ખરતા વાળ અટકાવવા છે તો દરરોજ ખાવાનું શરૂ કરી દો આ વસ્તુ

ખરતા વાળ  આજે દરેક વ્યક્તિ ખરાબ લાઇફસ્ટાઇલ, ધૂળ, પ્રદુષણ અને કેમિકલ પ્રોડક્ટ્સના આડેધડ ઉપયોગન કારણે વાળની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આમ તો વાળ ખરવાના ઘણા કારણો છે, નાનાથી માંડીને મોટા સુધી બધા જ ન વાળ ખરતા આપણે સૌએ જોયા જ છે.

વાળ ખરવાનું એક ખાસ કારણ પોષકતત્વોની ઉણપ પણ હોઈ શકે છે. જ્યારે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં આર્યન નથી હોતું ત્યારે લોહીમાં હિમોગ્લોબીન ઉતપન્ન થતું નથી. તમને જણાવી દઈએ કે હિમોગ્લોબીન આપણા શરીરમાં કોશિકાઓના વિકાસ માટે ઓક્સિજનનું વહન કરે છે. અને આ પ્રક્રિયામાં વાળના ગ્રોથને પ્રોત્સાહિત કરતા કોષો પણ આવી જાય છે.

જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે તમારા આહારમાં સામેલ કરીને આયર્નની ઉણપ અને વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર કરી શકો છો. તો ચાલો હવે જાણી લઈએ એ વસ્તુઓ વિશે.

loss of hair

ખરતા વાળ અટકાવવા માટે | ખરતા વાળ ની દવા 

આમળા

આમળા ભલે દેખાવમાં નાના હોય પણ એના સ્વાસ્થ્ય લાભો ઘણા મોટા છે. આમળાને અને વાળને ખૂબ જ ગાઢ સંબંધ છે અને એટલે જ એને વાળની દવા પણ કહેવાય છે. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને એટલે એ આર્યનના શોષક તરીકે પણ કામ કરે છે.

નાળિયેર 

જો તમે તમારા વાળને કસારા રાખવા માંગતા હોય તો આ ખોરાકને તમારા રોજબરોજના જીવનમાં જુદી જુદી રીતે સામેલ કરો. આ ઉપરાંત નારિયેળ કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. તમે નારિયેળ તેલ, કાચું નારિયેળ, નારિયેળની ચટણી બનાવીને એને તમારા રોજના આહારમાં સામેલ કરી શકો છો.

ખજૂર

જો તમે તમારા દિવસની શરૂઆત ખજૂરથી કરશો તો પછી એના ફાયદા ખરેખર જોવા જેવા હશે. ખજૂર ખાવાથી એનિમિયા દૂર થાય છે અને સાથે સાથે તમારું એનર્જી લેવલ પણ વધે છે. આ ઉપરાંત ખજૂરમાં રહેલા પોષક મૂલ્યોને લીધે પિત્ત દોષ પણ દૂર થાય છે અને શરીરને ઠંડક આપે છે.

તલ

આપણે સૌ જાણીએ જ છીએ કે તલના બીજ નાના હોય છે પણ એ તેલથી ભરપૂર હોય છે અને એ ખૂબ જ લાભદાયક પણ હોય છે. તલનો ઉપયોગ ઘણી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે પણ થતો હોય છે. તલનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક ચમચી શેકેલા તલ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી 

લીલા પાંદડાવાળા શાકભાજીને સુપરફૂડ માનવામાં આવે છે. અને એટલે જ લીલા પાંદડાવાળા શાકભાજીને ગમે તે રીતે તમારા આહારમાં સામેલ કરવા જ જોઈએ. પાલક જેવી લીલા શાકભાજીમાં આયર્ન, વિટામીન C અને E, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તમારા આહારમાં પાલક તો હોવી જ જોઈએ.

મેથી

મેથીના દાણાનો ઉપયોગ કરીને પણ તમે ખરતા વાળને અટકાવી શકો છો. તમે મેથીના દાણાને પલાળીને તેનું પાણી પી શકો છો કે પછી તમે મેથીને તમારા ભોજનમાં પણ ઉમેરી શકો છો.

સૂકા ફળો

સૂકા મેવા સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં હળદર પણ ઘણી હોય છે. તેઓ વિટામિન ઈ, ઝિંક, સેલેનિયમ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેઓ વાળ ખરતા અટકાવે છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો તમે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. ઝિંક અને સેલેનિયમ આવશ્યક ખનિજો છે. આપણું શરીર તેને પોતાની જાતે બનાવી શકતું નથી. આવી સ્થિતિમાં તમે તેને સૂકા ફળો જેવા ખોરાકમાંથી મેળવી શકો છો. વાળના વિકાસ માટે આ જરૂરી છે. તેમની ઉણપને કારણે તમારે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અળસીના બીજ

વાળ માટે અળસીના બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અડસીમાં વિટામિન B અને અન્ય ખનિજો ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામિન બી તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તે તમારા વાળનો ગ્રોથ વધારે છે.

ચણા

વાળ ખરવાની સમસ્યા પ્રોટીનની ઉણપને કારણે પણ થઈ શકે છે. ચણામાં પ્રોટીન, મેંગેનીઝ, ફોલેટ અને ઝિંક ભરપૂર પ્રમાણમાં હોય છે. તેઓ વાળના વિકાસમાં મદદ કરે છે. અને વાળ ખરતા અટકાવે છે.

તો હવે તમે પણ અમે જણાવેલી વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરીને તમારા ખરતા વાળ અટકાવી શકો છો. અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થઈ કે નહીં એ અંગે અભિપ્રાય ચોક્કસથી આપજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

 

Leave a Comment