વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ જાણો

બાજરો ખાવાના ફાયદા ગુજરાતના ગામડામાં વર્ષોથી ખવાતું ધાન્ય એટલે બાજરો. બાજરી ત્રણેય ઋતુમાં પાકે છે. પહેલાના લોકો રોજેરોજ બાજરાનો રોટલો ખાતા. પણ હવેના સમયમાં શહેરોમાં તો બાજરાનું સેવન સાવ ઓછું થઈ ગયું છે. ને હવે તો ગામડામાં પણ લોકો ઘઉંની રોટલી ખાતા થઈ ગયા છે. તો આજે અમેં તમને એ ભુલાઈ રહેલા બાજરાના કેટલાક ફાયદા જણાવીશું.

પૌષ્ટિકતાની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય ધાન્ય કરતા બાજરો વધુ શક્તિશાળી ધાન્ય છે. ભારતમાં બાજરો હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં પાકે છે અને શરીરને જરૂરી એવા બધા જ પોષકતત્વો બાજરામાંથી મળી આવે છે.

આપણા દેશમાં વર્ષો પહેલેથી લોકો બાજરો ખાતા આવ્યા છે. એ સ્વાદમાં પણ ખૂબ જ સારો અને શરીર માટે એટલો જ ગુણકારી હોય છે. ઘઉં કરતા પણ વધુ ઉર્જા બાજરામાંથી મળે છે.

જે લોકો આખો દિવસ સખત મહેનત કરે છે કે પછી ખેતી કામ સાથે જોડાયેલા છે તેવા લોકો માટે બાજરાનું સેવન શક્તિવર્ધક બને છે બાજરાના રોટલા સાથે ગાયનું ઘી ખાવાથી શરીરને વધુ પોષણ મળે છે ઉપરાંત આ એક ઉત્તમ ખોરાક પણ છે. જેના લીધે શરીર મજબૂત બને છે.

હોજરી મંદ પડી ગઈ હોય એવા લોકો માટે બાજરો અકસીર છે. જેમની પાચનશક્તિ નબળી છે એમના માટે પણ બાજરો ગુણકારી છે. આ ઉપરાંત બાજરાથી ભૂખ પણ ઉઘડે છે અને ખોરાક પાચન પણ સારું થાય છે જે લોકો પોતાના વધતા વજન પરેશાન હોય એના માટે બાજરો ઉત્તમ છે. વજન ઘટાડવામાં બાજરો સહાયક છે. બાજરાના સેવનથી વજન ઘટે છે. બાજરાના રોટલા કે પછી રાબ પીવાથી પેટ ભરેલું લાગે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટવા લાગે છે.

બાજરીમાં કેલ્શિયમનું સારું પ્રમાણ હોય છે અને એના કારણે હાડકા મજબૂત બને છે. જો બાળકો કે વૃદ્ધમાં હાડકાની નબળાઈ હોય એમના માટે બાજરાનું સેવન ખૂબ જ લાભદાયી બને છે.

બાજરામાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને સરળ બનાવવા.આ ઉપયોગી છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ પણ જો ઘઉં અને ચોખાને બદલે બાજરાનું સેવન કરે તો બાજરો તેમને ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે. બાજરાથી એમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડિપ્રેશન, તણાવ, અનિંદ્રા જેવી સમસ્યા માટે પણ બાજરો અકસીર છે.. બાજરો મગજને શાંત રાખે છે. ગામડાના લોકો બાજરા સાથે રોટલો અને ગાય કે ભેંસનું દૂધ લે છે અને એ બાદ ડાબા પડખે સુવે છે એટલે એમને ઊંઘ પણ સરસ આવી જાય છે અને એમનું મગજ પણ એકદમ શાંત રહે છે.

જો તમને સ્ટ્રેસ કે થાકના કારણે માથાનો દુખાવો થેતો હોય તો બાજરાની પોટલી બનાવી એનો માથા પર શેક આપવાથી દુખાવામાં એકદમ રાહત મળે છે.

બાજરામાં એન્ટી ઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન સી, વિટામીન ઈ રહેલા છે જે તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. બાજરાના દાણા જેટલી જ હિંગ, ગોળ કે કેળા મિક્સ કરીને ખાવાથી ઓડકાર આવવાનું બંધ થઈ જાય છે . એ ઉપરાંત બાજરીના લોટમાં સૂંઠ અને સંચળ મિક્સ કરીને માલિશ કરવાથી પરસેવો બંધ થઈ જાય છે.

જેને ગઠિયા વાની સમસ્યા હોય એના માટે બાજરો ઉપયોગી છે. સાંધાના દુખાવા, ઘૂંટણનો દુખાવો વગેરેમાં પણ બાજરો લાભદાયક છે. આ માટે નિયમિત રીતે બાજરીના બનેલા ભોજનનું સેવન કરવું જોઈએ

કેન્સરની કોશિકાઓને શરીરમાં ફેલતા રોકવામાં પણ બાજરો ઉપયોગી છે. એના સેવનથી ભયંકર બીમારીથી બચી શકાય છે. બાજરામાં આર્યન ભરપૂર માત્રામાં હોય છે એટલે શરીરમાં લોહીની કમી રહેતી નથી. બાજરાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીન બને છે અને લોહીની ટકાવારી પણ વધે છે

બાજરાના ગુણોને જોતા એક વાત તો નક્કી કરી જ લેવી જોઈએ કે બાજરાનું નિયમિત સેવન કરવું જોઈએ. આ બાજરાના સેવનથી ઉઓર જણાવેલી બીમારીઓમાં તો રાહત મળે છે જ પણ સાથે જ તે શરીરના ભરપૂર માત્રામાં શક્તિ અને ઉર્જા પણ આપે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

તો હવે તમે પણ બાજરાનું સેવન શરૂ કરી દો. આશા છે કે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment