55 વર્ષની ઉંમરે પણ જો તમે યુવાન દેખાવા માંગતા હોવ તો કરો આ ઉપાય

સુંદર દેખાવા માટે ઉંમર ગમે એટલી હોય પરંતુ દરેક વ્યક્તિ સુંદર અને યુવાન દેખાવાની ઈચ્છા રાખતું હોય છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ એના માટે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. ઘણી વખત સુંદર દેખાવા માટે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. ઉપરાંત બ્યુટી પાર્લરમાં જઈને ખર્ચા કરે છે પરંતુ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતાં અને પાર્લરમાં ખર્ચા કરવા છતાં પણ વધતી ઉંમર સાથે સુંદરતા જળવાતી નથી. જેના કારણે મહિલાઓ ખૂબ ચિંતિત થઈ જાય છે.

જેમ ઉંમરમાં વધારો થાય છે તેમ ચહેરાની કુદરતી ચમક ઓછી થતી જાય છે. પણ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની સુંદરતા કાયમ જળવાઈ રહે. એ ઉંમર થવા છતાં પણ યુવાન દેખાય.

સુંદર અને યુવાન દેખાવા માટે

અત્યારના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત રહે છે. એ સિવાય અનિયમિત ખાણીપીણી ના કારણે, અને વધુ પડતા તણાવને કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.

ઉંમર વધવાની સાથે કરચલી અને દાગ થવા એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જો તમે આહારમાં અમુક વસ્તુઓનો સમાવેશ કરશો તો, ચહેરા પરની કરચલી અને દાગ દૂર થાય છે. જેનાથી તમે સુંદર અને યુવાન દેખાવ છો.

યુવાન અને સુંદર દેખાવા માટે અપનાવો આ ટીપ્સ

આમળા :

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. રોજની જેમ જ એક આમળાનું સેવન કરવામાં આવે તો ચહેરા પર કરચલી પડતી નથી. ઉપરાંત વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એ માટે તમે રોજ એક આમળાને સેવન કરી શકો છો. એ ઉપરાંત આમળાનો પાવડર બનાવીને પાણી સાથે લેવાથી પણ ત્વચાની વાળ બંનેની સુંદરતા જળવાઇ રહે છે.

આમળા

લીંબુ :

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એના માટે રોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને પીવું જોઈએ. એનાથી વધતી ઉંમરની નિશાનીઓ દૂર થાય છે. આ રીતનું સેવન કરવાથી ત્વચા સુંદર અને યુવાન બની રહે છે. એ સિવાય આ ડ્રિંક પીવાથી ચરબીમાં ઘટાડો થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે.

ત્રિફળા ચૂર્ણ :

ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી નાની-મોટી બધી બીમારી દૂર થાય છે. એના માટે દિવસમાં એક વખત એક ચમચી ત્રિફળા ચૂર્ણને નવશેકા પાણી સાથે લેવું જોઈએ. એનાથી આપણા શરીરમાં રહેલ વાત-પિત્ત-કફ નું સંતુલન જળવાઈ રહે છે. જેનાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેનાથી વધતી ઉંમરે ચહેરા પર થતી કરચલીઓ દેખાતી નથી અને ત્વચા યુવાન બની રહે છે.

ત્રિફળા ચૂર્ણ

જો તમે પણ વધતી ઉંમર સાથે સુંદર અને યુવાન દેખાવા માંગો છો તો આહારમાં નિયમિત આ ત્રણ વસ્તુઓ નો સમાવેશ કરો.

આ સિવાય તમે નીચેના ઉપાયનો પણ સમાવેશ કરી શકો છો.

નાળિયેરનુ દૂધ પણ વધતી ઉંમરને રોકવા માટે અસરકારક સાબિત થાય છે. કાચા નાળિયેરને છીણીને તેનુ દૂધ કાઢીને ચહેરા પર લગાવવું. આનાથી ત્વચા ચમકશે.

રોજ રાત્રે ચહેરાને ધોઈને દૂધ લગાવવું જોઈએ. જેનાથી તમારી ત્વચામાં તાજગી રહેશે. દૂધ એ સૌથી વધુ સૌમ્ય સત્વ છે જે ડેડ સ્કિનના કણોને દૂર કરવામાં મદદ કરશે. દૂધમાં લેક્ટિક એસિડ રહેલુ હોય છે જે ત્વચાના નવા કણો પેદા કરવામાં મદદ કરે છે.

પાઈનેપલનો ગર કાઢીને તેને ચહેરા પર લગાવવો ત્યારબાદ  ચહેરાને 10-15 મિનીટ સૂકાવા દો. આનાથી ચહેરા પર કરચલીઓ પડતી અટકે છે.

યોગ અથવા વ્યાયામ કરવા.જો તમે દરરોજ સવારે યોગા અને હળવી કસરતો કરવાનું શરૂ કરો છો, તો ચોક્કસ તમે પહેલા કરતા વધુ સ્વસ્થ અને વધુ ફિટ રહી શકો છો. જો તમે ફિટ રહેશો તો તમારા ચહેરા પર હંમેશા ચમક રહેશે અને શરીરમાં એનર્જી પણ બની રહેશે.

ધ્યાન કરવું જોઈએ. જો તમે દરરોજ સવારે મેડિટેશન કરો છો તો ચોક્કસ તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે..કારણ કે તેનાથી તમારી એકાગ્રતા વધે છે, તમારું મન ખૂબ જ તેજ રહેશે, શરીર પણ સ્વસ્થ રહેશે. આ બંને વસ્તુઓ તમને યુવાન દેખાવામાં મદદ કરવા માટે પૂરતી છે.

ગાજર, નારંગી, કેળા અને સફરજનનો રસ પણ પી શકો છો. આ તમામ ફળો પોષક તત્ત્વોથી ભરપૂર તેમજ એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર છે, જે કોઈપણ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ જ્યુસ તમને યુવાન દેખાવામાં, તમારી ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની ત્વચાને સંબંધિત મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment