નબળાઈ દૂર કરવાનો હવે કાયમી ઈલાજ મળી ગયો છે જાણો

મગની દાળ તો તમે બધાએ જોઈ અને ખાધી જ હશે, બીજા બધા કઠોળ કરતા એ વધુ સ્વાદિષ્ટ અને અલગ હોય છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જો તમે તમારી ઇમ્યુનિટી વધારવા માંગો છો તો તમારે તમારા આહારમાં મગની દાળનો સમાવેશ કરવો જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગો છો તો પણ મગની દાળ એક ઉત્તમ ખોરાક છે.
તમે મગની દાળનો હલવો, શાક, પરોઠા વગેરે તો ખાધા જ હશે પણ આજે અમે તમને મગની દાળનું સૂપ કઈ રીતે બનાવવું અને એના શુ ફાયદા છે એ વિશે જણાવીશું

મગની દાળનું સૂપ બનાવવાની પદ્ધતિ:

મગની દાળનું સૂપ બનાવવા માટે સૌપ્રથમ કુકર લો અને એમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું ઉમેરો. એ બાદ આદુની પેસ્ટ ઉમેરી એને સારી રીતે સાંતળી લો. હવે મગની દાળને ધોઈને કૂકરમાં નાખો, એને બે થી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરો. એ પછી તમને મનગમતા શાકભાજી ઉમેરો અને એને પણ બે મિનિટ સુધી રાંધી લો
ગેસ ધીમો રાખીને બધી વસ્તુઓ મિક્સ કરી લો. હવે એમાં મીઠું અને બે કપ પાણી ઉમેરી કુકર બંધ કરો અને બે સીટી મારી દો.

બે સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરીને કુકરને ઢાંકી રાખો. કુકર ઠંડુ થાય એટલે મગની દાળને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લો. હવે એમાં કાળા મરી, જીરું, આદુ, આમચૂર અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો. તૈયાર છે તમારું મગની દાળનું સૂપ. એને એક બાઉલમાં કાઢીને સર્વ કરો

મગની દાળનું સૂપ પીવાના ફાયદા

વજન ઘટાડવામાં ફાયદાકારક

મગની દાળનું સૂપ પીવાથી તમારું વજન ઘટી શકે છે. મગની દાળના સુપમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને ફાયબર હોય છે જે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

મગની દાળમાં મેગ્નેશિયમ, આર્યન, પોટેશિયમ, કોપર, ફોલેટ ફાઇબર, વિટામિન બી6 જેવા તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મગની દાળનું સેવન કરવાથી તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. એટલે જે લોકોને હાઈ બીપીની તકલીફ હોય એમને મગની દાળનું સૂપ પીવું જોઈએ. મગની દાળનું સૂપ પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ કાબુમાં રહે છે.

પેટની સમસ્યાઓથી મળે છે છુટકારો

જો તમે મગની દાળનું સુપ પીવો છો તો તમને અપચાની સમસ્યા થતી નથી. મગની દાળમાં બળતરા વિરોધી ગુણ હોય છે જેના કારણે પેટમાં ગેસ બનતો જ નથી અને પરિણામે તમારું પાચનતંત્ર એકદમ સારું રહે છે.

લોહીની ટકાવારી વધે છે

મગની દાળમાં આર્યનનું પ્રમાણ સારું એવું હોય છે જે લાલ રક્તકણોને વધારે છે અને શરીરમાંથી એનિમિયાની સમસ્યા દૂર કરે છે. જે સ્ત્રીઓને એનિમિયાની સમસ્યા હોય એમને મગની દાળનું સેવન અચૂક કરવું જ જોઈએ.

બ્લડ સુગર લેવલ રાખે છે કાબુમાં

મગની દાળમાં ગલાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેના કારણે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે. મગની દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે એનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જે લોકોને થાઇરોઇડની તકલીફ હોય એમને મગની દાળનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં તમને ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment