ખજૂર ના ફાયદા: શિયાળામાં દરરોજ ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદો જાણો

ખજૂર ના ફાયદા – health benefits of dates

ખજૂરનું ઝાડ ખૂબ જ ઉંચુ હોય છે, જેમાં પાંદડા બહુ ઓછા હોય છે, પરંતુ તેના ફળ ખૂબ જ મીઠા અને ફાયદાકારક હોય છે. તેથી જ કહેવાય છે કે આપણે ખજૂરના ઝાડ જેવા નહીં, તેના ફળ જેવા બનવું જોઈએ. ખજૂર ખાવાથી અનેક બીમારીઓ દૂર રહે છે, તે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેનો ઉપયોગ ફળ અને ડ્રાયફ્રુટ તરીકે થાય છે. બહુ મોંઘું ન હોવાને કારણે દરેક વર્ગના લોકો તેનો આસાનીથી ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે તે ગરીબો માટે મીઠાઈ અને અમીરો માટે મેવાનું કામ કરે છે. તેને મીઠા ફળોનો રાજા કહેવામાં આવે છે. તેના વૃક્ષને ઓલ પર્પઝ ટ્રી કહેવામાં આવે છે.

ખજૂર ખાવાથી શરીરને ઘણા બધા લાભ મળે છે સ્વાદમાં ગળીઓને એકદમ લાલાશ કથ્થાઈ કલરનું જોવા મળે છે. ખજૂર માં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબર ખૂબ મોટા પ્રમાણમાં રહેલા હોય છે. રોજ થોડી થોડી ખજૂર ખાવાથી શરીર ની ઇમ્યુનિટી વધે છે. જો શરીરમાં લોહી ઓછું હોય તો પણ વધે છે. ખજૂર ખાવાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર થાય છે.

ખજૂર ના ફાયદા -ખજૂર ખાવાના ફાયદા :

ઇમ્યુનિટી વધારે છે :-

ખજૂરમાં વિટામિન ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જે લોકોના શરીરને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોને જલ્દી શરીરમાં ઇન્ફેક્શન અથવા બીમારી આવી જાય છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય તે લોકોએ નિયમિતપણે ખજૂરનું સેવન કરવું જોઈએ. જેનાથી વ્યક્તિની પ્રતિકારક શક્તિ વધે છે.

પાચન માં સહાય કરે છે :-

ખજૂરમાં ઊંચી માત્રામાં ખનિજો અને રેસા હોય છે, જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે. ફાઇબરની વિશાળ માત્રા કબજિયાતને દૂર કરે છે, જ્યારે હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત મળે છે.

હાડકાંને મજબૂત કરે છે :-

મેંગેનીઝ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને તાંબુ જેવા ખજૂરમાં તમામ આવશ્યક ખનિજોની સમૃદ્ધ સામગ્રી તમારા હાડકાના કોશિકાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે, આમ વય સાથેનું બરડપણું અટકાવે છે.
વધુમાં, ઓસ્ટીયોપોરોસિસ અને સમાન પ્રકારની હાડકાના બિમારીઓ અટકાવવા માટે ખજૂરનો નિયમિત વપરાશ કરવામાં આવે છે.

ખજૂર ના ફાયદા

કોલેસ્ટરોલ સ્તર ઘટાડે છે :-

ખજૂરમાં કોઈ ચરબીની સામગ્રી નથી, તમારા રોજિંદા ખોરાકમાં તેનો સમાવેશ ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડે છે.
ઉપરાંત થયેલા સંશોધન મુજબ ખજૂરમાં લોખંડ અને ફાઇબરની સમૃદ્ધ સામગ્રી તમારા શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

લોહી વધારે છે :-

ખજૂરમાં આયર્નને નામનું તત્વ વધુ પ્રમાણમાં રહેલું હોય છે. આપણા શરીરમાં આયર્નનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં એનાથી લોહી બને છે માટે જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તે લોકોએ નિયમિતપણે સવારે ચારથી પાંચ ખજૂર ખાવા જોઈએ. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

આંખો માટે ફાયદાકારક :-

ખજૂરમાં ઘણા બધા પ્રકારના વિટામિન રહેલા હોય છે. એમાં વિટામિન એ નામનો તત્વ પણ રહેલું હોય છે. જે આપણી આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે માટે ખજૂરને આંખો માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે ખજૂરનું નિયમિત સેવન હિતાવહ છે.

વજન વધારવા માટે મદદરૂપ :-

ઘણા લોકોના શરીર એકદમ દુબળા પાતળા હોય છે. એના કારણે તેઓ શરમ અનુભવતા હોય છે, તો ખજૂર અને વજન વધારવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ખજૂરનો નિયમિત પણ એ ત્રણ અઠવાડિયા સુધી દૂધમાં નાખીને સેવન કરવાથી વજન સરળતાથી વધે છે.

ત્વચાની નિખારે છે :-

ખજૂર ખાવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અને ચહેરાની ત્વચા ટાઈટ રહે છે. નિયમિતપણે ખજૂર ખાવાથી આપણો ચહેરો સ્વસ્થ રહે છે ખજૂર ખાવાથી ચહેરાને લગતી બધી સમસ્યા દૂર થઈ જાય છે. જો તમારી પણ ત્વચાની સુંદર બનાવી હોય તો નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ.

ખજૂરનું સેવન અને તેનો ઉપયોગ કરવાની રીત :-

ખજૂર ઘણી રીતે ખાઈ શકાય છે ખજૂર તમે એમ જ પણ ખાઈ શકો છો અથવા તેને દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે ખજૂરનું સેવન દૂધ સાથે પણ કરી શકાય છે, ખજૂરની ખીર પણ બનાવીને ખાઈ શકાય છે, જ્યારે તેને દૂધમાં ઉમેરીને મિલ્કશેક બનાવીને પણ તમે ખાઈ શકો છો.

ખજૂર કેટલી માત્રામાં ખાવી જોઈએ ?

દરરોજ ખજૂરનું સેવન કરી શકાય છે જો કે તેને વધુ માત્રામાં ખાવી જોઈએ નહીં. દિવસમાં માત્ર પાંચ પેશી જ ખજૂર ખાવી. કારણ કે વધુ ખજૂર ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે અને ગરમી વધવાને કારણે અનેક પ્રકારનું નુકસાન પણ થઈ શકે છે.

ખજૂર ખાવાના ગેરફાયદા :-

– વધુ ખજૂર ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. ડાયેરિયાની ફરિયાદ પણ થઈ શકે છે.
– ખજૂર ખૂબ જ ગળ્યું હોય છે, જેથી વધુ માત્રામાં ખાવાથી સુગરની બીમારી પણ થઈ શકે છે.
– નાના બાળકોને ખજૂર આપવી જોઈએ નહીં. કારણ કે નાના બાળકોના આંતરડા વિકસિત હોતા નથી અને આંતરડાને નુકસાન થાય છે.

આ લોકોએ ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં :-

– જે લોકોને સુગરની બીમારી હોય તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં.
– જે લોકો મેદસ્વી હોય તેમણે ખજૂર ખાવું જોઈએ નહીં. કારણ કે ખજૂરમાં વધુ કેલેરી જોવા મળે છે. 100 ગ્રામ ખજૂરમાં 227 કેલરી હોય છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં ખજૂર ખાવી જોઈએ નહીં. કારણકે તેની તાસીર ખૂબ જ ગરમ છે. ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય શિયાળો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment