હાડકાની કોઈ પણ તકલીફ માટે તથા કમરનો દુખાવો,ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવા માટે કરો આ ઉપાય

હાડકા મજબૂતી માટે:-  આપણે જોઈએ છે કે લોકો ચાલતા જતા પડી જાય તો પણ એમના હાથ પગનું હાડકું તુટી જતું હોય છે. તો ક્યારેક લોકો ચાલુ વાહન પરથી પડી જતા હોય છે, ત્યારે સામાન્ય રીતે ઘા કે ઘસરકા સિવાય બીજું કશું થતું નથી..એટલે કે એમના હાડકા મજબૂત હોય છે.

ઉમરની સાથે શરીરમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. જેમાં હાડકા પણ નબળા થતા જાય છે. ઉંમર વધવાની સાથે શરીરમાં પહેલા જેવી મજબૂત નથી રહેતી નથી. માટે પહેલાં કરતાં કામમાં પણ ખૂબ ધીમી ગતિ આવી જતી હોય છે. હાડકાં ખૂબ જ નબળા થવાની સ્થિતિને  ‘ઓસ્ટીયોપોરોસીસ’ કહેવામાં આવે છે. હાડકા નબળા હોવાથી હાડકાંમાં ફેકચર પણ થઈ શકે છે..

હાડકા મજબૂતી માટે

શરીરમાં થતી સમસ્યાઓ જેવી કે, દાંતમાં દુખાવો, પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાના દુખાવા આવી સમસ્યાઓ કેલ્શિયમની ઉણપને કારણે થતી હોય છે. તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ હોઈ શકે છે.

ઓસ્ટીયોપોરોસીસ નું કારણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં કેલશ્યમ ન હોવું એ છે. અને બીજા કેટલાક પોષક તત્વોની ઉણપના કારણે પણ હાડકાંમાં નબળાઈ આવી જાય છે. તો આજે અમે તમને હાડકાંને મજબૂત બનાવવાના અને કેલ્શિયમની ઉણપને દુર કરવાના ઘરેલુ ઉપાય જણાવીશું.

હાડકા મજબૂતી માટે | કેલ્શિયમની ઉણપને દુર  કરવા માટે 

દૂધ

દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. એટલા માટે જેને સુપરફૂડ કહેવામાં આવે છે. જે હાડકાને મજબૂત બનાવે છે..જો તમે બજારમાં મળતા દૂધ કરતાં ઘરેલુ દૂધ પીવો તો તેમાં વધુ કેલ્શિયમ મળી રહે છે..કારણ કે બજારના દૂધમાં ભેળસેળ વધુ હોય છે. જો તાજુ દૂધ પીવામાં આવે તો વધુ ફાયદો થાય છે.

ચણા

જો તમે માંસાહારી નથી તો તમારા માટે ચણા પ્રોટિન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત કહી શકાય. કારણ કે, 100 ગ્રામ ચણા માં 105 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. એને આ તમે જુદી જુદી રીતે ખાઈ શકો છો જેમ કે, સલાડ તરીકે, તેને બાફીને અથવા એની ગ્રેવી બનાવી ને પણ લઈ શકાય છે.

ચણા

સોયા અને ટોફુ 

સોયા અને ટોફુ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. એટલા માટે જો તમારે કેલ્શિયમની ઉણપ દૂર કરવી હોય તો તમે ટોફુ ખાઈ શકો છો. તમને જણાવી દઈએ કે 225 મિલી કેલ્શિયમ માત્ર અડધો કપ સોયાબીન ખાવાથી મળે છે. ઉપરાંત 250 મિલી અડધો કપ ટોફુ ખાવાથી મળે છે.

સોયા અને ટોફુ 

ટામેટા

ટામેટા વિટામિન સી અને કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. માટે બની શકે તો દરરોજ એક ટામેટુ ખાવું જોઈએ. ટામેટાં ખાવાથી નબળા પડી ગયેલા હાડકા મજબુત થાય છે. શરીરમાં રહેલી કેલ્શિયમની ઊણપ દૂર થાય છે, અને હાડકા મજબૂત બને છે.

અંજીર 

અંજીરને ફાઇબર અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. 160 મિલિગ્રામ કેલ્શિયમ તમને 100 ગ્રામ અંજીરમાં થી મળે છે. જો તમે પેટની સમસ્યાઓ અને કબજિયાતની સમસ્યા થી પણ પીડાતા હોવ તો પણ તમારે અંજીર ખાવું જોઈએ. એનાથી ખૂબ જ ફાયદો થાય છે.

અંજીર 

અંજીર ખાવાથી શરીરની વધારાની ચરબી પણ દૂર થાય છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વ ફેટને ઘટાડે છે. માટે રોજિંદા આહારમાં અંજીર નો સમાવેશ કરવો જોઈએ.

બદામ

બદામ બધા લોકો ખાઈ શકતા નથી કારણ કે, બદામ ખૂબ જ મોંઘી મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે 100 ગ્રામ બદામ માંથી 260 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. જે હાડકાંને મજબૂત બનાવવા ની સાથે દાંત પણ મજબૂત બનાવવાનું કામ કરે છે, સાથે તમારી ત્વચાને પણ સુંદર બનાવે છે.

બદામ કબજિયાત જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો આપાવે છે. કેમકે બદામમાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે તમે તમારું પેટ સારી રીતે સાફ થઈ જાય છે.

બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી રહે છે.

તલ

તલ દેખાવમાં સફેદ અને નાનાહોય છે પરંતુ એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે.તલમાં કેલ્શિયમ ની સાથે સાથે આયર્ન અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. 975 મિલી ગ્રામ કેલ્શિયમ તમને 100 ગ્રામ તલ માંથી મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજની સ્વાસ્થ્યની અતિ મહત્વની એટલે કે કેલ્શિયમ સંબંધિત જાણકારી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment