15 દિવસમાં દૂર થઈ જશે ખીલના ડાઘ કરો આ ઉપાય

ખીલના ડાઘ સારી ત્વચા માટે સૌથી જરૂરી છે વિટામીન છે વિટામિન સી. જેનો ભરપૂર ઉપયોગ કરવાથી તમારો ચહેરો ખૂબ જ સુંદર બને છે. સંતરા ના ફાયદા તો તમે બધા સારી રીતે જાણતા જ હશો. તેમા વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. ત્યારે આ વાત જાણીને તમને બિલકુલ આશ્ચર્ય નહીં થાય કે જે રીતે સંતરા સારા હોય છે. એ રીતે સંતરાની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્યારે  હવે તમે સંતરા ખાઓ ત્યારે તેની છાલને જરૂરથી સાચવી રાખો. એ તમારી ત્વચા સંબંધિત વિભિન્ન પ્રકારની સમસ્યાઓથી છૂટકારો આપવામાં ઉપયોગી છે. આ એક નેચરલ ઉપાય છે. જો તમારો ચહેરો સુંદર બનાવવો હોય તો બ્યુટી પ્રોડક્ટ પણ માર્કેટમાં મળે છે. જે સંતરાના છાલ અને સંતરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી હોય છે. એ તમારી ત્વચા માટે ઉપયોગી અને સારી સાબિત થાય છે. આ તો તમે બધા જાણો છો પરંતુ અમે તમને આજે જણાવીશું સંતરાની છાલનો પાઉડરનો ઉપયોગ કરીને અલગ – અલગ રીતે ફેસ માસ્ક બનાવીને તમે ઉપયોગમાં લઈ શકો છો. જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ખીલના નિશાન

ત્યારે આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે કઈ રીતે સંતરાની છાલનો ઉપયોગ કરવો અને તેનો માસ્ક બનાવવો, જે તમારા ખીલ ના ડાઘ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પંદર દિવસમાં જ એની અસર નજર આવે છે. સાથે જ આ તમારી ત્વચા ને પણ ચમકદાર અને સુંદર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આજના લેખમાં અમે તમને આ ફેસપેક કેવી રીતે બનાવવો અને સંતરાની છાલને કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે જણાવીશું.

ખીલના ઘરગથ્થુ ઉપચાર

પીલ ઓફ માસ્ક બનાવવાની રીત  

તમે માર્કેટમાં બધી જ પ્રકાર ની પ્રોડક્ટ જોઈ હશે. જે સંતરા થી બનેલી હોય છે જે માર્કેટમાં મળે છે, પરંતુ આ બધી પ્રોડક્ટમાં ક્યાંકને ક્યાંક કેમિકલનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. જ્યારે તમે ઘરે પણ ખૂબ સરળતાથી ઘરેલુ ઉપચાર દ્વારા ઓરેન્જની છાલથી બનાવેલા માસ્ક નો ઉપયોગ કરી શકો છો. આનો માસ્ક ઘર પર હર્બલ રીતે બનાવેલો હોવાથી નુકસાન કરતો નથી. તો ચાલો જાણીએ કે ઘર પર પિલ ઓફ માસ્ક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

જરૂરી સામગ્રી 

સંતરાની છાલ, હળદર પાવડર, ગુલાબજળ.

બનાવવાની રીત 

– સંતરાની છાલમાંથી પીલ ઓફ માસ્ક બનાવવા માટે પહેલા તમારે સંતરાની છાલને તાપમા સરખી રીત બે દિવસ સુધી સુકવી લેવી.
– જ્યારે આ સરખી રીતે સુકાઈ જાય ત્યારે સંતરાની છાલને પીસીને એનો પાઉડર બનાવી લેવો.
– આ પાવડરનો માસ્ક તૈયાર કરવા માટે સંતરાની છાલનો પાવડર એક કટોરીમાં એક ચમચી લેવો.
– હવે એમાં બે ચપટી હળદર મિક્સ કરવી, હળદરમાં એંટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
– હવે એમાં થોડું ગુલાબ જળ મિક્ષ કરીને સારી રીતે એની પેસ્ટ બનાવી લેવી.
– આ પેસ્ટને ચહેરા પર લગાવીને ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે આ સરખી રીતે સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ધોઈને ચહેરો સાફ કરી લેવો.

પીલ ઓફ માસ્ક ચહેરા પર લગાવવાની રીત 

– ઓરેન્જ પીલ ઓફ માસ્ક અને ચહેરા પર લગાવવા માટે સૌથી પહેલાં ચહેરાને સારી રીતે પાણીથી ધોઈ લેવો.
– ત્યાર પછી ચહેરાને કોરો કરીને પિલ ઓફ માસ્ક સારી રીતે ત્વચા પર લગાવી લેવું. હવે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ માસ્ક ઉતારી લેવો.
– ધ્યાનમાં રાખો કે આ માસ્ક ને ચહેરા પર રગડવાનો નથી.
– ત્યાં સુધી કે ચહેરો ધોવા ના સમયે પણ એને રગડવો જોઈએ નહીં. નહીં તો ત્વચા લાલ થઇ શકે છે.

આ ઉપરાંત સંતરાની છાલના નીચે મુજબના અન્ય ઉપયોગ પણ છે.

આખી રાત ક્રશ કરેલી સંતરા ની છાલ ને પાણી માં પલાળી રાખી અને સવારે એ પાણી નો નાહવામાં કે વાળ ધોવામાં ઉપયોગ કરી શકો છો.

સંતરા ની છાલ ને નખ પર ઘસવાથી એકદમ નખ ચમકીલા બને છે.

સંતરા ની છાલ ને ઉકાળી ને ગાળી લો. આ પાણી નો ઉપયોગ વાળ માટે કન્ડિશનર તરીકે પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી ખોડા નો પ્રોબ્લેમ પણ દૂર થશે અને વાળ ચમકીલા બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment