વાળનો ગ્રોથ દરેક યુવતી અને મહિલા માટે વાળ તેની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે વાળને સુંદર રાખવા માટે સ્ત્રીઓ અવનવી પ્રોડક્ટસ અને નુસખા અપનાવતી રહેતી હોય છે. અત્યારના સમયમાં તો ખરાબ લાઈફ સ્ટાઈલ અને બદલાતી ઋતુ, વધતા પ્રદૂષણના વાળને સ્વસ્થની સુંદર રાખવા એક પડકાર બની ગયો છે. વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે બજારમાં કેટલા પ્રકારની પ્રોડક્ટ મળે છે. પરંતુ તે કેમિકલ યુક્ત હોય છે. જે વાળને વધુ નુકસાન પહોંચાડે છે ઉપરાંત પૈસાની બરબાદી પણ થાય છે, સાથે જ તમને વાળ સંબંધિત સમસ્યા જેવી કે વાળ ખરવા, ખોડો થવો વગેરેનો પણ સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં જો તમે તમારા વાળની સુંદર અને સ્વસ્થ બનાવવા માટે એક નેચરલ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા હો તો, તમારે અન્ય ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે સૌથી એ પ્રોડક્ટ તો રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. એ પ્રોડક્ટ છે ‘ટી વોટર’ જેને વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તો ચાલો આજના લેખમાં એના વિશેષ ફાયદા જાણીએ.
ચા ના પાંદડા ના ફાયદા
ચા ના પાંદડા અને તેનું પાણી વાળ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે. જેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. કેટલીક શોધમાં જાણવા મળ્યું છે કે, ચાના પાંદડા વાળને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તે ખરતા વાળને અટકાવે છે. કારણ કે તેમાં રહેલા પોષક તત્વ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વાળના વિકાસ અને વાળની ચમકની વધારવા માટે મદદરૂપ થાય છે. તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બેકટેરિયલ ગુણ પણ રહેલા છે. જે વાળ માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થાય છે.
સાથે જ કેટલાક વૈજ્ઞાનિકના કહ્યા પ્રમાણે, ચા ના પાંદડા નો ઉપયોગ કરવાથી વાળને ફાયદો થાય છે. ઉપરાંત શરીરને પણ કેટલી જીવણ બીમારીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. કેટલીક શોધમાં કહેવામાં આવ્યું છે કે, ચાના પાંદડા થી મળતાં નેનોપાર્ટીકલ ફેફસાના કેન્સરના કોષના વિકાસને અટકાવે છે. તેનો 80% નાશ કરે છે. તેથી ચા પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત તે વાળ માટે પણ ઉપયોગી છે. તમે જે પણ ચા વાપરતા હો, જેમ કે ગ્રીન ટી અથવા તો હર્બલ ટી અથવા તો કોઈપણ સામાન્ય ટી તમે તેના પાણીનો ઉપયોગ કરી શકો છો.
વાળ ને મોસ્ચરાઇઝ રાખે છે
ગ્રીન ટી થી વાળ ધોવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. કારણ કે તેમાં વિટામિન બી 5 વેરીએન્ટ જેને પેથેનોલ કહેવામાં આવે છે. જે ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જેનાથી વાળ ધોવાથી ડ્રાય અને હાઇડ્રેટ વાળ પણ મોશ્યુરાઇઝ થઈ જાય છે.
વાળનો ગ્રોથ વધે છે
ચામાં રહેલ પોલિફેનોલ તત્વ વાળના સ્કેલ્પ માંથી ઇન્ફેક્શનને દૂર કરે છે, અને પોષણ આપે છે. તેનાથી ફાયદો થાય છે. વાળ સ્વસ્થ બને છે અને લાંબા થાય છે. આ ઉપરાંત ચણા પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પ માંથી ઇન્ફેક્શન દૂર થાય છે, વાળ ઉતરતા બંધ થઈ જાય છે, માટે તમે પણ જો વાળને સ્વસ્થ અને સુંદર રાખવા માંગતા હો તો, ચા ના પાણીથી વાળ ધોઇ શકો છો.
વાળની ચમક વધે છે
ચાના પાણીથી વાળ ધોવાથી વાળની ખોવાયેલી ચમક પાછી આવે છે. કારણ કે તેનો ઉપયોગ કન્ડિશનરના રૂપે પણ કરી શકાય છે. તમે એનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. સાથે જો તમારા વાળ વધારે બળછત હોય તો, ડોક્ટરની સલાહથી કોઈ અન્ય પ્રોડક્ટનો ઉપયોગ પણ કરી શકો છો.
ચાનું પાણી બનાવવા માટેની રીત અને સામગ્રી –
1 લીટર પાણી, 5 ચમચી ચા ના પાંદડા અથવા ટી બેગ
ચા નું પાણી બનાવવા માટેની રીત
ચાનું પાણી તૈયાર કરવા માટે એક વાસણમાં પાણી લેવું. ત્યારબાદ પાણીને ઉકાળવું. પાણી ઉકળી ગયા પછી તેમાં ચાના પાંદડાને નાખીને, વ્યવસ્થિત રીતે ઉકાળવા દેવું. આ મિશ્રણ ઉકળી ગયા બાદ ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવું. પાણી ઠંડુ થઈ જાય, ત્યારબાદ એક બ્રશની મદદથી તેને સ્નાન કરતા પહેલા વાળમાં લગાવીને રાખવું. આ મિશ્રણને 20 મિનિટ સુધી લગાવી રાખવું જોઈએ. ત્યારબાદ ગરમ પાણીથી વાળ ધોવા.આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. ઉપરાંત તમે આનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ માહિતી અને ઉપયોગી ટીપ્સ તમને જરૂરથી પસંદ આવશે.