાનું નિરાકરણ માટે પાંચ મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીશું. જેનાથી શરદીની સમસ્યા માં તો રાહત મળશે જ. પરંતુ સૌથી સારી ઊંઘ આવશે.

શ્વાસ લેવામાં મદદ કરી શકે છે કરો હ્યુમીડિફાયર નો ઉપયોગ 

શુષ્ક હવા શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરે છે. સાથે જ સમસ્યાને વધારી પણ શકે છે. જેના કારણે તબિયત વધુ ખરાબ થઈ શકે છે. એવા સમયે વાતાવરણમાં નમી એટલે કે ભેજ જાળવવા માટે રાત સુધી પોતાના રૂમમાં વેપોરાઇઝર અને હ્યુમીડિફાયર નો ઉપયોગ કરી શકો છો. કેમ કે હવામાં ભેજ જળવાઈ રહેશે તો, શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં, વ્યવસ્થિત રીતે શ્વાસ લેવામાં મદદરૂપ બનશે. સાથે જ હવામાન રહેલી નવી એટલે કે ભેજ નાકમાં lrritated tissues શાંત કરી શકે છે. સાથે જ ગળાની ખારાશ અને દુખાવાને પણ દૂર કરે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે હ્યુમીડિફાયરમાં હંમેશા ડિસ્ટિલ અથવા શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ એના પાણીને ચેન્જ કરવું જોઈએ. ઉપરાંત બેક્ટેરિયાથી બચાવવા માટે નિયમિત રૂપે સાફ કરવું જોઈએ.

સુતા સમયે સ્નાન કરવું જોઈએ

જ્યારે તમને શરદી અને તાવ આવે છે ત્યારે સુવાના સમયે ગરમ પાણીથી સ્નાન કરી લેવું જોઈએ. સાથે ગરમ પાણીની સ્ટીમ પણ લેવી જોઈએ. જેનાથી તમને શ્વાસ લેવામાં સરળતા રહેશે. એ સિવાય તમે બીજા અન્ય ઉપાયો પણ તમે અજમાવી શકો છો. જેવી રીતે કે શાવર ચાલુ કરી ને બાથરૂમનો દરવાજો બંધ કરી ને બેસવું. એનાથી બાથરૂમમાં વરાળ બની રહે છે. એ સિવાય તમે કોઈ અન્ય વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલ અથવા તો કપડા ની મદદથી પણ સ્ટીમ, નાસ લઈ શકો છો. આ ઉપાય કરવાથી શરીર ને પણ આરામ મળે છે.

દવાની પસંદગી કરતી વખતે સાવધાની રાખો

શરદી અને તાવ ની ઘણી બધી દવાઓ એકસાથે ઘણી સમસ્યાઓનો ઈલાજ કરે છે. જેવી રીતે કે શરદી, ખાંસી, તાવ અને દુખાવો માટે જ દવાની સામગ્રીને ધ્યાનથી જોવી જોઈએ. ધ્યાનપૂર્વક જોઈને દવાની પસંદગી કરવી જોઈએ. એવી દવા પસંદ કરવી જોઇએ જે તમારા સમસ્યા અને લક્ષણો થી વધુ મેળ ખાતી હોય. કેમકે, ડીકોન્જેસ્ટેન્ટ ઊંઘ માં ખલેલ પહોંચાડી શકે છે. બીજી છે એન્ટીથીસ્ટમાઇસ જે ઘેન લાવી શકે છે. જો તમારું બાળક ચાર વર્ષનું હોય તો એને ઠંડી દવાઓ આપવી જોઈએ નહીં.

ગળાની ખરાશ માં રાહત મેળવો

શરદી અને ગળું ખરાબ હોય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા જોઈએ. આ ઉપાય ગળાની સમસ્યા માટે ખુબ જ ઉપયોગી છે. એ સિવાય તમે ડોક્ટરની સલાહ વગર પણ મીઠી ગોળી, સ્પ્રે અને દર્દનિવારકોનો ઉપયોગ કરી શકો છો. ડોક્ટરને જણાવવું જોઈએ કે બે દિવસથી વધુ તાવ હોય અને વધુ દિવસથી શરદી હોય તો એ સામાન્ય લક્ષણ હોતા નથી. કારણ કે આ એક ટ્રેપ સંક્રમણ પણ હોઈ શકે છે. જે ગળામાં જીવાણુઓને કારણે આ સંક્રમણ થાય છે.

નસલ સ્ટ્રીપ નો ઉપયોગ કરવો 

ઘણા લોકો બંધ નાક નો ઈલાજ કરવા માટે આ ચિપચિપી સ્ટ્રીપનો ઉપયોગ કરે છે. જે નાકને ખોલવામાં મદદ કરે છે.

શરદી-ખાંસીની સમસ્યામાં રાહત મેળવવા માટે અને સાથે સારી ઊંઘ મેળવવા માટેની કેટલીક ટિપ્સ અમે તમને આજે જણાવી. અમને આશા છે કે, આ ટિપ્સ આપને ઉપયોગી થશે અને પસંદ આવશે.

Leave a Comment