રાત્રે સુતા પેહલા નાભીમાં હળદર લગાવવાથી થતા ફાયદા જાણો

હળદર ના ફાયદા મોટાભાગે દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થતો જ હોય છે. હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોની દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે માટે તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારી દૂર થાય છે. ઉપરાંત જો પગમાં અંદરનો માર વાગ્યો હોય તો તેનો લેપ કરીને પણ તેને દૂર કરી શકાય છે.

આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે, તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે.

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જેના કારણે કોઈપણ પ્રકારનો દુખાવો સરળતાથી દૂર થઈ જાય છે. તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્નની જેવા મહત્વના તત્વો જોવા મળે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ હોવાના કારણે તે પાચનક્રિયાથી લઈને ત્વચાની દરેક સમસ્યાને દૂર કરે છે, જે લોકોને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે, પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરો તો તેનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે.

નાભીમાં હળદર ક્યારે અને કઈ રીતે લગાવવી જોઈએ ?

રાત્રે અથવા તો દિવસમાં બે થી ત્રણ કલાક સંપૂર્ણ આરામ કરવાના હોય ત્યારે નભીમાં હળદર લગાવી શકાય છે. કારણ કે બે થી ત્રણ કલાક સુધી નાભી દ્વારા જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે.

હળદર ના ફાયદા

નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં નાળિયેરનું તેલ સરસવનું તેલ મિક્સ કરી શકો છો. કારણ કે આમ કરવાથી હળદરના ગુણમાં વધારો થાય છે અને તેની સાથે જ પેટેની સમસ્યાઓ દૂર કરવા માટે પણ મદદરૂપ બને છે. જો તમને પેટમાં વધુ દુઃખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ પણ કરી શકો છો, તો ચલો નાભીમાં હળદર લગાવવાના વિશેષ ફાયદા વિશે જાણીએ.

રોગપ્રતિકારક શક્તિને દૂર કરે છે

હળદરમાં રોગો સામે લડવાની શક્તિ રહેલી છે. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમમેન્ટ્રી અને એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણ જોવા મળે છે. જે આપણને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સૂવું હોવું જોઈએ. એનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વજન પર નિયંત્રણમાં રહે છે.

પિરિયડ્સના દુખાવામાં આરામ અપાવે છે

જ્યારે કોઈપણ મહિલા પિરિયડમાં થાય છે. ત્યારે તેને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણ થાય છે અને દુખાવો પણ થાય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો દુખાવામાં રાહત મળી શકે છે.

પેટના સોજામાં અને વાગેલામાં આરામ અપાવે છે

ઘણી વખત આપણે જમ્યા પછી પેટમાં દુખતું હોય છે અને તેના કારણે અપચોની કબજિયાતની સમસ્યા પણ થતી હોય છે. તેવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને એના ઉપર લગાવી શકાય છે. આ ઉપાય કરવાથી પેટના દુખાવાની સમસ્યા ઓછી થઈ છે. ઉપરાંત જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો ઘા પડ્યો હોય તો તમે એના પર પણ હળદર નો લેપ લગાવી શકો છો. એનાથી આરામ મળે છે.

શરીરના ઇન્ફેક્શનને દૂર કરે છે

આજકાલ ખૂબ જ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિની શરદી અને ખાંસીની સમસ્યા થતી હોય છે. ત્યારબાદ વાયરલ તાવ પણ આવી જાય છે. તેઓ ઇન્ફેક્શનનો ભોગ બને છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફ્લામેન્ટરી જેવા ગુણ જોવા મળે છે. અને હળદર આ પ્રકારની દરેક બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવ તથા હળદર મિક્સ કરીને લગાવવું જોઈએ. તેનાથી ઇન્ફેક્શન દૂર થાય છે અને શરદી ખાંસીમાં પણ રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

તમને આશા છે કે આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment