રાત્રે સૂતા પહેલા બસ આ એક વસ્તુ મોઢામાં મૂકીને સુઈ જાઓ અનેક રોગોમાં અસરકારક

ઈલાયચી ના ફાયદા પ્રાચીન સમયથી આપના ભારતીય રસોડામાં એવા ઘણા બધા મસાલાઓ મળી આવે છે જેમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે અને આવો જ એક મસાલો છે ઈલાયચી. ઈલાયચીમાં સારા પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે.

ઈલાયચીને ચામાં નાખવાથી ચાનો સ્વાદ તો વધી જાય જ છે પણ ઘણા લોકો ઈલાયચીને પાન મસાલામાં પણ ઉમેરાવતા હોય છે. નાનકડી દેખાતી આ ઈલાયચી સ્વાદમાં તો ઉત્તમ છે જ પણ એના સ્વાસ્થ્ય લાભો પણ અદભુત છે. ઈલાયચીનો ઉપયોગ કરીને તમે તમારી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. તો આજે અમે તમને ઈલાયચીના ફાયદાઓ વિશે જણાવીશું

ઈલાયચી ના ફાયદા

વજન કાબુમાં રાખે છે

જે લોકો પોતાનું વજન કાબુમાં રાખવા માંગે છે એ લોકો માટે ઈલાયચી ખૂબ જ લાભદાયી છે. કારણ કે ઈલાયચી તમારું વજન કાબુમાં રાખવામાં મદદ કરી શકે છે. રોજ એક ઈલાયચીનો પાઉડર બનાવીને એને હુંફાળા પાણી સાથે પીવાથી પેટની ચરબી ઓગળે છે અને તમારું વજન કાબુમાં રહે છે

વાળની તકલીફ દૂર કરે છે 

વાળની સમસ્યા આજકાલ સૌની સમસ્યા બની ગઈ છે. નાનાથી લઈને મોટા સુધી બધા જ વાળ ખરવા કે પછી વાળ અકાળે સફેદ થઈ જવાની સમસ્યાનો ભોગ બનેલા હોય છે. આવા લોકોએ રાત્રે સૂતી વખતે એક ઈલાયચીને મોઢામાં મૂકીને સુઈ જવું જોઈએ, આવું કરવાથી ઘણી હદ સુધી તમારા ખરતા વાળને અટકાવી શકાય છે. એટલું જ નહીં ઈલાયચી વાળને કાળા બનાવી રાખવામાં પણ મદદ કરે છે. ઉપરાંત વાળને મૂળથી મજબૂત બનાવે છે અને માથામાં ખોડો થતા પણ રોકે છે

પાચન ક્રિયા સુઘારે છે 

અમુક લોકો એવા હોય છે જેમને ખાધેલો ખોરાક પચતો નથી અને એને કારણે એમની પાચનક્રિયા ધીમી પડી ગઇ હોય છે તો આવા લોકોએ ઈલાયચીનું સેવન કરવું જોઈએ. પાચનને લગતી કોઈપણ સમસ્યા જેવી કે અપચો, ગેસ, કબજિયાત, એસીડીટીથી પીડાઈ રહ્યા હોય તો તમારે ઈલાયચીનો ઉપયોગ જરવો જોઈએ. ઈલાયચી તમારી પાચનક્રિયાને સુધારી પેટને લગતા તમામ રોગોમાં રાહત આપે છે.

ઉલ્ટી થતા રોકે

આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેઓ ટ્રેન, કાર, બસ કે રિક્ષામાં બેસે છે તો એમને ગભરામણ થવા લાગે છે અને પછી ઉલટી થાય છે. આવા લોકોએ કોઈપણ વાહનમાં બેસતા સમયે મોઢામાં એક ઈલાયચી મૂકી દેવી જોઈએ. ઈલાયચી મોઢામાં રાખી હશે તો ગભરામણ અને ઉલટી થવાની શકયતાઓ ખૂબ જ ઘટી જાય છે.

મોંઢામાં આવતી વાસ દૂર કરે છે

અમુક લોકો એવા હોય છે જેમનું સવારે પેટ બરાબર સાફ નથી થતું અને એમને કબજિયાતની તકલીફ રહે છે એવા લોકોના મોઢામાંથી ખરાબ વાસ આવતી હોય છે. જો તમારા મોઢામાંથી પણ આવી ખરાબ વાસ આવે છે તો રોજ રાતે સુતા પહેલા મોઢામાં એક ઈલાયચી મૂકીને સુઈ જાઓ. આવુ કરવાથી થોડા દિવસ બાદ તમારું પેટ એકદમ સારું થઈ જશે અને કબજિયાતની તકલીફ પણ મટી જશે અને મોઢામાંથી વાસ પણ નહીં આવે

શરદી કફ દૂર કરે છે

સિઝન બદલાય એટલે શરફી કફની સમસ્યા ખૂબ જ સામાન્ય વાત બની જાય છે. આ તકલીફમાં ઈલાયચી અકસીર સાબિત થાય છે. અમુક લોકો એવા હોય છે જેમને બારેમાસ શરદી અને કફની તકલીફ રહેતી હોય છે તો આવા લોકોએ દરરોજ એક ઈલાયચીને મોઢામાં મૂકી રાખવી જોઈએ. આમ કરવાથી શરદી કફમાં રાહત મળે છે

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment