કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ એના મૂળિયા પણ વિસ્તરવા લાગે છે. એ મૂડના છેડે જે ગાંઠ થઇ છે એને આદુ કહેવામાં આવે છે.

આદુના ફાયદા

આદુ જ્યારે સુકાય છે ત્યારે સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. ગુણોની દૃષ્ટિએ આદુ અને સૂંઠ બંને સમાન છે. તો પણ સૂંઠ કરતાં આદુ વધુ ગુણકારી છે. આદુવાળી ચા પીવાથી શરદી, ઉધરસ, માથાનો દુખાવો, કફ, છાતીનો દુખાવો દૂર થાય છે. આદુ વિવિધ રીતે ઉપયોગી છે તો આજે આદુના વિશેષ ગુણો વિશે અને ઉપયોગ વિશે જાણીએ.

આદુના ફાયદા અને ઉપયોગ કરવાની રીત :-

ચાર ચમચી મૂળાના રસમાં એક ચમચી આદુનો રસ અને બે ચમચી દાડમનો રસ, મધ મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી થોડા અઠવાડિયામાં જ ફાયદો થાય છે. જો ગાજર, પાલક અને ટામેટા ત્રણેય નો અડધો અડધો કપ રસ કાઢીને તેમાં એક ચમચી આદુનો રસ મિક્સ કરવો. એને રોજ નિયમિત પીવાથી હિમોગ્લોબીન વધે છે અને લોહીની ઊણપ દૂર થાય છે. એ ઉપરાંત ત્વચા પણ ચમકી ઊઠે છે.

આદુના ફાયદા 

એસીડીટી :  આદુના રસમાં જેઠીમધનું ચૂર્ણ મિક્સ કરવું એને થોડા દિવસો સુધી નિયમિત લેવાથી એસિડિટી મટે છે. સાથે સાથે તળેલા ખાટા પદાર્થોથી પરહેજ કરવી જોઈએ.
બે ચમચી આદુના રસમાં ધાણા અને સફેદ જીરું પાંચ ગ્રામની માત્રામાં મિક્સ કરવું. એને પીસી લેવું. આ મિશ્રણને સવાર સાંજ બે ટાઈમ લેવાથી પણ ઘણો ફાયદો થાય છે. જો જરૂરિયાત હોય તો વધુ વખત પણ લઈ શકાય.

એસીડીટી

10 ગ્રામ ખાંડ, લીંડી પીપરનું ચૂર્ણ અડધી ચમચી, બે ચમચી સુંઠ બધું બરાબર વાટીને ચાળી લેવું. દરરોજ સવારે સાંજે ત્રણ ગ્રામ લેવું એનાથી એસિડિટીમાં રાહત થાય છે. એ સિવાય બે ગ્રામ શંખભસ્મ, એક ગ્રામ સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવું એનાથી પણ એસિડિટીથી છુટકારો મળે છે. જો વધી જાય તો આદુંના રસ સાથે સાકર અને મધ લેવું.

કમળો : કમળો એ લીવર જન્ય રોગ છે. એમાં શરીર અશક્ત અને પીળું પડી જાય છે. પાણી, પ્રદૂષિત હવા અને મેલેરિયા માંથી આ રોગ આવે છે. માટે રોગની શરૂઆત પહેલાં જ સાવચેતી રૂપે આ ઉપચાર અજમાવવો જોઈએ. એનાથી આ રોગથી બચી શકાય છે એના માટે શેરડીનો એક ગ્લાસ રસ લેવો એમાં બે ચમચી આદુનો રસ મિક્સ કરવો. એ નિયમિત 21 દિવસ સુધી દિવસમાં ત્રણવાર પીવું.

કમળો

પથરી : પથરી માંથી છુટકારો મેળવવા માટે 25  ગ્રામ મુડા મૂળાના પાનનો રસ, એક ચમચી આદુનો રસ, એક ચમચી જવખાર મિક્સ કરીને સવાર-સાંજ પીવું. એનાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. બીજા પ્રયોગમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી ડુંગળીનો રસ, અડધો કપ લીંબુનો રસ, અડધી ચમચી તલ વાટી ને મિક્સ કરવા.
આ મિશ્રણને જરૂરિયાત પ્રમાણે સવાર-સાંજ લેવું. એક ચમચી આદુના રસમાં, 20 ગ્રામ ડુંગળી નો રસ અને થોડી ખાંડ મિક્સ કરીને સવાર-સાંજ પીવું. જ્યાં સુધી પથરી બહાર ન નીકળે ત્યાં સુધી આ પ્રયોગ અજમાવવો. તેનાથી જરૂર લાભ મળે છે.

પથરી

એનિમિયા :  આદુ એનિયામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. લોહી ઓછું હોય તો ચહેરો ફિક્કો પડી જતો હોય છે. ત્વચા પીળી પડી જાય છે. એ નિશાન લોહીની ઉણપ દર્શાવે છે. એના ઉપચાર માં એક ચમચી આદુનો રસ લેવો એમાં બે ચમચી ફાલસા મિક્સ કરીને દિવસ દરમિયાન સવાર-સાંજ એક મહિના સુધી નિયમિત પીવું. એનાથી એનિમિયા નિયંત્રણ માં આવે છે અને લોહીની ઊણપ દૂર થાય છે.

અતિસાર : મોસંબીના રસમાં આદુનો રસ અને સંચળ મિક્સ કરીને દર્દીને આપવું. એ ઉપરાંત દાડમનો રસ અને આદુનો રસ સરખા પ્રમાણમાં લઇને એનું સેવન કરવું. એક રતી હિંગ, એક ગાંઠ આદુ, લીંબુનો રસ મિક્સ કરવો આ મિશ્રણ દર્દીને દર ચાર કલાકે આપો

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment