વાળને ખરતા અટકાવવા ઘરે બેઠા બનાવો આ વસ્તુ બે જ વાર લગાવી જુઓ તેનો કમાલ

વાળ ખરતા અટકાવવા

વાળ ખરવા એ સામાન્ય બાબત છે પરંતુ જો વધુ વાળ ખરે તો તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો. તેના માટે તમારે વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરરોજ 100 વાળ ખરવા એ સામાન્ય વાત છે પરંતુ જો એનાથી પણ વધારે વાળ ખરે તો બંને નુકસાન થઈ શકે છે. વાળની ખરતા રોકવા માટે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકાય છે, તો આજે વાળને ખરતા અટકાવવા માટેના નુસખાઓ વિશે અમે તમને જણાવીશું.

વાળ ખરતા અટકાવવા ઉપાય | વાળ ની દેશી દવા

બને એટલું ખોરાકમાં કોબીજનું સેવન કરવું જોઈએ. કોબીજનો મૂળમાં ઘસીને લગાવવાથી ખરતા વાળ અટકે છે.એક ભાગ અડદનો લોટ, 1/2 ભાગ આમળાનું ચૂર્ણ,1/4 શિકાકાઈનું ચૂર્ણ, 1/4 ભાગ મેથીનું ચૂર્ણ મેથીનું ચૂર્ણ રાત્રે પલાળી રાખો અને સવારે એનાથી વાળ ધોવા આ ઉપાય કરવાથી ખરતા બળની સમસ્યા દૂર થાય છે.

શતાવરી, આમળા, બ્રાહ્મી અને ભૃંગરાજ નું સમભાગ ચૂર્ણ એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ અટકે છે. ગ્રીન ટી વાટીને વાળના મૂળમાં લગાવવાથી પણ ખરતા વાળ અટકે છે.મધને વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે સાથે વાળના અન્ય રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ બને છે.ખરતા વાળ રોકવા માટે દિવેલ ગરમ કરીને વાળના મૂળ ઉપર લગાવવું જોઈએ. આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવું જોઈએ. આવું કરવાથી ખરતા વાળ અટકે છે.

ખરતા વાળ અટકાવવા માટે તાજા આદુની જડ પણ ખૂબ જ કાગર નિવડે છે. એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ હોય છે. જે સ્વસ્થ વાળના પોષણ માટે ખૂબ જ જરૂરી છે. આદુમાં એવા ગુણ મળી આવે છે. જેનાથી બેક્ટેરિયા વધી શકતા નથી અને પ્રચુર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. આ જ કારણથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

જૈતુન ના ગરમ તેલમાં મધ અને તજનો પાવડર મિક્સ કરીને તેનું પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવવું. થોડા સમય રાખ્યા બાદ વાળ ધોઈ લેવા એનાથી ખરતા વાળ અટકે છે અને વાળની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

થોડા તાજા લીમડાના પાન લેવા, તેમાં થોડા ટીપા નારિયેળનું તેલ મિક્સ કરવું. હવે આ મિશ્રણને સરખી રીતે ઉકાળવું અને જે અર્ક બચી જાય તેનાથી વાળમાં મસાજ કરવું. ત્યાર પછી 20 મિનિટ પછી વાળને ધોઇ લેવાં. આ માસ્કનો સપ્તાહમાં બેવાર ઉપયોગ કરી શકો છો.

2 પાકેલાં કેળા લેવાં, તેની સાથે 1 ચમચી જૈતૂનનું તેલ, નારિયેળનું તેલ અને મધ મિક્સ કરી લેવું. આ બધા જ મિશ્રણને એકમાત્રામાં ચમચીની મદદથી મિક્સ કરી લેવું. ત્યાર પછી આ મિશ્રણને તમારા હાથ વડે જ માથાના સ્કેલ્પમાં લગાવવું. હવે તેને 5 મિનિટ સુધી માથામાં તેને રહેવા દેવું. ત્યાર પછી નવશેકા પાણીથી માથું ધોઇ લેવું.

ડુંગળી નો રસ કાઢી ને તેને માથા માં લગાવ્યા બાદ 30 મિનિટ સુધી રાખવું. 30 મિનિટ રાખ્યા બાદ નવશેકું પાણી લઇ ને શેમ્પુ અથવા સાબુ ની મદદ થી વાળ ને ધોઈ નાખવા. ડુંગળી નો રસ વાળ વધારવા માટે અસરકારક સાબિત થાય છે. જે વ્યક્તિ ના વાળ ખરી ગયા હોય અથવા જેને તાલ પડી ગયી હોય તેવી વ્યક્તિ ને માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

આમળા ના ઉપયોગ થી વાળ ને લગતી સમસ્યા માટે પણ અકસીર સાબિત થાય છે. આમળા ના પાવડર ને તેલ માં મિશ્રણ કરી ને તેને હુંફાળું ગરમ કરી ને માથા માં લગાવવા થી વાળ લાંબા, કાળા, અને મુલાયમ થાય છે. વિટામિન થી ભરપૂર એવા આમળા ના પાવડર ને લીંબુ ના રસ સાથે મિશ્રણ કરી ને હળવા હાથે વાળ માં લગાડવા થી વાળ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

બટાકા ના ટુકડા કરી ને તેને પીસી ને પેસ્ટ બનાવી લેવી જો પેસ્ટ ઘટી લગતી હોય તો તેમાં પાણી ઉમેરી ને બરાબર મિશ્રિત કરી ને તેને કપડાં થી ગાળી લઇ ને તેનો રસ કાઢી લેવો. આ રસ થી આખા માથા અને વાળ ની હળવા હાથે માલિશ કરવી માલિશ કાર્ય બાદ 30 મિનિટ સુધી બટાકા ના રસ ને માથા માં રહેવા દીધા બાદ ચોખ્ખા પાણી થી માથું ધોઈ નાખવું જોઈએ. આ રીત ને અઠવાડિયા માં ત્રણ વાર કરવું જોઈએ જેથી વાળ માં વધારો થઇ શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આ માહિતી તમને જરૂર થી ઉપયોગી થશે.

Leave a Comment