પહેલા એક રૂપિયો ખર્ચ કર્યા વગર ચહેરા પર લગાવી લો આ ફેસપેક ચહેરો બનશે સુંદર

અત્યારના સમયમાં ગુજરાતમાં પૂરજોશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, માટે આજની પેઢી પોતે સુંદર અને યુવાન દેખાવા માટે હજારો રૂપિયા કોસ્મેટિક પ્રોડક્ટ પાછળ ખર્ચે છે. જ્યારે પહેલાના સમયમાં બ્યુટી પાર્લર ન હોવા છતાં પણ આપણા પૂર્વજો સૌંદર્ય પ્રસાધનો તો વાપરતા જ હતા, માટે અમે તમારા માટે આજે કેટલાક એવા જુના અને જાણીતા નુસખા લઈને આવ્યા છે જે ખૂબ જ ઓછા ખર્ચાળ છે અને તમારી સુંદરતામાં વધારો કરે છે.

અત્યારના સમયમાં મોટાભાગે દરેક યુવક યુવતી પોતાના ચહેરાની સુંદરતાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે અને તેઓ એવું વિચારી લેતા હોય છે કે, પોતાનો ચહેરો ખરાબ હોવાના લીધે કોઈ પણ તેમની તરફ આકર્ષાશે નહીં. ઘણી વખત એવું પણ બને છે કે જેના લગ્ન થવાના હોય તેઓ પણ પોતાના ચહેરાને લઈને ચિંતામાં રહે છે. તો આ સમસ્યાથી બચી શકાય એના માટે કેટલા ઘરેલુ ઉપચાર વિશે જાણીએ.

જો પ્રસંગમાં જવા માટે તમારી પાસે ઓછો સમય હોય તો તમારે લગ્નના ત્રણ દિવસ પહેલા એક સરસ મજાનો ફેસપેક તૈયાર કરવો. આ ફેસપેક ચહેરા પર લગાવી લેવો. જેથી તમારા ચહેરાની રંગત નીખરસે. ત્વચા એકદમ સુંદર, હેલ્ધી અને તંદુરસ્ત બની જશે. એના માટે રસોઈ ઘરમાં ઉપલબ્ધ એવી હળદર નો ઉપયોગ કરવાનો છે. ઘણા ઓછા લોકો હળદરના ગુણ વિશે જાણતા હોય છે. હળદર ત્વચાને ગોરી કરવામાં સ્વસ્થ વર્ધક અને સુંદર બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. હળદર ચહેરાને સુંદરતા પ્રદાન કરે છે.

એમાં પણ જો તમે દુલ્હન બનવા જઈ રહ્યા હોય અથવા તો કોઈ નજીકના સંબંધના લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો તમારે થોડા દિવસ પહેલા હળદરનો પેક લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી ત્વચા માં ની ખાર આવી જશે અને ત્વચા સુંદર બની જશે તો આવો જાણીએ હળદરનો ફેસપેક બનાવવાની રીત.

ફેસપેક બનાવવાની રીત

દૂધ અને હળદર :-

આ ફેસપેક બનાવવા માટે બે ચમચી કાચું દૂધ લેવું અને તેમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરવો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર સરસ રીતે લગાવી લેવું. 10 થી 15 મિનિટ રાખ્યા બાદ સુકાઈ જાય એટલે સ્વચ્છ પાણીથી એને ધોઈ લેવું. આ નુસખા ને દરરોજ કરવાથી ચહેરા પર ગ્લો આવી જશે.

દહીં અને હળદરનો ફેસપેક :-

દહીંએ નેચરલ પ્યુરીફાયર તરીકે ઓળખાય છે. જે ત્વચાના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. દહીં અને હળદરનો ફેસપેક બનાવવા માટે એક ચમચી દહીંમાં હળદર પાવડર મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ ને ત્વચા પર લગાવીને તેનાથી મસાજ કરવો. ત્યારબાદ 10 થી 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લેવું. આમ નિયમિત કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.

હળદર અને લીંબુનો ફેસપેક :-

લીંબુનો રસ અને હળદર કુદરતી બ્લીચનું કામ કરે છે. તેના માટે લીંબુના રસમાં બે ચમચી જેટલી હળદર પાવડર મિક્સ કરીને થોડા ટીપા ગુલાબ જળ ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને દરરોજ લગાવવાથી ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક આવે છે અને ચહેરો સુંદર બને છે.

બેસન અને હળદરનો ફેસપેક :-

આ ફેસબેક બનાવવા માટે બે ચમચી ચણાના લોટમાં એક ચમચી હળદરને મિક્સ કરવી. હવે તેમાં કાચું દૂધ અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લેવું નિયમિત રૂપ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ત્વચામાંની ખરા આવી જશે અને ચહેરો સુંદર બની જશે.

ચોખાને હળદરનો ફેસપેક :-

આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા ચોખાને પીસી લેવા. તેમાં હળદર પાવડર મિક્સ કરી લેવો. આ બંને વસ્તુમાં કાચું દૂધ મિક્સ કરીને આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લેવો.

આ રીતે હળદરને અલગ અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર અને સુંદર બને છે. આ હળદરના ફેસપેક સિવાય તમે અન્ય ફેસપેક નો ઉપયોગ પણ કરી શકો છે. જે આ મુજબ છે.

પપૈયા અને લીંબુનો ફેસ પેક :- પપૈયાની પેસ્ટ બનાવવી અને ત્રણ ચચમી પપૈયાની પેસ્ટમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. હવે આ મિશ્રણને ઘટ્ટ બનાવવા તેમાં 1 ચમચી મધ નાંખવુ. આ મિશ્રણને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવેલું રાખવુ. ત્યારબાદ ધોઈ લેવું.

બેસન અને પપૈયા નો ફેસપેક :-

આ બંને વસ્તુઓ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી અને પોષક તત્વોથી ભરપૂર છે. સ્કિન કેર માટે આનો ઉપયોગ કરવાથી સ્કિનમાં મેલાનિનનું પ્રોડક્શન ઓછું થાય છે. જેનાથી રંગ સાફ થાય છે. આ પેક બનાવવા 1 ચમચી બેસનમાં 1 ટુકડો મેશ કરેલું પપૈયું એડ કરીને લગાવો અને સૂકાય ગયા બાદ ધોઈ લો.

દૂધનો ફેસપેક :-

આયુર્વેદમાં કેસરના અઢળક ગુણો બતાવ્યા છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દૂધ અને કેસર ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તો ત્વચા માટે પણ તે ખૂબ જ અસરકારક છે. તેના માટે 2 ચમચી દૂધમાં કેસરના 3-4 તાંતણાં નાખી મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો. ત્યારબાદ ચેહરો પાણીથી ધોઈ લેવો. આ ઉપાય ચહેરાની સ્કિનને ટાઈટ રાખશે અને સુંદર બનાવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ ઘરગથ્થુ ફેસપેક તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment